
- રાજકોટની જેમ સમગ્ર રાજ્યમાં રામનવમી તેમજ મહાવીર જયંતી નિમિતે રાજયમાં કતલખાના બંધ રાખવા વિનંતી
હિન્દુ ધર્મના અતિ પવિત્ર તહેવાર રામનવમી તેમજ જૈન ધર્મનાં અતિ પવિત્ર તહેવાર મહાવીર જયંતી નિમીતે ગુજરાતનાં તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા અને આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધ કરાવવા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન દ્રારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.
