ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં હોય, તુટેલા હોય કે માટીના કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય તે ફરી રીપેર કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને ફળદ્રુપ માટી ડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમની ક્ષમતા વધારવામાં આવે છે અને ખેડૂતોને ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી આપી પાક ઉત્પાદન પુષ્કળ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારના સમયમાં ફકત રાજકોટ જીલ્લામાં જ ૩૦૦૦ થી વધુ અને સૌરાષ્ટ્રમાં ૫૦ હજારથી વધુ ચેકડેમો જર્જરીત અને તુટેલી હાલતમાં છે તેમજ ઘણા ડેમોમાં માટીથી ભરાઈ ગયેલ અને ખૂબ જ છીછરા થઈ ગયેલ હાલતમાં છે. જે ચેકડેમોને દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા રીપેર કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા વર્ષો પહેલા બનેલા ચેકડેમો જે આજે જર્જરીત હાલમાં અને અમુક ભાગો તુટી જતાં તેમજ તે સમયે એટલે ૨૫ થી ૩૦ વર્ષ પહેલા ૩૦ થી ૫૦ ફૂટે જમીનના પાણીના તળ હતા ત્યારે ૩ થી ૫ ફૂટ ઉડાઈવાળા ચેકડેમો બનેલા હતા. આજે તેમાં ખેતીનું ધોવાણ થઈ માટીથી અડધા ચેકડેમો ભરાઈ ગયેલ હાલતમાં હોય છે. તેના હિસાબે પાણીની સંગ્રહ શકિત ખૂબ ઘટી ગઈ છે અને જમીનના તળમાં ઉતરતું બંધ થઈ ગયું હોય છે અને આજે પાણીના તળ ૫૦૦ થી ૨૫૦૦ ફૂટ ઉંડા જતા રહયાં છે. જે આધુનીક યંત્રોથી પાતાળથી પાણી ખેંચી જમીનની ફળદ્રુપતા ખૂબ ઘટી ગઈ છે. ખેડૂતો ઓર્ગેનીક ખેતી તરફ વળે અને જે ઉત્પાદનથી માનવજાત તેમજ સર્વે જીવ-જંતુઓ, પશુ-પક્ષીઓ નિરોગી બને છે. જો ગામડા સધ્ધર હોય તો ભારત ફરી પાછી સોનાની ચીડીયા બની શકે.

આ કાર્યક્રમમાં સરકારશ્રી તેમજ પ્રજાજનો ને સાથે રાખીને આ કાર્યને આગળ ધપાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રની ધરતીનો આકાર ઉધી રકાબી જેવો છે, તેથી વરસાદનું પાણી વહીને મોટા પ્રમાણમાં દરીયામાં જતું રહે છે. આ વરસાદી પાણી બચાવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય તે ચેકડેમ છે. આથી ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ ઉંડા કરવા, ઉંચા કરવા, જર્જરીત ચેકડેમ રીપેરીંગ કરવા અને નવા પણ બનાવવાનું એક સુંદર મજાનું અભિયાન છેલ્લા પાંચ મહિનાથી લોક ભાગીદારીથી ઉપાડવામાં આવ્યું છે.આપણે જાણીએ છીએ કે પાણી વગર જીવન સંભવ નથી પશુ-પક્ષી અને પર્યાવરણની કલ્પના પણ પાણીના અભાવમાં થઈ શકે નહી. વળી ચેકડેમના રિપેરીંગના નજીવા ખર્ચથી જમીનમાં ઉડે ઉતરી ગયેલાં પાણીના તળ પણ ઉંચા આવે જેથી ખેડૂતને ઉત્પાદનમાં ખૂબ જ લાભ થાય અને દેશનાં અન્ન ઉત્પાદનમાં પણ વૃધ્ધિ થાય.

આમ ચેકડેમ માટે કરવામાં આવતા નજીવા ખર્ચની સામે અનેક ગણું વળતર મળે છે. હાલમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને મે મહિના સુધી ડેમમાંથી માટી તથા કાંપ વિનામુલ્યે સ્વખર્ચે લઈ જવાની છૂટ આપવામાં આવેલ છે, જેથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે. એક અંદાજ મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મળીને ૫૦,૦૦૦ ચેકડેમ રીપેરીંગ માંગે છે.

