
‘ગાંધી જયંતી’ તથા ‘વિશ્વ પ્રાણી દિવસ’ નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત
સમગ્ર વિશ્વ આગામી તા.૦૨/૧૦/૨૦૨૧, શનીવારનાં રોજ ગાંધી જયંતી તથા તા.૪/૧૦/૨૦૨૧ ને સોમવારનાં રોજ ‘વિશ્વ પ્રાણી દિવસ’ (વર્લ્ડ એનીમલ ડે) તરીકે ઉજવણી કરશે. પ્રાણીનાં સંરક્ષણ, હકક માટેનો આ વિશ્વવ્યાપી દિવસ ગણવામાં આવે છે. આ પર્વ નિમીતે સમગ્ર ગુજરાતમાં કતલખાના ઈડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ દિવસોની પવિત્રતા ધ્યાનમાં લઈને જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈડા અને મચ્છીનાં વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત જનતા વતી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ દ્વારા વિનંતી કરાઈ છે.