
હોસ્પિટલ સેવા મંડળ દ્વારા સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે કરણસિંહજી બાલાજી મંદિર ખાતે રકતદાન કેમ્પ
દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોનાં જીવન બચાવવાની અમૂલ્ય તક
સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તમામ બ્લડ ગ્રુપની જરૂરીયાત
પ્રવર્તમાન સમયમાં રકતની તાતી જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડ ગ્રુપની જરૂરીયાત છે. હોસ્પિટલ સેવા મંડળ દ્વારા સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે, કરણસિંહજી બાલાજી મંદિર, રાજકોટ ખાતે તા. ૧૭/૦૭/૨૦૨૧, શનીવારના રોજ સાંજે ૬–૩૦ થી ૯-૩૦ વાગ્યા સુધી રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. તમામ રકતદાતાઓને હનુમાનદાદાની પ્રસાદીરૂપે એક ભેટ અર્પણ કરાશે. સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપના સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. વિશેષ માહિતી માટે અને કેમ્પનાં આયોજન માટે હોસ્પીટલ સેવા મંડળ (મોઃ ૯૮૯૮૬ ૧૩૨૬૭) પર સંપર્ક કરવા વિનંતી છે.
