સૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ– એનીમલ હેલ્પલાઇન, વિકલાંગ પ્રેરણા ટ્રસ્ટ, અંધ અપંગ સેવા ટ્રસ્ટ (જયાં અભ્યાસ કરતાં અંધ વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા-જમવાની વિગેરે તમામ સુવિધા છે.), શ્રી સતુઆ બાબા આશ્રમ (વારાણસી), સહિતની સેવા સંસ્થાઓના ટ્રસ્ટી, તેમજ અંધ—અપંગ ગૌશાળા (વાંકાનેર), માં ગૌરી ગૌશાળા સહિતની અનેક ગૌશાળા સાથે તન, મન, ધનથી સંકળાયેલા રઘુવંશી શ્રેષ્ઠી ઘનશ્યામભાઈ ઠકકર પોતાની ઝળહળતી વનયાત્રાના ૭૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. માં ગાયત્રીની ઉપાસના થકી જયોતિર્વિદ તરીકે ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈએ નામના મેળવી છે. તેમના પ્રાસંગિક લેખો અખબારો, મેગેઝિનોમાં સતત પ્રકાશિત થતા રહે છે. પ્રકાશિત થયેલા પુસ્તકો સ્વર સિધ્ધિના ચમત્કારો, સરળ ગાયત્રી સાધના, ગાયત્રી જ્ઞાન-વિજ્ઞાન, મહામાયા મોમાઈ, ટહુંકે ટહુંકે, સંગ સંગ પતંગ સંગ તેમજ ‘અવતરણ’ લોકચાહના પ્રાપ્ત કરી રહયા છે. સંવેદનશીલ સર્જક, ગાયત્રીમાતાના વિનમ્ર અને સિધ્ધ ઉપાસક અને જયોતીષવિદ્યાના અચ્છા જાણકાર, નિઃસ્વાર્થ ભાવે નિઃશૂલ્ક સેવા આપતાં શ્રી ઘનશ્યામભાઇ ઠકકરનું આંતર–બ્રાહય વ્યકિતત્વ પ્રથમ નજરે જ સ્પર્શી જાય તેવું છે. સિધ્ધાંતોની ભારેખમ ભાષામાં રજૂઆત કરવાને બદલે તેઓ સહજ—સરળ દૃષ્ટાંતો સાથે એને મુકી આપે છે જેથી સામાન્ય જન પણ તે સમજી શકે છે. તેઓ ગૌમાતા માટે ઘાસ તથા ઉનાળાના ધોમધખતા તાપમાં ગૌમાતાને સાતા મળે તે માટે ગોળનાં પાણીનું વિતરણ, ગૌ સેવક, જીવદયા પ્રેમી તો છે જ સાથે વિકલાંગોના લાભાર્થે સમુહલગ્ન, વિકલાંગોના ડાંડીયારાસના આયોજનો તેમજ ઠંડીમાં ધાબળા વિતરણ, ઉનાળામાં ચપ્પલ વિતરણ સહિતની પ્રવૃતિઓ કરતા રહે છે. ઘનશ્યામભાઈ ઠક્કર દર વર્ષે ચૈત્રી અને શારદીય નવરાત્રી દરમ્યાન અનુસ્ઠાન અને મૌન વ્રત ધારણ કરે છે. વિનાશક વાવાઝોડા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે પછી ભૂકંપ, કોરોના લોકડાઉન અને અન્ય અકસ્માતોએ સર્જેલી કુદરતી આફતો હોય ઘનશ્યામભાઈ, કશી જ જાહેરાતો વિના મૂકસેવા કરવા ખડેપગે તૈયાર જ હોય. ભૂખ્યાને અનાજ આપવું કે નિવસ્ત્ર લોકોને વસ્ત્રો પૂરાં પાડવા જેવી લોકોની પ્રાથમિક જરૂરીયાતો સંતોષવા માટે ઘનશ્યામભાઈ અને એના સેવાભાવી મિત્રો સદાય તત્પર હોય છે.
ઘનશ્યામભાઈ ઠકકર તેમના જન્મદિનની ઉજવણી ચકલીના માળા તેમજ પક્ષીઓના પાણી પીવાના કુંડા તેમજ ગૌમાતાની પાણી પીવાની કુંડીના નિઃશુલ્ક વિતરણ,બાળકોને ભોજન થકી કરશે.
ઘનશ્યામભાઈ ઠક્કર (મો. ૯૮૭૯૧ ૨૫૭૨૫)