માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો/વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતુ નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૩૫૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. જેમાંથી ૧૨૦ વડીલો તો સાવ પથારીવશ છે. એટલું જ નહી વડીલોની સેવા કરવાની સાથે સાથે સદભાવના વૃધ્ધાશ્રમ માનવ સેવા અને પર્યાવરણ સેવાની અન્ય ઘણી પ્રવૃતિઓમાં પણ પ્રવૃત રહે છે. સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા વર્તમાન સમય સુધી ૮ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે તેમજ તેનો ઉછેર પણ કરવામાં આવે છે. સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રનાં મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કરાશે. દેશીકુળના વૃક્ષોથી રાજકોટને જોડતા તમામ હાઈવે બનશે હરીયાળા, પ્રથમ તબકકામાં મોરબી, ભાવનગર અને અમદાવાદ હાઈ–વે પર વૃક્ષારોપણ કરાયું છે. સદભાવના વૃધ્ધાશ્રમ પોતાના અન્ય ઉત્કૃષ્ટ કાર્યો માનવ સેવા, પર્યાવરણી સાથે સાથે વધુ એક કદમ પશુ સેવા, જીવદયા તરફ કરી રહયું છે.
સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) દ્વારા બળદોની જીંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઈ નહોતી. ત્યારે મુસાફરી કરવા તેમ જ માલસામાનની હેરફેર કરવા માટે બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમ તો આપણી સંસ્કૃતિ વારસો કહેવાય. ઈશ્વરની આવી દુલર્ભ દેન ગૌ વંશ બળદને સદભાવના વૃધ્ધાશ્રમ જીવનભરનો આશ્રય આપશે. ગુજરાતના કોઈપણ ગામ, શહેર, હાઈ-વે પર બળદ છુટા, રખડતા, લાચાર–બીમાર કે વયોવૃધ્ધ અવસ્થામાં, અનાથ જોવા મળે તો તરત જ સદભાવના વૃધ્ધાશ્રમને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. કોઈ નિરાધાર, નિરાશ્રીત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતાં કે ભૂખ તરસ-બિમારીથી કમોતે મરતા ૨૦૦૦ જેટલા બળદોને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) દ્વારા નિઃશુલ્ક, આજીવન, આશરો આપવામાં આવશે. હાલમાં પણ ૪૫૦ જેટલા બળદોને સદભાવના બળદ આશ્રમ ખાતે આશરો અપાયો છે. જો કોઈ વ્યકિતને આવા કોઈ નિરાધાર બળદ દેખાય તો સંસ્થા દ્વારા ફોન કરીને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે. સદભાવના બળદઆશ્રમ, છતર ગામ, મોરબી હાઈવે, રાજકોટ ખાતે કાર્યરત છે. આપ સંસ્થાના મો. ૭૬૨૧૦૫૮૯૪૮ પર ફોન કરીને જાણ કરવા સદભાવના વૃધ્ધાશ્રમનાં પ્રમુખ વિજયભાઈ ડોબરીયાની યાદીમાં જણાવાયુ છે.
કરૂણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્યામ તથા આત્મીયવિલા મહિલા મંડળ દ્વારા આયોજીત રાજકોટના આંગણે સ્નેહમીલન તા. ૨૦/૦૨/૨૦૨૨, ફેબ્રુઆરીને રવીવારના રોજ સદભાવના બળદ આશ્રમ, મું. છતર ગામ, મોરબી હાઈવે ખાતે યોજાશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતે આંગણે ૩૬૫ દિવસ ગૌમાતાની સેવા કરતા ગૌસેવકો દ્વારા કરૂણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનાં સંગાથે રાજકોટનાં આંગણે વૃધ્ધ, બિમાર અને નિરાધાર ગાયોની સેવાના સંકલ્પ સાથે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રમેશભાઈ ધડુક (સાંસદશ્રી-પોરબંદર), ડો. વલ્લભભાઈ કથીરીયા (ગૌસેવા આયોગના પૂર્વ અધ્યક્ષશ્રી), વિજયભાઈ ડોબરીયા (સદભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ), હિરેનભાઈ બી. હાપલીયા (ઉદ્યોગપતિ), રમેશભાઈ ઠકકર (ગીરીરાજ હોસ્પિટલ,રાજકોટ), પ્રકાશભાઈ શેઠ, હીરેનભાઈ સાવલીયા, તુષારભાઈ મહેતા, પ્રકાશભાઈ ચોટાઈ (જલારામ ચીકી), ભરતભાઈ ભીમાણી, સેતુરભાઈ દેસાઈ, ધીરૂભાઈ કાનાબાર, પ્રતિકભાઈ સંઘાણી, શરદભાઈ જસાણી, ગોપાલભાઈ ખીચડીયા, હરીભાઈ પરમાર, ડો. ભાવેશભાઈ કાનાબાર, નરોતમભાઈ પરમાર, ડો. કાંતીલાલ ઠેસીયા, શૈલેષકુમાર મનગભાઈ ચોવયા, પંકજભાઈ બી. ઠેસીયા (વીમોક્ષ ઝટકા), મનીષભાઈ ભગવાનજીભાઈ સોજીત્રા, શૈલેષભાઈ મગનભાઈ ચોવટીયા, પરેશભાઈ કાનજીભાઈ ભુવા, અનંતભાઈ વલ્લભભાઈ વેકરીયા , જયદીપભાઈ અરવિંદભાઈ ઠુંમર, મહેશભાઈ ભુપતભાઈ ગોહિલ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સદભાવના બળદ આશ્રમ, મું. છતર ગામ, મોરબી હાઈવે ખાતે રવીવારે સવારે ૭-૩૦ થી ૯-૦૦ વાગ્યા સુધી સેવાકાર્ય, તથા સવારે ૯-૦૦ થી ૧૧–૦૦ ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમની અંગેની વિશેષ માહિતી માટે ભાવેશભાઈ ડી. ઢોલરીયા (મો. ૯૮૨૪૧ ૪૪૩૩૯), કલ્પેશભાઈ રૂડાણી (મો.૯૯૦૪૮ ૩૪૩૫૩) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *