કૃષિ ક્ષેત્રે કામગીરી કરી રહેલ ડિજીટલ એગ્રીમિડીયા એ ઇલેક્ટ્રોનિક મીડિયા કંપની છે જે વર્ષ 2005માં ગાંધીનગર ખાતે શરૂ થઈ હતી. જે ઑડિઓ-વિડિયો ફિલ્મ નિર્માણ, પ્રસાર અને પ્રચાર માટે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઓડિયો વિઝ્યુઅલ ડોક્યુમેન્ટેશનની મદદથી કૃષિ ક્ષેત્રને આગળ વધારી ખેડૂતોને શિક્ષિત કરવાનો ઉમદા અભિગમ સાથે કામ કરી રહેલ છે.
ડિજીટલ એગ્રીમિડીયા દ્વારા ગુજરાતી ભાષામાં 125 અને હિન્દી ભાષામાં 60 ડિજીટલ સાહિત્ય તૈયાર કરેલ છે. જેમાં કૃષિ, બાગાયત, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ વિકાસ, સહકાર અને સંલગ્ન ક્ષેત્રોને આવરી લેતા ખેડૂત સમુદાય માટે ઇ-સાહિત્ય તરીકે એગ્રીમિડીયા વિડિઓ ફિલ્મ નિર્માણ કરેલી છે.
ડિજિટલ એગ્રીમિડીયા દ્વારા એગ્રીમિડીયા ટીવી મોબાઈલ નિઃશુલ્ક એપ ભારતીય ખેડૂત સમુદાયના લાભ માટે વિકસાવવામાં આવી છે. મોબાઇલ કૃષિ ટીવી એપ વાપરવી ખૂબ જ સરળ છે જેમાં ખેડૂતોને તમામ કૃષિ માહિતી અને અપડેટ વિડિઓ સ્વરૂપે આપવામાં આવે છે. મોબાઈલ એપ્લીકેશન અને ઓનલાઈન સેવાઓને કારણે આ એપ્લિકેશન ખેડૂતોમાં ખૂબ પ્રખ્યાત છે. એગ્રીમિડીયા એપ ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયાસોને સરળ બનાવી રહી છે. આ એપ્લિકેશનની મદદથી ખેડૂતો તેમની સમસ્યાઓનું નિરાકરણ તુરંત ખેતરમાં જ મેળવી શકે છે, અને તેમના કૃષિ ઉત્પાદનમાં વધારો કરી શકે છે. એગ્રીમિડીયા ટીવી એપ્લિકેશન દ્વારા ખેડૂતો કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, કૃષિ ટેકનોલોજી, સરકારી યોજનાઓ, સફળ ગાથાઓ વિડીયો સ્વરૂપે જોઈ શકે છે તેમજ કૃષિ સમાચાર, ઈ-લાઈબ્રેરી, ફોનબુક, કેલ્ક્યુલેટર, હવામાન, ઈમેજ ગેલેરી, વિડીયો ગેલેરી વગેરે દ્વારા રાજ્ય, દેશ અને વિદેશમાં થતી કૃષિ સંશોધનોનો લાભ લઈ શકે છે. વિશેષમાં આ એપ દ્વારા કૃષિ ઉત્પાદનોના ખરીદ-વેચાણ અને કિસાન મોલ છે જે ખેડૂતોની આવક વધારવા માટે ખુબજ ઉપયોગી છે અને ખાસ કરીને ગ્રાહકોને સસ્તા ભાવે ખેડૂતો પાસેથી સીધે સીધું જ અનાજ, કઠોળ, શાકભાજી વગેરે મળી રહે તેવી સુવિધા ઊભી કરેલ છે.
એગ્રીમિડીયા ટીવી મોબાઈલ એપ તદ્દન નિઃશુલ્ક છે અને તેને Google Play Store અને Apple App Store પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. ભારતમાં આ પ્રકારની પ્રથમ મોબાઈલ નિઃશુલ્ક એપને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર, નવી દિલ્હી દ્વારા ડિજિટલ માર્કેટિંગ શ્રેણીમાં શ્રેષ્ઠ રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. તેમજ ડિજિટલ એમ્પાવર્મેન્ટ ફાઉન્ડેશન દ્વારા સાઉથ એશિયામાં શ્રેષ્ઠ ઇનોવેશન માટે 10 Mbilllion Awards એગ્રીમિડીયા ટીવી મોબાઈલ એપને આપવામાં આવેલ છે.
આ નિઃશુલ્ક ઍપ્લિકેશનમાં 11 પ્રશ્નોનું સમાધાન આપવામાં આવે છે. જે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં વિના મૂલ્યે ઉપલબ્ધ છે.
- વિડીયો વિભાગ : ખેડૂતો, વિદ્યાર્થીઓ અને કૃષિકારો માટે કૃષિ, બાગાયત, પશુપાલન, પ્રાકૃતિક ખેતી, ટેક્નોલોજી, ગ્રામવિકાસ, સરકારી યોજનાઓ, સફળ ગાથા વગેરેનો વિડીયો દ્વારા અભ્યાસ.
- ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન : ઘર, ખેતર અને ગામ બેઠા પ્રશ્નોનું વિના મૂલ્યે નિવારણ
- ઓનલાઈન ખરીદ વેચાણ પ્લેટફોર્મ : મોબાઈલ પર વિના મુલ્યે ઓનલાઈન વેચાણ કરી ખેડૂતોને વધારે આવકની તક સાથે ગ્રાહકોને બજારમાં મળતી કિમત થી ઓછા ભાવે ખરીદી.
- બજારભાવ : કોઈપણ માર્કેટ યાર્ડના ભાવ ઘર બેઠા ગ્રાફીક્સ સાથે ઓનલાઈન જાણો.
- કૃષિ સમાચાર : કૃષિ ક્ષેત્રે થતી રોજ બરોજની નવીન જાણકારી અને સમાચાર
- ડીજીટલ લાઈબ્રેરી : ઈ-પ્લેટફોર્મ તરીકે ડીજીટલ લાઈબ્રેરીમાં વિના મુલ્યે કૃષિ મેગેઝીનો અને ઈ-બુકસ અને અન્ય સાહિત્યની ઉપલબ્ધિ .
- ફોનબુક : ખેડૂતોની સરળતા માટે જીલ્લાની મહત્વની કચેરીઓનાં નામ, સરનામાં, મોબાઈલ નંબર, ઈમેલ અંગેની માહિતી.
- એગ્રી કેલ્ક્યુલેટર : ખર્ચ ઘટાડવા અને આવક બમણી કરવા માટે એગ્રી કેલ્ક્યુલેટર.
- હવામાન : રોજ બરોજના હવામાનની જાણકારી મેળવ્યા બાદ જ કૃષિ કાર્યો કરવાનું આયોજન.
- કિસાન મોલ : બિયારણ, ખાતર અને દવા ખરીદવા માટે ઓનલાઈન કિસાન મોલનો ઉપયોગ.
- એગ્રીમિડીયા ફિલ્મ : ઘર બેઠા ટેકનીકલ વિડીયો જોઈ, કૃષિ માહિતી મેળવવા માટે એગ્રીમિડીયા ફિલ્મ.
એગ્રીમીડીયા ટીવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે :
એંડ્રોઈડ ફોન : http://bit.ly/AgriMedaTV અને
આઇફોન : https://apps.apple.com/in/app/agrimedia/id1434653553
આ અંગેની વિશેષ માહિતી મેળવવા માટે જગદીશભાઈ ધાનાણી (મો. 9427050733 / 9723734447) તેમજ ઈમેલ digital.agrimedia@gmail.com પર સંપર્ક કરવો.
