ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાની પ્રેરણાથી આ વર્ષે પણ 33 કરોડ પરીવારોમાં દેવી–દેવતાઓનો નિવાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ 101 કરોડ દિવા પ્રગટે તે માટે “કામધેનુ દિપાવલી અભિયાન” ના મંગલાચરણ સતત બીજા વર્ષે કરવામાં આવ્યા છે. આ અભિયાન અંગે સૌને માહિતી મળે, સૌના મહત્વપૂર્ણ સૂચનો પ્રાપ્ત થાય તેમજ ગૌ માતાનું રક્ષણ થાય તેવા પવિત્ર સંકલ્પથી ‘કામધેનુ દિપાવલી અભિયાન’ અંતર્ગત રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શનમાં “ગૌ આધારીત અર્થવ્યવસ્થા; ગૌશાળા—પાંજરાપોળોનાં સ્વાવલંબન” અંગે એક રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં ભારત સરકારનાં કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પુરૂષોતમ રૂપાલાજીની પ્રેરક ઉપસ્થિતી રહેશે અને ‘ગૌ સંસ્કૃતિનું પુનઃ સ્થાપન’ અંગે માર્ગદર્શન આપશે.
કોરોનાને કારણે દેશમાં તહેવારોનો રંગ ફિકકો ન પડે એટલા માટે દિવાળીએ ગાયના છાણમાંથી બનેલા 101 કરોડ દીવાઓથી દેશને ઝગમગાવવાની યોજના છે. ગાયનાં છાણમાંથી બનનાર દિવાઓના આ પ્રોજેકટને “કામધેનુ દિપાવલી અભિયાન” નામ આપવામાં આવ્યું છે. જેમાં ગાયનાં છાણમાંથી દીપક, લાભ શુભ, લક્ષ્મી—ગણેશની મૂર્તિઓ, નેઈમ પ્લેટ, ઘડિયાળ, રાખી,અને ઝાલર–બેનરો પણ બનાવવામાં આવ્યા છે. બીજી તરફ ગાયનાં છાણમાંથી દીવાઓ બનાવીને 33 કરોડ પરીવાર સુધી પહોંચાડાશે. એટલું જ નહી, આ કાર્યમાં અનેક મહિલાઓ, સોસાયટીઓનાં લોકોને જોડી અને પોતે ઘરે ગાયનાં છાણમાંથી દીવા બનાવી વેચી શકે તેવી ટ્રેનિંગ પણ વીડીયો કોન્ફરન્સથી આપવામાં આવશે. આ સાથે આત્મનિર્ભર ભારત અભિયાનથી રોજગારી ઉપલબ્ધ બને તેવા પ્રયાસો કરવામાં આવશે. આમ જનતા પણ મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવામાં અને દીવાળીમાં ઉપયોગમાં લેવામાં આવતી ચાઈનીઝ વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનું રાખે. આ કાર્યથી એક તરફ લોકોને કામ મળશે તો બીજી તરફ પશુપાલકો પણ આત્મનિર્ભર બનશે.
આ વેબીનાર તા.03 ઓકટોબર, રવીવારે સવારે 10-00 કલાકે Zoom ID : 840 3540 2550, Zoom Password : 378799 તથા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ — એનીમલ હેલ્પલાઈન નાં ફેસબુક આઈ.ડી. https://www.facebook.com/animalhelplinekarunafoundation/ પર લાઈવ નિહાળી શકાશે. વિશેષ માહિતી માટે ‘કામધેનુ દિપાવલી અભિયાન’ નાં મિતલ ખેતાણી (મો.98242 21999), પુરીશ કુમાર (મો. 63933 03738) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *