
નલીન એન્ટરપ્રાઈઝ, રાઈઝીંગ ઈન્ડીયા અને સ્વ. ગુણવંતરાઈ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા.૦૧-૦૫-૨૦રર ને રવિવારે બપોરે ૦૨:૦૦ કલાકેથી ગીતાંજલી હોલ, ભકિતનગર સર્કલ પાસે, ગીતા મંદિર સામે, રાજકોટ ખાતે કુકીંગ શો કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓઈનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં ભાગ લેનાર દરેક વ્યકિતએ વાનગીઓ ઘરેથી બનાવીને લાવવાની રહેશે અને સ્થળ પર ફકત ગોઠવવાની રહેશે. આ સ્પર્ધા કુલ ચાર વિભાગમાં વહેંચાયેલી છે જેમાં એ ગૃપમાં ગરમ વાનગીઓ એટલે કે કાઠીયાવાડી, પંજાબી, ચાઈનીઝ વગેરે.. બી ગૃપમાં ઠંડી વાનગીઓ જેમ કે કેક, મીઠાઈઓ, આઈસ્ક્રીમ, મીલ્ક શેઈક, થીક શેઈક, મોકટેલ વગેરે… સી ગૃપમાં સ્પોન્સર ચોઈસની વાનગીઓ રહેશે , ડી ગૃપમાં અન્ય કોઈપણ વાનગીઓ બનાવીને ભાગ લઈ શકાશે. જો ભાગ લેનારે સ્પોન્સર ચોઈસમાં ભાગ લીધો હશે તો તેમણે સ્પોન્સરની આઈટમનો ઉપયોગ કરી વાનગીઓ બનાવીને લાવવાની રહેશે. સાથે સાથે સ્પોન્સરની પ્રોડકટ પણ ત્યાં બતાવવાની રહેશે. ભાગ લેનાર વ્યક્તિ એક કરતા વધુ ગૃપમાં અને એક કરતા વધુ વાનગી બનાવીને ભાગ લઈ શકશે પરંતુ આ માટે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. ભાગ લેનાર દરેક વ્યક્તિએ સ્પર્ધાના દિવસે ૧૫ મીનીટ પહેલા પોતાનું સ્થાન નિશ્ચીત કરી લેવાનું રહેશે. ડેકોરેશન ટેસ્ટ, રેસીપી, પ્રશ્ન-જવાબ, ન્યુટ્રીશન વેલ્યુ આ પાંચ મુદ્દાના આધારે જજીસ પોતાનો નિર્ણય નકકી કરશે. સમગ્ર સ્પર્ધામાં જજીસ અને આયોજકોનો નિર્ણય આખરી ગણવામાં આવશે અને તેમાં કોઈપણ વાદ વિવાદ કે વાંધા ચલાવી લેવામાં આવશે નહીં,
આ સમગ્ર સ્પર્ધા એ.સી. હોલમાં યોજેલ છે. સ્પર્ધાના દિવસે પ્રોફેશ્નલ ફોટોગ્રાફર દ્વારા બધાને ફોટા પાડી આપવામાં આવશે. તદ્ઉપરાંત સ્પર્ધાના દિવસે ઠંડા પાણી અને ઠંડા પીણાની સાથે સાથે સ્નેકસની પણ વ્યવસ્થા સ્પોન્સર દ્વારા કરવામાં આવેલી છે. કોરોનાની ગાઈડ લાઈનનું દરેકે વ્યક્તિએ પાલન કરવાનું રહેશે એ માટે સ્થળ પર બધાને સેનીટાઈઝરની બોટલ આપવામાં આવશે. આ સંપૂર્ણ આયોજનમાં શ્રી ધૈરવભાઈ શાહ, શ્રી હર્ષિલભાઈ શાહ, શ્રીમતિ દચંતિબેન મહેતાની સાથે ટીમ મેમ્બર્સ શ્રીમતિ ભાવિબેન મોદી, અનીતાબેન બલવાણી, પ્રિયાબેન ચૌહાણ, મિત્તલબેન ગાઠાણી, સાક્ષીબેન મોદી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો. નં. ૯૮૨૫૧ ૫૮૪૮૫, ૦૨૮૧-૨૨૨૩૨૦૭ ઉપર સંપર્ક કરવા વિનંતી. તેમજ આ કોમ્પિટિશનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આ લિન્ક પર લૉગ ઇન કરો : https://forms.gle/hhz3pqzWXA6Yhwfp7