આ મીટીંગમાં દાતાશ્રીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો જેમાં ઉદ્યોગપતિ જમનભાઈ પટેલ (ડેકોરા બીલ્ડર) દ્વારા નવો ચેકડેમ બાંધવા માટે ૨૦ લાખ રૂપીયા, ડો. વલ્લભભાઈ કથીરિયા દ્વારા તેમના ટ્રસ્ટમાંથી ૨૦ લાખ રૂપીયા, ટર્બો બેરીંગના પ્રતાપભાઈ પટેલ તરફથી ૧૧ ચેકડેમ રીપેરીંગ માટેનું દાન, માર્કેટીંગ યાર્ડ–રાજકોટના ચેરમેન ભરતભાઈ બોઘરા દ્વારા ૨ ચેકડેમ રીપેરીંગ માટેનું દાન, અરવિંદભાઈ પાણ (હાયબોન્ડ સીમેન્ટ) દ્વારા પાંચ ચેકડેમ રીપેરીંગનું દાન, સર્વોદય સ્કૂલના ચેરમેન ભરતભાઈ ગાજીપરા ચેકડેમ બનાવવા માટે ઢોલરા ગામને દતક લેવાની જાહેરાત કરેલ, ફાલ્કન ગ્રૂપના જગદીશભાઈ દ્વારા પાંચ ચેકડેમ માટેનું દાન, ભરતભાઈ પરસાણા દ્વારા તેમના પિતાશ્રી ભુરાભાઈ પુંજાભાઈના સ્મરણાર્થે ત્રણ ચેકડેમ ઉંડા કરવા માટેની જાહેરાત કરેલ, શ્રી ગીરીરાજ હોસ્પિટલના રમેશભાઈ ઠકકર દ્વારા બે ચેકડેમ રીપેર કરાવી આપેલ છે અને ડેમમાંથી માટી ઉપાડવા ૧ મહિનાનો જે.સી.બી.ના ખર્ચનું દાનની જાહેરાતો કરવામાં આવેલ હતી.

ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરની અધ્યક્ષસ્થાને ‘પાણી બચાવો’ અભિયાન અંતર્ગત વિચાર-વિમર્શ વિરાભાઈ હુંબલના ‘મુરલીધર ફાર્મ’ ખાતે કરાયો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, ડો. શ્રીમતી દર્શિતાબેન શાહ તેમજ ઉદ્યોગપતિશ્રીઓ પરેશભાઈ ગજેરા, લલીતભાઈ (પટેલ ડાઈનીંગ), જયેશભાઈ બોઘરા, અરવિંદભાઈ પાણ, જે.કે. પટેલ, ચેતનભાઈ સુરેજા, રમેશભાઈ ભૂવા, ચંદ્રદીપભાઈ ડવ, ચેતનભાઈ ગણાત્રા, ભાસ્કરભાઈ જસાણી, ઘીરેનભાઈ સંખાવરા, દશરથભાઈ જાડેજા, દિલીપભાઈ મહેતા, રવિભાઈ પટેલ, પ્રકાશભાઈ કાનાબાર, ગોપાલભાઈ બાલધા, ડેનીશભાઈ અડવાણી, માવજીભાઈ જાવીયા, મૂળજીભાઈ વાંસજાળિયા, વિપુલભાઈ કણસાગરા, મનીષભાઈ વિરમગામા, સતીશભાઈ બેરા, કિશોરભાઈ કાથરોટીયા, પ્રવિણભાઈ ભુવા, પ્રતાપભાઈ પટેલ, ઘનશ્યામભાઈ હેરભા, મયૂરસિંહ જાડેજા, પ્રકાશભાઈ કનેરિયા, વસંતભાઈ લીંબાસીયા, વલ્લભભાઈ લીંબાસીયા, કે.એન. ગજેરા, પ્રવિણભાઈ માકડીયા, ચંદુભાઈ હુંબલ, જમનભાઈ પટેલ, ગભરુભાઈ ગરૈયા, રાજુલભાઈ, ધર્મેશભાઈ જોગીયા, સંજયભાઈ ટાંક, ભરતભાઈ ગાજીપરા, મિતલ ખેતાણી, અમીતભાઈ (ભાભા હોટલ), ભરતભાઈ પરસાણા, કનુભાઈ વિરાણી, ડો. વલ્લભભાઈ કથીરિયા, ગોરધનભાઈ ધામેલીયા, હિતેશભાઈ પોપટ, રામજીભાઈ માવાણી, જેરામભાઈ વાંસજાળીયા, હિતેશભાઈ ચોકસી, જીવનભાઈ મણવર, વસંતભાઈ ખાંટ, રામજીભાઈ ગઢીયા, ભરતભાઈ ટીલવા, વિનુભાઈ કંટેસરીયા, જયભાઈ માવાણી, રમેશભાઈ અજુડિયા, ઘોઘુભા જાડેજા, ધર્મેશભાઈ ઠકકર, જગદીશભાઈ કોટડીયા, પુરુષોતમભાઈ કમાણી, અમૃતભાઈ ડકીયા, રમેશભાઈ ઠકકર, વજુભાઈ ધામી, કાંતિલાલભાઈ ભુત, હસમુખભાઈ વિરમગામા, ભરતભાઈ ભુવા, વિરાભાઈ હુંબલ વિગેરે ઉપસ્થિત રહયાં હતાં.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુરલીધર ફાર્મના વિરાભાઈ હુંબલ, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, રમેશભાઈ જેતાણી, ભરતભાઈ ભુવા, મનીષભાઈ માયાણી, વિઠલભાઈ બાલધા, રતીભાઈ ઠુંમર, લક્ષ્મણભાઈ શીંગાળા, અશોકભાઈ મોલીયા, માધુભાઈ પાંભર, મનદીપ સખીયા, પ્રદીપ મંગલપરા, હાર્દિક સરવૈયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ અંગેની વિશેષ માહિતી માટે દિલીપભાઈ સખીયા (મો.૯૪૨૭૨ ૦૭૮૬૮), દિનેશભાઈ પટેલ (મો.૯૮૨૪૨ ૩૮૭૮૫) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.