

આપના પરીવારમાં તથા સ્નેહીમિત્રોમાં ઉજવાતા જન્મદિવસ, વેવિશાળ લગ્નોત્સવને એકાદ પશુનો જીવનોત્સવ બનાવો, કર્મ સંયોગે આવેલી માંદગીની અશાતા ટાળવા કોઈ એક પશુને અભયદાન આપી તેમને મહાશાતા આપો, સ્વજનના મૃત્યુના દુઃખદ પ્રસંગે એકાદ પશુને અભયદાન આપી, અનંત આશીર્વાદના સદભાગી બનો. દિવાળી, પર્યુષણ તથા ઉતરાયણ જેવા પવિત્ર પર્વના ધર્મોત્સવમાં અનેક જીવોને પણ પોષણ બક્ષી પર્વોપાસનાને દયાના રંગથી મઢી દો.
નથી વાચા આપી પ્રભુએ અમારી આંખડીને રડતી તો જુઓ,મૌન બની જખ્મો વેઠયા છે. અમારા આંસુનુ દર્પણ બનાવીને તો જુઓ,નથી માગ્યો અમારા ઋણનો બદલો ક્યારેય….તમારી પાસેથી બને તો અભયદાન આપી, તમારી ફરજ પુરી તો કરી જુઓ. આપણે સૌ જીવદયા પ્રેમી જીવો અને જીવવા દો’ થી પણ એક ડગલુ આગળ વધીને મુશ્કેલી વેઠીને પણ જીવાડો’ ના ચાહક બનીએ,
૧૩૫ વર્ષથી જીવદયાની અવિરત પ્રવૃતિ કરી રહેલા હાલ સંસ્થામાં આશરે ૩૦૦૦ નિરાધાર પશુઓ શાતાકારી રીતે આશ્રય લઈ રહેલછે એક જ દિવસનો આશરે ૧,૫૧,૦૦૦/- રૂપીયાથી પણ વધારે ખર્ચ થાય છે. એક દિવસનાં ઘાસ – ચારાની કાયમી તીથી યોજના ૨૫,૧૧૧ રૂપીયા થાય છે.
આ અંગેની ગઢડા પાંજરાપોળની યોજનાઓ (૧) રૂા.૨૫,૦૦,૧૦૧–વૃધ્ધ પશુઓ માટે મોટો શેડ ‘તેમા યોગ્ય તકતી અંકિત કરવામાં આવશે.”. (૨) રૂા. ૧૫,૦૦,૦૦૦ પશુઘર (ગઢડા ગ્રાઉન્ડમાં) (૪૮”×૩૦” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૩) રૂા. ૧૧,૫૧,૦૦૧–પ્રાર્થના કુટીર ઉપર (૪૮”x૨૪” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૪) રૂા. ૫,૫૫,૫૫૫ ચીડીયાઘર ઉપર (૪૮×૧૮” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૫) રૂા.૩,૫૫,૦૦૦ મેઈન ગેટની પાછળની બન્ને બાજુ (૪૮”×૧૮” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૬) રૂા.ર,૬૧,૦૦૦ ગૌ પ્રેમી, ગોલ્ડન દાતાની (૩૬”×૧૮” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૭) રૂા.૧,૨૫,૦૦૧– અબોલ જીવોના ઉધ્ધારક બની (૩૬”×૦૯” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૮)રૂા.૫૫,૫૨૧ અબોલ જીવોના સંરક્ષક બની (૩૬”×o6″ ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૯) રૂા.૨૫,૧૧૧–એક દિવસનાં ઘાસ ચારાની કાયમી તીથી યોજના એક ગાડી ઘાસ ચારો (૧૦) રૂ।.૧૧,૦૦૦ એક જીવને કતલખાને જતા અટકાવીને જીવે ત્યાં સુધી નિભાવવાની કાયમી તીથી. પ્રતિ વર્ષ ઘાસચારા નિભાવ ખર્ચ – યોજના પ્રતિ વર્ષ એક દિવસનાં રૂા. ૧,૫૧,૦૦૧ ઘાસચારાનાં ખર્ચના ૩૬૫ દાતાશ્રીઓની આ કપરા સંજોગમાં જરૂર હોવાથી, આપશ્રી પણ એક દિવસનો ખર્ચ આપવા ગઢડા પાંજરાપોળની નમ્ર વિનંતી છે. પ્રભુ જન્મ નરનારાયણ રૂપે વારંવાર લે છે. આપ અમારા માટે તેમાના એક પરમેશ્વર છો, અમારા આશીર્વાદ માથે હાથ મુકીને નથી મળતા, પરંતુ અમારી અંતરની દુઆ મૌન થઈને વિસ્તરે છે. અનુદાન આપવા માટે અમદાવાદ ઓફીસઃ બળવંતભાઈ આર. શાહ (ગઢડાવાળા) મો.૦૯૮૨૫૦ ૨૩૪૪૦, મનુભાઇ (ગઢડાવાળા) મો.૯૪૦૮૮૭૧૬૫૪, મુંબઈ ઓફીસ : મહેન્દ્રભાઈ આર ડેલીવાળા મો.૦૯૮૨૦૭૮૪૫૦૧, મહેશભાઈ આર. ડેલીવાળા મો.૯૮૨૦૧૧૭૦૧૫, બોમ્બે બાંદ્રા/સુરત સંપર્ક : છગનભાઈ ડુંગરાણી મો.૯૬૦૧૨૯૧૧૭૨, અશોકભાઈ (આત્માનંદ જેમ્સ) મો.૯૮૭૦૦૫૬૦૩૪, મહેશભાઈ ગાબાણી મો.૯૮૨૦૧ ૧૬૦૧૬, રાજકોટ સંપર્કઃ મિતલ ખેતાણી મો.૯૮૨૪૨ ૨૧૯૯૯, રજનીભાઈ આર. દોશી મો. ૯૪૨૬૯૩૦૭૭૬, મનોજ ડેલીવાળા મો. ૯૮૨૪૧ ૧૪૪૩૭ પર સંપર્ક કરવા ગઢડા મહાજન પાંજરાપોળની યાદીમાં જણાવાયું છે.