કર્ણાટક રાજયનાં પશુપાલન કેબીનેટ મંત્રી પ્રભુ ચવાણની સાથે એનીમલ હેપલાઈનનાં પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત દરમ્યાન ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી દ્વારા જીવદયા અંગેના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. રાજયની તમામ પાંજરાપોળ ગૌશાળામાં અત્યારે સતત અબોલ જીવોની સંખ્યા વધતી જાય છે. પાડા, વાછડા, ખૂબ મોટા પ્રમાણમાં આવી રહયાં છે દાનની આવક ઘટી રહી છે ડેરી ઉદ્યોગ શ્વેતક્રાંતિ ફૂલી ફાલી છે અત્યારે ગુજરાતમાં રોજનું ૧૬૬ લાખ લીટર દુધનું ઉત્પાદન થાય છે પશુપાલકોને ખૂબ જ આર્થિક ટેકો મળી ગયો પણ તેના વાછડા-પાડા સાચવવાનું ભારણ સીધે સીધુ પાંજરાપોળ/ગૌશાળા ઉપર આવી ગયુ છે, રાજસ્થાન સરકારે સ્ટેમ્પ ડયુટી ઉપર ૧૦% સરચાર્જ કરેલ છે અને તે રકમ પાંજરાપોળ/ગૌશાળાને આપવામાં આવે છે, હિમાચલ પ્રદેશની સરકારે દેશી દારૂ ઉપર ૪ રૂપીયા એકસાઈઝ ડયુટી નાંખેલ છે અને તેમાંથી ૧ રૂપીયો પશુઓ માટે વાપરવાનો નીર્ણય લીધેલ છે. એમીનલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ તમામ રાજયોને તા. ૦૩/૦૫/૨૦૧૮ ના રોજ એક એડવાઈઝરી મોકલેલ છે જેમાં પશુ સાચવણી માટે મીનીમમ રેટ ચાર્ટ આપે છે. જે મુજબ મોટા પશુ દીઠ રૂ।. ૨૦૦ અને નાના પશુ દીઠ રૂ।. ૧૨૫ પ્રતિદિન આપવાની ભલામણ કરેલ છે. સુપ્રિમ કોર્ટનો ચુકાદો તેમજ કમિટીના ભલામણો બહુજ સ્પષ્ટ છે, જેમાં કાન્જી હાઉસ કેટલ પોન્ડ તેનો રખરખાવ આ તમામ જવાબદારી રાજય સરકારની છે. એનીમલ વેલફેર બોર્ડ દ્વારા તમામ રાજયોને ૯ મે ૨૦૧૮ ના એક એડવાઈઝરી મોકલવામાં આવી છે તેમાં બહુ સ્પષ્ટ જણાવેલ છે રઝળતાં અબોલ જીવો માટેની વ્યવસ્થા કરવાની રાજય સરકારની જવાબદારી ઠેરવવામાં આવી છે. દિલ્હી સરકારે પણ હાલમાં જ પશુ દીઠ રોજના ૨૫ રૂપીયા સબસીડી આપવાની જાહેરાત કરી છે. સબસીડી માટે અપાતા રૂપીયા હકીકતમાં તો છેવટે ખેડૂતોને જ જાય છે કારણ કે ઘાસ ખેડૂતો પાસેથી જ ખરીદવાનું હોય છે. એટલે “એન્ડ રીઝલ્ટ” તરીકે કૃષિ અને ખેડૂતોને ફાયદો થાય છે. ગૌશાળાઓ પાંજરાપોળોને અપાતી સબસીડી ખેડૂતોની આવકમાં વધારો કરશે કારણ કે ઘાસ એ ખેડૂતો માટે વધારાની પ્રોડકટ હોય છે જેના સારા ભાવ ખેડૂતોને મળે તો દેશની સમૃધ્ધિમાં પણ વધારો થશે અને ખેડૂતોની આવક બમણી કરવાના આદરણીય નરેન્દ્રભાઈનું સ્વપ્ન પણ સાકાર કરવામાં મદદરૂપ થશે. સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડને તાત્કાલીક કાર્યાન્વિત કરવા વિનંતી કરાઈ હતી. ગુજરાતના તમામ જીલ્લાઓમાં (એસ.પી.સી.એ.) ની રચના કરી તેને કાર્યાન્વિત અને તેના કામોની રોજબરોજની દેખરેખ માટે (એ.ડબલ્યુ.બી)માં અધીકારીની નીમણુંક કરવાનો અનુરોધ કરાયો હતો. ગૌશાળા/પાંજરાપોળોને જેની સાથે રોજબરોજનું કામ પડે છે, જેમના થકી અનુદાનની અપેક્ષા પણ હોય છે અને જેને કરોડો રૂપીયાનું ફંડ પણ સરકાર ઉદારચીતે આપે છે તેવા ગૌસેવા આયોગમાં છેલ્લા ૪ વર્ષથી કોઈ ચેરમેન નથી અને માત્ર અધીકારીઓ કાર્યભાર ચલાવી રહયાં છે. કોઈપણ મળવા પાત્ર ગ્રાંટ રીલીઝ થવામાં ખૂબ અગવડ પડે છે. ગુજરાત ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડમાં ચેરમેનશ્રીની નિમણૂંક કરવા રાજય સરકારને અનુરોધ કરવામાં આવ્યો હતો. ટ્રેકટરો દ્વારા ખેતીના કારણે બળદોની આવશ્કયતા ઘટી તેથી પ્રદુષણ પણ વધ્યુ ગુજરાત સરકારે ટ્રેકટર ઉપર અપાતી સબસીડી બંધ કરવી જોઈએ અને હળ દ્વારા બળદ વડે થતી ખેતીને પ્રોત્સાહીત કરવા પગલા લેવા જોઈએ. વાહન વ્યવહારમાં પણ જયાં શક્ય છે ત્યાં તમામ જગ્યાએ બળદગાડુ, ઉટગાડી, ઘોડાગાડીને પ્રોત્સાહીત કરવામાં આવે તેવી ભલામણ ગુજરાત સરકારને કરાઈ હતી. જુવાર બાજરીના વાવેતર ઘટયા માટે ખેડૂતો ઘાસચારાલક્ષી જુવાર, બાજરી મકાઈનું વાવેતર વધારે તેવી પ્રોત્સાહકનીતી જાહેર કરવાની ગુજરાત રાજય સરકારને ભલામણ કરાઈ હતી. ગુજરાતમાં જેટલા ગૌચર બચ્યા છે તે બાવળ મુકત થાય દબાણ મુકત થાય તેને ફેન્સીંગ થાય તેના અંદર સારો ઘાસચારો ઉગે અને તે દ્વારા તે વિસ્તારના અબોલ જીવોને શાતા વધે તેવુ આયોજન કરવા ગુજરાત રાજય સરકારને ભલામણ કરાઈ હતી. આ અંગે તરત એકશન અપેક્ષીત છે. જેમ જી.એન.એફ.સી. રાસાયણીક ખાતર પેદા કરે છે. અને તે માટે રાજય સરકાર દરેક પ્રકારે અર્થ સહાય કરે છે તે રીતે દરેક પાંજરાપોળ/ગૌશાળાએ ઓર્ગેનીક મેન્યુર પેદા કરી વ્યવસ્થા છે. ગુજરાત રાજય સરકારની નીતી હોવી જોઈએ તેવો સરકારશ્રીને મિતલ ખેતાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે જાહેર કરાયેલા 100 કરોડનો લાભ પાંજરાપોળની સાથે સાથે ધર્માદા સંસ્થા તરીકે કાર્યરત ગૌશાળાઓને પણ મળે તેવી ભારપૂર્વકની ભલામણ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને મિતલ ખેતાણી દ્વારા કરવામાં આવી હતી.
કર્ણાટક રાજયનાં પશુપાલન કેબીનેટ મંત્રી પ્રભુ ચવાણની શુભેચ્છા મુલાકાત દરમ્યાન તેમની સાથે ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, ગુજરાત પશુપાલન વિભાગના સચીવ ડો. ફાલ્ગુનીબેન ઠાકર, ધીરૂભાઈ કાનાબાર (એનીમલ હેલ્પલાઈન, રાજકોટ) ડો. સી. ભાસ્કરા નાયક, ડો. એમ. જયપ્રકાશ, ડો. મંજુનાથ પાલેગર (ડીરેક્ટર–પશુપાલન વિભાગ, કર્ણાટક), ડો. પ્રસાદ મૂર્તિ (એડી. ડીરેકટર-પશુપાલન વિભાગ, કર્ણાટક), સંજીવકુમાર, અનીલ પવાર, એડવોકેટ અભય શાહ વિગેરે ઉપસ્થિત રહયાં હતાં.
કર્ણાટક રાજયનાં પશુપાલન કેબીનેટ મંત્રી પ્રભુ ચવાણની સાથે એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ સાથે મુલાકાત કરી.
