ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરેલા ‘સૃજન ડાન્સ સ્કુલ’નાં શ્રીમતી પૂર્વીબેન શેઠની વિદ્યાર્થીની કેયા કૌશલ માંડલિયાનાં ભરતનાટ્યમ આરંગેત્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. શ્રીમતી પૂર્વીબેન શેઠે ભરતનાટ્યમમાં વિશારદ, અલંકાર અને એમ.પી.એ પ્રાપ્ત કર્યું છે. તેઓ કેયા કૌશલ માંડલિયાને ભારતીય શાસ્ત્રીય નૃત્ય, ભરતનાટ્યમ શીખવવા માટે દિલથી પ્રયત્નશીલ રહ્યા છે. ભરતનાટ્યમ નર્તકીઓનાં જીવનમાં ‘આરંગેત્રમ’ એક સીમાચિહ્ન રૂપ અવસર છે જ્યાં નર્તકી સૌ પ્રથમ પોતાનું સોલો ડાન્સ પર્ફોમન્સ રજુ કરે છે. આ ઈશ્વરની પ્રાર્થના સમાન છે. કેયા કૌશલ માંડલિયા વિજ્ઞાન, કલા અને સંસ્કૃતિમાં કૌશલ્ય ધરાવે છે. કેયા મારવાડી યુનિવર્સિટીમાં બી.ટેક (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની વિદ્યાર્થીની છે. કેયાએ નૃત્ય માટે હંમેશા પ્રતિભા દર્શાવી અને તેના ભારતીય વારસાની પ્રશંસા કરી છે. કેયાએ 7 વર્ષની નાની ઉંમરે ભરતનાટ્યમ શીખવાનું શરુ કર્યું હતું. કેયાએ ગુરુ શ્રીમતી પૂર્વીબેન શેઠના માર્ગદર્શન હેઠળ ભરતનાટ્યમની 11 વર્ષ સુધી સખત તાલીમ લીધી છે. કેયાએ તમિલનાડુનાં પ્રખ્યાત નટરાજ મંદિરમાં ઘણા લોકોને પોતાના નૃત્ય અને અભિનયથી પ્રભાવિત કર્યું હતું. જ્ઞાન અને કલાના ક્ષેત્રોમાં તેણીને નવી પેઢી માટે પ્રેરક બનવાની આ તક લેવાનો ઘણો આનંદ અને પ્રસન્નતા છે. આ પ્રસંગે કેયા કૌશલ માંડલિયાનાં માતા પિતા કૌશલ માંડલિયા અને રશ્મિ માંડલિયા તરફથી સૌને કેયા કૌશલ માંડલિયાનાં ભરતનાટ્યમ આરંગેત્રમમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર દંપતિ કૃષ્ણકાંત ઉનડકટ અને જ્યોતિ ઉનડકટ તેમજ ઇનોવેટીવ સ્કૂલનાં પ્રિન્સિપલ ડો મોના રાવલ અતિથી વિશેષની ભૂમિકા ભજવશે. કેયાનાં આરંગેત્રમમાં પરિવારજનો ડૉ. સૌમ્ય એન. , દિનેશ કુમાર, હપ્પુ ખાન, સંજીવ ધારૈયા, અર્જુન એઝુમલાઈ, જિનલ પરમાર, ઉષા વાણી, ઉન્નતિ અજમેરા વાદ્ય વૃંદમાં શામેલ થશે. કાર્યક્રમમાં કેયા કૌશલ માંડલિયા પુષ્પાંજલી, મહાગણપતિ, જટીસ્વરમ, શબ્દમ, વર્ણમ, શ્રી રામ, કીર્તનમ, મધુરશતકમ, તિલાના, મંગલમની ભજવણી કરશે. કેયાને આ આરંગેત્રમ માટે ડૉ રમેશભાઈ માંડલિયા, મધુબેન માંડલિયા, દિનેશભાઈ ભૂવા, કુસુમબેન ભૂવા, એરકોમ આઈ ટી સોલ્યુશન્સ પ્રાઈવેટ લીમીટેડ, એલેક્સસ કેપિટલ મેનેજમેન્ટ, કે.ડી એન્ટરપ્રાઈઝ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. કેયા કૌશલ ને પોતાના માતા-પિતા અને પરિવારજનો ધવલ માંડલિયા, નીલુ માંડલિયા, ધુર્વીન, હર્ષિલ, માહીએ પણ શુભેછાઓ પાઠવી છે. આ કાર્યક્રમનું આયોજન 11 સપ્ટેમ્બર રવિવારનાં રોજ રાત્રે 9 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ અંગે વિશેષ માહિતી માટે કૌશલ માંડલિયા (મો. 98253 00447)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
