ગુજરાત ભાજપનાં ઉપાધ્યક્ષ અને આટકોટમાં તાજેતરમાં જ નિર્માણ પામેલ કે.ડી. પરવાડીયા હોસ્પીટલના સ્વપ્નદ્રષ્ટા અને પર્યાવરણ પ્રેમી, માનવતાવાદી, સેવાભાવી ડો. ભરતભાઈ બોઘરાએ અંગદાન પ્રવૃતિઓમાં જોડવવા સૌને હાંકલ કરી હતી. મગજ મૃત વ્યક્તિનાં હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઈ શકે છે. આ પ્રક્રિયાને તબીબી વિજ્ઞાન Deceased Organ Transplant એટલે કે મગજમૃતનાં અંગોનું પ્રત્યારોપણ એ નામે ઓળખાય છે. આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. એ માટે સૌથી આવશ્યકતા છે મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન. કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભુત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીંદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં જેટલી વધુ ફેલાવી શકાય, તેટલાં વધુ અંગદાન થાય તો વધુ ને વધુ લોકોની જીંદગી બચી શકે, નવપલીત થઇ શકે દેશમાં ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટો જેવી સેવાભાવી સંસ્થાઓ આ લોકજાગૃતિની પ્રવૃતિ હાથ ધરે તો જેમ રકતદાનમાં ગુજરાતનો આખા દેશમાં ડંકો વાગે છે તેમ થઇ શકે. હજારો દર્દીઓ જે મરણોન્મુખ છે, એમને નવી જીંદગી મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *