• કોઈ પણ રાષ્ટ્રની શ્રેષ્ઠતાનો આધાર એ દેશનાં નાગરીકો ત્યાં રહેતા પશુ-પક્ષી કે પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે તેનાં પર રહેલો છે – ગાંધીજી

મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા તરીકે જાણીતા છે. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. ગાંધીજી એટલે અહિંસાનાં પુજારી. તેઓ કાયમ અહિંસામાં જ માનતા હતા. તે કહેતા કે આ એક શબ્દ નથી. આખી સંહિતા છે. તે એક  આચરણ છે. અહિંસા એ મનુષ્ય જાતિની પ્રબળ શક્તિ છે. માણસે સર્જેલા પ્રચંડ શસ્ત્રો કરતાં એ વધારે પ્રચંડ છે. અહિંસા એવી શક્તિ છે તેનો પ્રયોગ બાળક, યુવાન, સ્ત્રી, વૃદ્ધ સો સરખી રીતે કરી શકે છે. માત્ર તેમનામાં પ્રેમ સ્વરૂપ ઈશ્વર વિશે અવિચળ શ્રદ્ધા હોવી જોઈએ અને મનુષ્યમાત્રને માટે સમાન પ્રેમ હોવો જોઈએ. અહિંસાનો જીવનધર્મ તરીકે સ્વીકાર કરવામાં આવે તો તે જીવનના પ્રત્યેક કાર્યમાં પ્રગટ થાય છે. અહિંસાનો સિદ્ધાંત દરેક પ્રકારના શોષણનો સંપૂર્ણ નિષેધ કરે છે માટે આગામી તા.30/01/2022, રવીવારનાં રોજ રાષ્ટ્રપિતા ગાંધીજી નિર્વાણ દિન નિમીતે સમગ્ર ગુજરાતમાં કતલખાના, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્રારા રજુઆત કરવામાં આવી છે. આ દિવસની પવિત્રતા ધ્યાનમાં લઈને જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીનાં વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત જનતા વતી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ દ્વારા વિનંતી કરાઈ છે.

કોઈ પણ રાષ્ટ્રની ગુણવત્તાનો આધાર એ દેશનાં નાગરીકો ત્યાં રહેતા પશુ-પક્ષી કે પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે તેનાં પર રહેલો છે – ગાંધીજી

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *