ગુજરાતનાં રાજયનાં પશુધનમાં ગાય, ભેંસમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ લમ્પી વાયરસનાં લક્ષ્ણો જોવા મળતા આ અંગે યોગ્ય કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલને ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયના એડવાઈઝરી કમિટીના માનદ સલાહકાર મિતલ ખેતાણી દ્વારા રજૂઆત કરવામાં આવી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષ મે—જૂન માસમાં લમ્પી રોગે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો અને લાખો પશુઓ મૃત્યુને ભેટયા હતા. તેવી જ રીતે આ વર્ષે પણ ગુજરાતના ગૌ ધન, ભેંસમાં લમ્પી સ્કીનનો રોગ શરૂ થયો છે. સારવાર કરવાથી આ રોગને કાબૂમાં લઈ શકાય છે. આ રોગથી કોઈપણ વ્યકિતને ડરવાની જરૂરી નથી કારણ કે આ રોગ માત્ર પશુઓમાં જ જોવા મળે છે. લમ્પી સ્કીન ડીસીઝ એ એક ગંભીર રોગ થઈ શકે (જો પૂરતી સારવાર ન મળે તો) તે પ્રકારનો વાયરલ રોગ છે. જે ગાય અને ભેંસમાં વધુ જોવા મળે છે. આ રોગનો ફેલાવો ખાસ કરીને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જે પશુને આ રોગ થયો છે તે બીજા પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે ખાસ કરીને જંતુઓ અને મચ્છરથી વધુ ફેલાવો થાય છે.

આ રોગના મુખ્ય લક્ષ્ણો ચામડીમાં ગાંઠ થવી. ઉચ્ચ તાવ આવવો, નબળાઈ આવવી, પશુઓ ખાવા પીવાનું છોડી દેવું. લાળ પડવી, ચામડી પર અલ્સર પડવા. આ રોગને નિયંત્રણમાં લાવવા માટે ઈન્ફેકશન થઈ ગયું તેવા પશુઓને અલગ કરવા અને તુરંત જ પશુ ડોકટરનો સંપર્ક કરીને સારવાર કરાવવી.

ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયના એડવાઈઝરી કમિટીના માનદ સલાહકાર મિતલ ખેતાણી, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઈ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ,ગૌરાંગભાઈ ઠક્કર અને પારસભાઈ ભરતભાઈ મહેતા સહિતનાઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલને આ અંગે યોગ્ય પગલાઓ ભરવા રજૂઆત કરવામાં આવી છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *