- શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા દ્વારા વિના મુલ્યે કુત્રિમ પગ અને પગના કેલીપર્સનું વિતરણ
શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિની સ્થાપના 1975માં જયપુરમાં 1975 માં પદ્મભૂષણ શ્રી ડી આર મહેતા દ્વારા કરવામાં આવી હતી. 46 વર્ષથી કાર્યરત આ સંસ્થા દિવ્યાંગોને વિનામૂલ્યે કૃત્રિમ અંગો, કેલિપર્સ વગેરે ફીટ કરવાની બાબતમાં વિશ્વની સૌથી મોટી સંસ્થા છે. આ સંસ્થાનો હેતુ શારીરિક રીતે વિકલાંગ લોકોનું શારીરિક, સામાજિક અને આર્થિક પુનર્વસન કરવાનો છે. સમગ્ર ભારત અને વિશ્વના અન્ય દેશોમાં આ સંસ્થાના કેન્દ્રો છે, દર વર્ષે આશરે 25000 થી 30000 વિકલાંગોને સેવા આપવામાં આવે છે. જયપુર ફૂટ ન્યુયોર્કનાં માનનીય પ્રમુખ શ્રી પ્રેમ ભંડારી અને ખજાનચી શ્રી યતિન દોશીનાં અથાગ પ્રયાસોનાં પરિણામે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને શ્રી શિવકુંજ આશ્રમ અધેવાડાના સંયુક્ત પ્રયાસો દ્વારા લક્ષચંડી યજ્ઞના શુભ અવસરે, પ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરુજીની પવન પ્રેરણાથી 150 દિવ્યાંગોને વિનામૂલ્યે કેલિપર્સ આપવા માટે દિવ્યાંગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જરૂરિયાતમંદ દિવ્યાંગજન આ યજ્ઞમાં ભાગ લઈ શકશે અને કૃત્રિમ પગ અને કેલિપર્સની મદદથી સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા સાથે તેમનું જીવન જીવી શકશે. માનવજાતની સેવાના આ પવિત્ર કાર્યનો લાભ લેવા માટે તમામ નાગરિકોને આમંત્રિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં શિવકુંજ માનસ પરિવારનાં પરમ પૂજ્ય સીતારામ બાપુ (નિમિત માત્ર) ગાદીપતિ, ગોપાનાથ મહાદેવ મુખ્ય યજમાન તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમ ગાયત્રીનગર અને મોનીનગરની વચ્ચે જે. પી. રોડ, બાયપાસ રાજુલા રોડ, તા – મહુવા જી-ભાવનગરમાં તારીખ 12 ડીસેમ્બરથી 20 ડીસેમ્બર સુધી સતત સવારે 10 કલાકેથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. જો કોઈ આ કાર્યક્રમમાં જોડાવા માંગતા હોય તેમને ભૂષણ વાયડા(મો. 9653498146) નો સંપર્ક કરી નામ નોંધાવવું ફરજીયાત છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે મેહુલભાઈ બુધેલીયા (મો. 9925530400) અને મનસુખભાઈ સોલંકી (મો. 9909169107)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
