
ભારતની નિઃશુલ્ક પશુ પક્ષી સારવાર ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા તેમજ ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ ઍવોર્ડ વિજેતા સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઈન, રાજકોટમાં છેલ્લા ૧૮ વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ–પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા ૧૮ વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઇલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં ૫,૫૦,૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે,નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, દસ એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનિમલ હેલ્પલાઈન દ્વારા અન્ય સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓને પણ આ ભગીરથ કાર્યમાં જોડાવવા વિનમ્ર અપીલ કરવામાં આવી છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટમાં/અન્ય સ્થળોએ વધુ નિઃશુલ્ક/ટોકન દરે પશુ દવાખાનાઓ અને હોસ્પિટલ,વધુ નિઃશુલ્ક/ટોકન દરે પશુ-પક્ષી સારવાર એમ્બ્યુલન્સ,પશુ-પક્ષી આશ્રય સ્થાન(શેલ્ટર),ગૌ-શાળા-પાંજરાપોળ,અબોલજીવોનાં અન્નક્ષેત્રની તાતી જરૂરિયાત છે. પરંતુ અપૂરતાં સંસાધનો,અનુદાન,વ્યવસ્થા,કાર્યકર્તાઓ,મેનેજમેન્ટ ને લઈને બધે પહોંચવું અશક્ય જ છે.જેને લઈને અનેક જીવોનાં જીવન જોખમાય છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વધુમાં જણાવાયું છે કે , જો કોઈ સેવાકીય સંસ્થાઓ નિઃશુલ્ક પશુ દવાખાનાઓ,વધુ નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર એમ્બ્યુલન્સ,પશુ-પક્ષી આશ્રય સ્થાન,ગૌ શાળા-પાંજરાપોળ,અબોલ જીવોનાં અન્નક્ષેત્ર ખોલવા ઈચ્છે તો સંપૂર્ણ તકનીકી સહાય અને માર્ગદર્શન સંસ્થા દ્વારા આપવામાં આવશે. સૌ સાથે મળી સૌ અબોલ જીવોને સમયસર,પૂરતી,નિઃશુલ્ક સારવાર,આશ્રય,ભોજન-પાણી મળે તે માટે પ્રયત્નશીલ બનવા મિતલ ખેતાણી (9824221999) દ્વારા વિનંતી કરાઇ છે.