- ‘કાઉ હગ ડે’ નિમિત્તે તા. 14 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી કોન્ટેસ્ટ’નું યોજાશે
કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા ‘કાઉ હગ ડે’ નિમિત્તે ‘સેલ્ફી કોન્ટેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. 14 ફેબ્રુઆરી, ‘કાઉ હગ ડે’ નિમિત્તે ગૌમાતાને હગ કરી તેમજ અન્ય અબોલ જીવો પશુ, પક્ષીઓ સાથે તેમને પાણી પીવડાવી, ઘાસ – ચણ – રોટલી ખવડાવી તેની સેલ્ફી લઇને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટ મોકલાવી શકો છો. કોન્ટેસ્ટમાં જે તે વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી મુકીને ‘karunafoundation’ ને ટેગ કરવાનું રહેશે. આ કોન્ટેસ્ટ તા. 14 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી આયોજિત થશે. આ અઠવાડિયા દરમિયાન કોઈ પણ વ્યક્તિ ભાગ લઇ શકશે. આ સ્પર્ધાનું પરિણામ 22 ફેબ્રુઆરી, 2023 નાં રોજ જાહેર થશે. સ્પર્ધામાં વિજેતા થનાર વ્યક્તિને આકર્ષક ઇનામો પ્રાપ્ત થશે અને ભાગ લેનાર સૌ ને લાકડાનો ચકલીનો માળો, બર્ડ ફીડર, પક્ષીનાં પાણી પીવાના રામપાતર, પુંઠાનો ચકલીનો માળો ઇનામમાં અપાશે. સૌ ને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટની ઓફિસેથી “જનપથ”, 2 – તપોવન સોસાયટી કોર્નર,સરાઝા બેકરી પાસે, હોલીડે પ્લાઝા બિલ્ડીંગની સામે, અક્ષર માર્ગ મેઈન રોડ, રાજકોટથી ઇનામ કલેક્ટ કરી જવાના રહેશે. આ સ્પર્ધાનો સંપૂર્ણ આર્થિક સહયોગ – ધીરેન્દ્રભાઈ કાનાબાર અને પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. આ સ્પર્ધાને સફળ બનાવવા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇનનાં મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ , ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઇ મહેતા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.