• સેમિનારમાં GCCIનાં સ્થાપક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ માર્ગદર્શન આપ્યું

આપણે સૌ વાત વાતમાં આદર્શ સમાજ વ્યવસ્થાને “રામ રાજય” તરીકે વર્ણવીએ છીએ. બધું જ સારૂ હોય એટલે સહેજે આપણાથી બોલાઈ જાય “ભાઈ, રામ રાજ્ય છે !” આ રામ રાજય એટલે શું ? સામાન્ય પરિભાષામાં રામ રાજ્ય એટલે કલ્યાણ રાજય એટલે કે સુરાજય. સાચુ સ્વરાજ ! જયાં રાજા – પ્રજા સહિત સમગ્ર જીવ સૃષ્ટિ સુખી હોય, જ્યાં જળ, જમીન, જંગલ, જાનવર અને જન સમુદાય સહિત બધાની સરખી રક્ષા થતી હોય, જ્યાં માનવીય સુખાકારી હોય. જયાં જન – જન વચ્ચે સુમેળ હોય, વગેરે. આ પ્રકારની શ્રેષ્ઠ સમાજ વ્યવસ્થાને જો એક વાક્યના પ્રાસમાં કહેવી હોય તો “સુખી, સંપન્ન, સમૃધ્ધ, શિક્ષિત, સુરક્ષિત, સ્વસ્થ, સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વદેશી, સમરસ, સંસ્કારી સમાજ ”. આ સંદર્ભમાં ગૌમાતાને જ્યારે “માતર : સર્વ ભૂતાનામ્ ગાવઃ સર્વ સુખપ્રદા” કહી છે, ત્યારે  “રામ રાજય”ની ઉપરોકત કલ્પનાને સાકાર કરવામાં ગૌમાતા વિશેષ મહત્વ ધરાવે છે. વર્તમાન સમય માનવ જાતિને વિકાસને બદલે વિનાશ તરફ ખેંચી ન જાય, ભૌતિકતા અને સંપત્તિના આકર્ષણને બદલે નૈતિકતા- આધ્યાત્મિકતા અને સંસ્કારિતા તરફ વાળે અને યુદ્ધ- હિંસા- ગુનાખોરી- હત્યા- આતંકને બદલે પરસ્પર સ્નેહ – સંવાદિતા, વિશ્વ બંધુતા  અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણ તરફ વાળવા પ્રેરે એ હેતુથી “ગૌ મહાત્મ્ય“ સમજવું અત્યંત આવશ્યક છે. ગાય, જેને વિશ્વમાતા કહી છે, જેને સાર્વજનીન , સાર્વદેશીક, સાર્વભૌમિક અને સર્વકાલીન કહી છે. વ્યક્તિ, સમષ્ટિ અને પરમેષ્ટિ સુધીના કલ્યાણ માટે જેની ઉપયોગીતા છે અને સંપૂર્ણ વૈજ્ઞાનિકતા સાથે જેની ઉપયોગિતાની પુષ્ટિ થઇ રહી છે. તે ગાયની ઉપયોગિતા અંગે પંચગવ્યના સંશોધનો સમગ્ર વિકાસ સમાજ અને વિશ્વકલ્યાણ અને વસુધૈવ કુટુંમ્બકમની ભાવનાને ગૌ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિને બળવત્તર બનાવે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કામધેનુ યુનિવર્સિટીની ગૌ સેવા પ્રવૃત્તિ અંતર્ગત આણંદ પશુપાલન કોલેજમાં “ગોપાલન, ગૌ સંવર્ધન અને ગાયની દવા” પર રાષ્ટ્રીય કાર્યશાળામાં ગાય સંબંધિત વિવિધ આયામો પર સરકારી યોજનાઓ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં GCCI (ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ) નાં સ્થાપક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા. વલ્લભભાઈ કથીરિયાએ ગૌ સંવર્ધનને લગતી યોજનાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે.રાષ્ટ્રીય ગોકુળ મિશન યોજના અંતર્ગત બ્રીડિંગ ફાર્મ, ગાયનાં દૂધની ગુણવતા વધારવા માટેની યોજનાઓ , રાષ્ટ્રીય ગોકુળ મિશન યોજના , લાઈવ સ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડને ગ્રાન્ટ દ્વારા લોકલ પ્રજાતિની ગાયોનું સંવર્ધન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા ગોપાલકો અને ખેડૂતોને મદદ કરવી તેમજ ગૌવંશ અને અન્ય પશુઓને થતાં રોગની દવાઓ પૂરી પાડવવા માટેની વિવિધ યોજનાઓ કાર્યરત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં એનિમલ વેલફેર બોર્ડ , કામધેનુ આયોગ તેમજ વિવધ સંસ્થાઓ દ્વારા પણ ગૌ સેવાની વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. MSME દ્વારા ગૌ ઉત્પાદનોને ઉદ્યોગમાં લાવીને ગૌ ઉત્પાદનને ‘સ્ટાર્ટ અપ’ તરીકે ઉમેરવામાં આવ્યું છે. નાબાર્ડ દ્વારા ઉત્પાદકોને લોનની વ્યવસ્થા પણ આપવામાં આવે છે, સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા ઉત્પાદકોને આ અંગેની સ્કિલ વિકસાવવાની પૂરતી તકો આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની વિવધ મિનિસ્ટરીઓની સાથે મળીને પણ પંચગવ્ય અને ગૌ ઉદ્યોગ તેમજ મહિલા સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે.  આ જ રીતે રાજ્ય સરકાર દ્વારા પોતાના બજેટ અંતર્ગત આ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. ઘણા રાજ્યો દ્વારા એક ગાય અને ઓર્ગેનિક ખેતી કરે તો ખેડૂતને પશુ દીઠ 30 રૂ. એક દિવસનાં આપવામાં આવે છે. ઓર્ગેનિક ખેતીના પૂરતા ભાવ મળે તેવા હેતુથી ઘણા રાજ્યો દ્વારા ‘ઓર્ગેનિક ખેતી બોર્ડ’પણ બનાવામાં આવ્યા છે . વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવી અનેક યોજના દ્વારા સરકાર ગૌ ઉદ્યમીતાને પ્રોત્સાહન આપવા અને વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. આવનારા દિવસોમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના કેન્દ્રમાં ભારતીય ગાય હશે , જમીનની ઘટતી જતી ક્ષમતા અંગે કહ્યું કે જમીન સુધારવાની શક્તિ અને ક્ષમતા માત્ર દેશી ગાયના ગોબરમાં છે. અન્નની વૈશ્વિક સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે આપણું દેશી ગાયનું છાણ. ગાય સેવા, ગાય સંરક્ષણ, ગોપાલન, ગોસંવર્ધન, ગાય ઉત્પાદન, ગાય ઉર્જા, ગાય પ્રવાસન, ગાય ખેતી જેવા વિવિધ વિષયોમાં ભારત સરકારના વિવિધ વિભાગો અને રાજ્ય સરકારો દ્વારા સરકારી અનુદાન, લોન, સબસિડી, પ્રચારાત્મક યોજનાઓ અને પ્રચાર યોગદાન વિષે  વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વર્કશોપમાં આદરણીય શંકરલાલજી, અજીત પ્રસાદ મહાપાત્રાજી, રાઘવનજી, જાણીતા વક્તાઓ અને સમગ્ર ભારતમાંથી નિષ્ણાતો અને ગૌ સેવક કાર્યકરોએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *