30 એકરમાં રુ.200 કરોડના ખર્ચે નિરાધાર, પથારીવશ માવતરો માટે સદભાવના વૃદ્ધાશ્રમનું નવું ભવન બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. રવિવારે તેનું ભૂમિ પૂજન યોજાયું છે જેમાં મોરારીબાપુ સહીત અન્ય સંતો, મહંતોનું સાથે સમગ્ર રાજકોટ, ભારતમાંથી 10,000 શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે. રાજકોટમાં દેશનો મોટો 700 રૂમનો વૃદ્ધાશ્રમ બનશે. દરેક માળે અગાશી હશે જેમાં વડીલો વોકિંગ કરી શકશે. પથારીવશ માવતરોની કેર કરવા માટે કેર ટેકરની મોટી ટીમ ચોવીસ કલાક ત્રણ સો પાંસઠ દિવસ ફરજમાં રહેશે. નવ નિર્મિત ભવનમાં દરેક જગ્યાએ, દરેક માળે, વડીલો વ્હીલ ચેરમાં જઈ શકે તેવી સુવિધા હશે. કુલ 7 ટાવર હશે. દરેક ટાવરમાં 100 રૂમ છે. દરેક રૂમમાં હવા -ઉજાશ,ગ્રીનરિ જળવાઈ રહે તેનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. એકસાથે 2100 પથારીવશ બીમાર વૃદ્ધોને આશરો આપી તેની સાર – સંભાળ લઈ સારવાર કરાશે.
ખોડલધામનાં પ્રણેતા નરેશભાઈ પટેલે સદભાવના ધામની મુલાકાત લીધી. સદભાવના વૃદ્ધાશ્રમનાં નવા ભવનનાં ભૂમિ પૂજન કાર્યક્રમની રૂપરેખાની સમીક્ષા કરી. તેમણે પ્રસંગોચિત્ત માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ‘સદભાવના વૃદ્ધાશ્રમનાં ભૂમિ પૂજનનાં સમારંભ માટે સદભાવના વૃદ્ધાશ્રમનાં સર્વે કાર્યકર્તાઓ અને સરદાર પટેલ સોશિયલ ગ્રુપ, પડધરીનાં સર્વે કાર્યકર્તાઓ ખુબ મહેનત કરી રહ્યા છે. તેમણે વૃદ્ધો અને વડીલો માટે જે વ્યવસ્થાનો વિચાર કર્યો છે એવો કદાચ વિશ્વનો આ પહેલો વૃદ્ધાશ્રમ હશે. આવતીકાલે જયારે આ નવા વૃદ્ધાશ્રમનું ખાતમુહુર્ત થઇ રહ્યું છે ત્યારે માં ખોડલનાં આશિર્વાદ મળી રહે તેવી શુભેચ્છા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *