સ્વ. પ્રાણલાલ મણિલાલ પંચમિઆની સ્મૃતિમાં પૂ. માતુશ્રી સવિતાબેન પંચમિઆ (ઉ.વ. 106) દ્વારા બાઇક ઍમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું.
૧૦૬ વર્ષની વયે પણ પૂ. માતુશ્રી સવિતાબેનની જીવદયા પ્રવૃતિઓ સૌ માટે ખૂબ જ પ્રેરણાદાયક કહી શકાય.

ભારતની નિઃશુલ્ક પશુ પક્ષી સારવાર ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા તેમજ ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ ઍવોર્ડ વિજેતા સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઈન, રાજકોટમાં છેલ્લા ૧૮ વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ–પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા ૧૮ વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઇલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં ૫,૫૦,૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે,નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, દસ એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. અબોલ પશુઓની સેવા અને સારવારમાં ભાગીદાર થવા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનિમલ હેલ્પલાઈન, રાજકોટને સ્વ. પ્રાણલાલ મણિલાલ પંચમિઆની સ્મૃતિમાં પૂ. માતુશ્રી સવિતાબેન પંચમિઆ(ઉ.વ.106) દ્વારા બાઇક ઍમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું. પંચમિઆ પરિવાર દ્વારા રૂ.75,000/- ના ખર્ચે નવી બાઇક ઍમ્બ્યુલન્સનું અર્પણ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટને કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૦૬ વર્ષની વયે પણ પૂ. માતુશ્રી સવિતાબેન પંચમિઆ સાંભળી શકે છે, સમજી શકે છે, બોલી શકે છે. પૂ. માતુશ્રી સવિતાબેનની ૧૦૬ વર્ષની વયે પણ જીવદયા પ્રવૃતિઓ ખૂબ જ પ્રેરણાદાયી કહી શકાય. તેમણે આ પ્રસંગે જીવદયા પ્રવૃતિઓ અંગે પોતાની ખૂબ ખૂબ અનુમોદના વ્યક્ત કરી હતી અને સમગ્ર જીવદયા પ્રેમીઓને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. પૂ. માતુશ્રી સવિતાબેનના વરદ હસ્તે ચેક પંચમિઆ પરિવારની ઉપસ્થિતિમાં કરુણા ફાઉન્ડેશનના મિતલ ખેતાણી, રમેશભાઈ ઠક્કર, પ્રતિકભાઈ સંઘાણી, હરેશભાઈ શાહ સહિતના અગ્રણીઓએ સ્વીકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *