
- પવિત્ર પર્યુષણ પર્વ નિમીતે ૧૧૦૦૦ જેટલી માંદી, લુલી—લંગડી ગાયોની દેવભાવથી સેવા કરતી ગુજરાતની મોટામાં મોટી શ્રી જલારામ ગૌશાળા (ભાભર, જિલ્લો : બનાસકાંઠા) તથા ગૌ હોસ્પીટલ અનુદાન આપવા અપીલ
- જલારામબાપાના નામથી ચાલતી તથા વત માન યુગનો ચમત્કાર દર્શાવતી ગૌશાળા એટલે શ્રી જલારામ ગૌશાળા ભાભર, પ્રતિદીન સરેરાશ ૬,૫૦,૦૦૦/- નો ખર્ચ. પરમ-શ્રદ્ધેય સંતશ્રી દતશરણાનંદજી મહારાજ (ગૌધામ—પથમેડા)ના આશીર્વાદ
- ગૌવંશના નિભાવ હેતુ ગુજરાતની સૌથી આધુનીક ૨૫૦ વિઘામાં પથરાયેલ શ્રી હરિધામ ગૌશાળાનું નિર્માણ. ૬ એકર ભૂમિમાં ગૌ હોસ્પિટલનું નિર્માણ, સમગ્ર ઉત્તર ગુજરાતને કવર કરતી ૨૨ ગૌ એમ્બયુલન્સ, ૩ એકર જગ્યામાં ગૌ સંવર્ધન કેન્દ્ર
- માનવ સેવા, ઘાયલ પશુ-પક્ષીઓની સેવા, કીડીઓને કીડીયારૂં વગેરે જીવદયાનાં કાર્યો, મંદબુધ્ધિ, અપંગ, વિધવા, નિરાધાર એવા ૨૩૬ પરિવારોને દર મહિને જીવનનિર્વાહ કીટનું વિતરણ
- શ્રી જલારામ ગૌશાળા-ભાભર, એક તિર્થભૂમિ, એકપણ રૂપીયાની ફીકસ ડીપોઝીટ નહી.
- ગાયની ઇમ્યુનિટી વધારવા રોજનો 10 લાખનો ખર્ચ, લેમ્પી રોગના લીધે 2 કરોડ રૂપિયાનું દેણું
રાજયના ભાભર (બનાસકાંઠા)માં આવેલી દેશની સૌથી મોટી ગૌશાળા ભીડમાં મુકાઈ છે. જલારામ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત આ ગૌશાળા પર હાલમાં બે કરોડનું દેવું થઈ ગયું છે જેનું કારણ છે ગાયોમાં ફેલાયેલો લમ્પી રોગ. આ રોગચાળાને લીધે હાલમાં ગાયોને વધુ પડતો પૌષ્ટિક આહાર આપવો પડે છે જેના લીધે દૈનિક ખર્ચમાં આશરે ૫૦ ટકા જેટલો ખર્ચ વધી ગયો છે. આ ખર્ચ વધીને રોજનો ૧૦ લાખ સુધી પહોંચી ગયો છે. હાલમાં સંસ્થામાં ૧૧000 જેટલી અશકત, વૃધ્ધ, બીમાર અને લમ્પીગ્રસ્ત ગાયો અને નંદી છે. જેમાંથી ૫૦૦ ગાય લમ્પીગ્રસ્ત જયારે ૧૨૦૦ જેટલા નંદી છે. મોટાભાગની ગાયો બીમાર, વૃધ્ધ અને અશકત હોઈ તેમને લમ્પી ન થાય તે માટે તેમની ઈમ્યુનિટી વધારવી જરૂરી છે. આ માટે તેમને ખાસ ખોરાક આપવામાં આવે છે જેના માટે વધુ ખર્ચ કરતા અત્યારે રોજનો ૧૦ લાખ જેટલો થાય છે આના કારણે સંસ્થાને આશરે ૨ કરોડ જેટલું દેવું થયું છે. પહેલા જે દાણ ૧૫૦ બોરી મંગાવવામાં આવતી અત્યારે તે દાણ રોજની ૪૦૦ બોરી મંગાવવામાં આવે છે ગાયમાતાની દવાઓનો ખર્ચ પણ વધ્યો છે. લમ્પી વાયરસને કારણે ગૌમાતાની ઈમ્યુનીટી વધારવા માટે ગૌમાતાને ગવારનો ભરડો, જવનો ભરડો, મકાઈનો ભરડો, કપાસનો ખોળ, ટોપરું, હળદર, તેલ, ગોળ, અજમો, મેથી મિશ્રીત ખોરાઈ અપાઈ રહયો છે. જેથી આ ખોરાક ગાયને લમ્પી વાયરસ સામે રમણ આપી શકે, પવિત્ર પર્યુષણ પર્વ નિમીતે ૧૧૦૦૦ જેટલી માંદી, લુલી- લંગડી ગાયોની દેવભાવથી સેવા કરતી ગુજરાતની મોટામાં મોટી શ્રી જલારામ ગૌશાળા (ભાભર, જિલ્લો : બનાસકાંઠા) તથા ગૌ હોસ્પીટલ અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે.
પરમ ધ્યેય સંતશ્રી દતશરણાનંદજી મહારાજ (ગૌધામ-પથમેડા), પ્રેરીત માંદી, લલી લંગડી ગાયોની દેવભાવથી સેવા કરતી ગૌશાળા તથા ગૌ હોસ્પિટલ એટલે શ્રી જલારામ ગૌશાળા. શ્રી જલારામ ગૌશાળા (ભાભર, જિલ્લો બનાસકાંઠા)એ માંદી ગાયોની સારવાર ઓપરેશનો અને નિભાવ કરતી ગુજરાતની સૌથી મોટી ગૌ હોસ્પિટલ તથા ગૌશાળા છે. જયાં હાલ લગભગ ૧૧૦૦૦ જેટલી ગાયોની સારવાર તથા નિભાવ થઇ રહયો છે. શ્રી જલારામ ગૌશાળા ભાભર છે એક પુણ્યની પરબડી. છેલ્લા ૩૬ વર્ષથી અહિં થાય છે, ગૌ માતાઓની દેવભાવથી સેવા, સુશ્રુષા. બનાસકાંઠા જીલ્લાના અંતરીયાળ ભાભર ગામમાં આવેલ શ્રી જલારામ ગૌશાળા ‘ની સ્થાપના આજથી ૩૬ વર્ષ પહેલા એકલ-દોકલ ગાયોની સારવારના હેતુથી થયેલ શરૂઆતથી ગૌ સેવકોનો એક જ ભાવ રહેલ કે આવેલ ગાય દુઃખી ના થવી જોઇએ અને આવેલ ફંડનો માત્ર ગૌસેવાના કાર્યમાંજ ઉપયોગ થવો જોઇએ. આ ગૌશાળાને વર્તમાન યુગનો ચમત્કાર એટલે કહેવું પડે છે કે આજ સુધી ટ્રસ્ટીઓની કોઇ વિધિસરની મીટીંગ મળી નથી અને આ ગૌશાળામાં કયારેય નાંણાની ઘટ નથી પડી કે નથી પડયો વધારો. જોઇએ એટલું જલાબાપા આપી દે છે. ક્યારેય ફીક્સ ડીપોઝીટ મૂકવાનો પ્રસંગ નથી આવ્યો કે નથી વ્યાજ મેળવવાનો પ્રસંગ આવ્યો. અત્યારે પણ એકાદ કરોડ રૂપીયાનું દેવું છે. શ્રી જલારામ ગૌશાળા ભાભરમાં ૬ એકર ભૂમિમાં ગૌ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે જયાં ૨૨ એમ્બયુલન્સો દ્વારા લગભગ ૨૫૦ કિ.મી. સુધીથી રોજે રોજ ૨૦ થી ૨૫ માંદી ગાયોને લાવવામાં આવે છે. જયાં ૫૦ ડોકટરો અને (એલ.આઇ.)નો સ્ટાફ ઓપરેશનો તથા પાટાપીંડી કરી ગાયોને સાજી કરે છે. અહિં, ગાયોના કેન્સર વોર્ડ, આહ (મૂત્રારાયનો ભાગ બહાર નીકળી જવો) વોર્ડ, ફેકચર વોર્ડ, સીઝેરીયન વોર્ડ, સૂરદાસ વોર્ડ, આઇ.સી.યુ.યુનીટ, બર્ન વોર્ડ, કીડની વોર્ડ અને વૃધ્ધાશ્રમ વોર્ડ જેવા અલગ અલગ વોર્ડમાં ગાયોને રાખીને સારવાર કરવામાં આવે છે. ફેકચરનો ભોગ બનેલ ગાયો માટે એક્સ-રે મશીનની સુવિધાનો ઉપયોગ થાય છે. એસીડથી દાઝેલી ગાયો માટે (એસી) વોર્ડની સગવડ છે. રોજે રોજ જે ગાયો આવે છે તેમાથી સરેરાશ ૩ થી ૪ ગાયોનું મરણ થાય છે. કુલ ૨૫૦ વ્યકિતઓના વેતનીક સ્ટાફ ગાયોની સારસંભાળમાં રોકાયેલા છે. પ્રતિદીન સરેરાશ ૬,૫૦,૦૦૦/– ના ખર્ચ સામે ટ્રસ્ટીઓ માત્ર ઉતરાયણ ઉપર એકવખત ફાળો ઉઘરાવે છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં ૧૫૦૦૦ જેટલા દાનપાત્રો મુકેલ છે. જેમાંથી ૬૦ થી ૭૦ હજાર જેટલી રકમ રોજ એકઠી થાય છે. અમદાવાદ ખાતે ગૌશાળાની ઓફીસ છે જયાં ૨૦ વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત છે. અને એમ્બ્યુલન્સ માંદી ગાયોને લઇ જવા અમદાવાદ ખાતે જ રહે છે. ૩ એકર જગ્યામાં સંવર્ધન કેન્દ્ર બનાવેલ છે જયાં સારી ઓલાદની તૈયાર થયેલ ગાયોને સારા સારા ખેડૂતોને ટોકન રાશી સામે આપવામાં આવે છે. ગૌશાળામાં માત્ર બિમાર, અશકત, વૃધ્ધ, ન વિયાઇ શકે તેવી જ ગાયોનો નિભાવ થાય છે. આવા ગૌવંશના નિભાવ હેતું ગુજરાતની સૌથી આધુનીક ૨૫૦ વિઘામાં પથરાયેલ શ્રી હરિધામ ગૌશાળાનું નિર્માણ કરેલ છે. અહિ સરસ મજાના હવાઉજાસ વાળા શેડો, સરોવર, ઘાસ ગોડાઉનો, ગોવાળઘરો, અને ઓફીસનું નિર્માણ કરેલ છે. પ્રાતઃ સ્મરણીય સંતશ્રી હરિરામ બાપાના આશીર્વાદથી આ ગૌશાળાની સ્થાપના કરવામાં આવેલ છે. ગાયોને આપવાનો તમામ ઘાસચારો કટર મશીનથી કાપીને આપવામાં આવે છે.
માંદી ગાયોને ખોરાકમાં કપાસખોળ, ટોપરા, ગોળ, બાજરીના રોટલા વગેરે રોજેરોજ સ્વયંસેવકો દ્વારા જાતે બેસીને ખવડાવવામાં આવે છે. ઉતર ગુજરાતના લગભગ દરેક શહેરમાં ગૌ એમ્બ્યુલન્સોની સુવિધા ચાલુ કરાવેલ છે, મા વિનાના નાના-નાના વાછરડાઓને નાના બાળકોની જેમ ટોટીથી દૂધ પીવડાવવામાં આવે છે. શ્રી જલારામ ગૌશાળામાં ગૌ સેવા ઉપરાંત માનવ સેવા, ઘાયલ પશુ-પક્ષીઓની સેવા, કીડીઓને કીડીયારૂં વગેરે જીવદયાનાં કાર્યો થાય છે. મંદબુધ્ધિ, અપંગ, પાગલ, વિધવા, નિરાધાર એવા ૨૩૬ પરિવારોને દર મહિને જીવનનિર્વાહ કીટનું વિતરણ કરવામાં આવે છે. ઉતરાયણ ઉપર અમદાવાદમાં ઘાયલ પક્ષીઓની સારવારનું સુંદર કાર્ય અમદાવાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સાજા થયા પછી જે પક્ષીઓ ઉડી ના શકે તેવા હોય તે તમામ પક્ષીઓને આજીવન અહીં શ્રી હરિધામ ગૌશાળાના વિશાળ મોર ઘરમાં આશ્રય આપવામાં આવે છે. ૧૫ લાખના ખર્ચે વિશાળ મોર ઘરનું નિર્માણ કરવામાં આવેલ છે. ગાયોને પીવાના પાણી માટે વિશાળ સરોવરનું નિર્માણ કરેલ છે. લગભગ ૨૦૦૦ વૃક્ષોથી લહેરાતી આ વિશાળ ગૌશાળાએ જલાબાપાનો વર્તમાન યુગનો ચમત્કાર જ સમજો, અહીં નથી ક્યારેય નાંણાના અભાવે કોઇ ગાય ભૂખી રહી કે નથી ક્યારેય ફીકસ ડીપોઝીટો બનાવીએ એટલું વધારે નાણા આવ્યા. જેટલી જરૂર એટલું શ્રી જલારામ બાપા આપ્યે રાખે છે. શ્રી હરિધામ જાણે સાક્ષાત પરમપીતા શ્રી ગોપાલ કૃષ્ણ જ આ વિશાળ ગૌશાળા ચલાવી રહયાં હોય તેવું લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગાયોની સેવા કરી જગતને રાહ ચીધ્યો, ગાંધી બાપુએ કહયું છે કે જયાં સુધી ગાય હશે ત્યાં સુધી હિન્દુ ધર્મ રહેશે. આચાર્ય રજનીશે કહયું છે કે વિશ્વનું છેલ્લામાં છેલ્લું પ્રાણી ગાય હશે. આવો ગૌ રૂપી ખજાનો આજે વિનાશને આરે ઉભો છે. તેને બચાવવા ગામે ગામ જાગૃતિ આવી રહી છે. પ્રાતઃસ્મરણીય ગુરૂદેવ શ્રી હરિરામબાપાની પ્રેરણા તથા તેમના પુનિત આશીર્વાદથી શ્રી હરિધામ ગૌશાળાના કાર્યનો શુભારંભ કરેલ. ગૌસેવા, માનવસેવા, પશુપંખીઓની સેવા અને કીડી જેવા નાના જંતુઓની સેવાનું લક્ષ્ય રાખી શ્રી હરિધામનું નિર્માણ કાર્ય આરંભેલ. પરમપિતા પરમાત્માની અસીમ કૃપાથી ૧૮૦ વિઘા જમીન ખરીદી ત્યાં ગાયો માટે હવા ઉજાસ વાળા શેડો, ઘાસ ગોડાઉન, ગોવાળ કવાર્ટર, પાણીની વિશાળ ટાંકી, સરોવર, પક્ષીઘર તથા મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ વિગેરેનું નિર્માણ કરેલ છે. શ્રી હરિધામ ગૌશાળામાં ૧૧૦૦૦ ગાયો માટેના આવાસ (શેડો) ગાર્ડન, ઉપેક્ષિત વડિલો માટે ” વડીલોનું વૈકુંઠ” વૃધ્ધાશ્રમ, નિરાધાર બાળાઓ તથા માનસિક અસ્થીર મહિલાઓ માટે આશ્રમ શાળા, પંચગવ્ય આધારીત ઔષધાલય (દવાખાનું) સહ પશુ નિરીક્ષક (એલ.આઇ) કોલેજની સ્થાપના આવા અનેક શુભકાર્યો કરવાના સંકલ્પો છે.
આવનારા વર્ષોમાં ૧૧,૦૦૦ ગાયોના રહેઠાણો, ચરીયાણ, ઉભા કરવાનું વિરાટ કાર્ય ચાલું છે. શ્રી જલારામ ગૌશાળા એક એવી ગૌશાળા બનવા જઇ રહી છે જયાં માનવ સેવા, પશુ પંખીઓની સેવા, જીવજંતુઓની સેવાની સરીતા ખળખળ વહી રહી છે, પુણ્યશાળીઓને આચમન લેવા તથા સહ પરિવાર પધારવા હૃદયપૂર્વકનું ભાવભીનું નિમંત્રણ અપાયું છે.
ગૌમાતા માટે આપણે શું કરવું જોઇએ ?
આવો સંકલ્પ કરીએ…
ગૌસેવા માટે પ્રત્યેક કુંટુંબે 1 ગાયના નિભાવ જેટલી રકમ દૈનિક ૩૦ રૂ।. ના ગુણાંકમાં નજીકની ગૌશાળામાં જમા કરાવવી જોઇએ,દરેક વેપારીએ તેની વાર્ષિક આવકના ઓછામાં ઓછા ૧૦ ટકા ગૌદાન માટે વાપરવા જોઇએ, ગૌ માતાના દૂધ-દહિં, ઘીના તેમજ ગૌમૂત્રની દવાઓનો ઉપયોગ કરવો તેમજ પ્રચાર-પ્રસાર કરવો જોઇએ, પૂજય કથાકાર સંતોએ કથામાં ગૌ દાન પાત્ર મુકવા, ગૌ મહિમા તથા ગૌ દાન વિશે ઉપદેશ આપવા અમારી પ્રાર્થના છે. ગૌ માતા તેત્રીસ કોટી દેવતાઓનું મંદિર છે, ગૌ માતાનો ફોટો ઘરમાં રાખવાથી બધા દેવતાઓ પ્રસન્ન થાય છે, જન્મદિવસ, લગ્નતિથિ, શ્રાધ્ધ, સ્વજનોની પુણ્યતિથી કે અન્ય સારા-માઠા પ્રસંગોએ ગૌશાળામાં જઇ ગૌ પૂજન કરી ગૌ દાન કરવું, ગૌ સેવા એ દરેક માનવ માત્રનો સ્વધર્મ, તેમજ યુગ ધર્મ છે, આપણા ધંધા રોજગારના સ્થળે તથા ઘરે ગૌદાન પેટી મુકવાનો સંકલ્પ કરો. ગૌ માતા, ગંગા, ગીતા, ગાયત્રી અને ગણેશ આપણી સંસ્કૃતિના આધાર સ્તંભો છે.
દાનપેટી
જલારામ ગૌશાળાનું રોજનું ખર્ચ રૂા. સાડા છ લાખ જેટલું થઇ જાય છે. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય આ કહેવતને સાચી ઠેરવે એવી વાત છે. જલારામ ગૌશાળાની દાનપેટીઓ ગુજરાતમાં ઘણાબધા શહેરોમાં મુકી છે. લોકો રોજગારના સ્થળે અથવા ઘરમાં પૂજાના સ્થળે દાનપેટી રાખી પ– રૂપીયા, ૧૦/-રૂપીયા દાનપેટીમાં મુકી ગૌદાન આપે છે. આમ આ નાની નાની દાનની સરવાણી સરિતા બની માતબર આવક દાનપેટીના માધ્યમથી થઇ છે.આગ્રહભરી વિનંતી છે કે આપને ત્યાં તથા આપના મિત્ર વર્તુળ—સગાસંબંધીઓના ધંધાના સ્થળે આજે જ દાનપેટી મુકાવી આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવો. જલારામ ગૌશાળા ભાભર પાસે સંસ્થાની ૨૦ એમ્બ્યુલન્સ છે જેના દ્વારા અમદાવાદ જિલ્લા તેમજ બનાસકાંઠા જિલ્લામાંથી અપંગ, લુલી, લંગડી, માંદી તેમજ એકસીડેન્ટવાળી ગાયો દરરોજની ૧૫ આશરે સંસ્થામાં સારવાર તેમજ જીવનપર્યંત તેના ભરણપોષણ માટે સંસ્થામાં આવે છે તેના કારણે સંસ્થાને વધુ ને વધુ ફંડની જરૂર રહે છે અને દરરોજના ખર્ચને પહોંચી વળવા માટે અમોએ ગુજરાતના તમામ શહેરોમાં દાનપેટી પેટીઓ મૂકવાની ફરજ પડેલ છે. તો સર્વેને સંસ્થા અપીલ કરે છે કે દાનપેટીમાં દરરોજના રૂા. ૧૦– મૂકીને ગૌદાન કરીએ અને સંસ્થાને આ થકી ઉપયોગી થવા માટે સંસ્થાની અપીલ છે.
આપનું દાન….અમારું જીવન…..
આપનો જન્મદિન અમારો અભયદિન બનાવો.
આપના લગ્નોત્સવને અમારો જીવનોત્સવ બનાવો.
સ્વજનના મૃત્યુનો શોક ગૌદાનથી હળવો બનાવો.
ધાર્મિક મહોત્સવને જીવદયાનો પણ મહોત્સવ બનાવો.
આપની માંદગીમાં પશુઓને શાતા આપી પુણ્યનું ઉપાર્જન કરો અને સાજા થાઓ.
અબોલ જીવો આપના પ્રત્યે આશાભરી મીટ માંડીને બેઠા છે.
આપ તેમના તારણહાર બની શકો છો.
મૂંગા અબોલ જીવોની સેવા, દુઃખી માનવીઓની સેવા, પશુ-પક્ષીઓની સેવા, અરે સુક્ષ્મજીવ કીડીની સેવા,….આપનો એક−કે પૈસો અહિ સેવાના કાર્યમાં વપરાશે. આપના પૂર્વજોના નામો સોનેરી અક્ષરોમાં લખાશે. ૫૦૦ વર્ષ પછી પણ લોકો આપને, આપના પરિવારને યાદ કરશે. સેવાની સરીતા ખળખળ વહી રહી છે. તેનાં ન્હાઇ પુણ્ય કમાવા હૃદયપૂર્વક આમંત્રણ છે. સહપરિવાર શ્રી હરિધામ તિર્થભૂમિમાં પધારવા સર્વેને ભાવભર્યું નિમંત્રણ છે. અહી હજારો મૂંગા જીવો આપની કરૂણાની પ્રતિક્ષા કરી રહયાં છે. શ્રી જલારામ ગૌશાળા પરીવાર (ભાભર, જિલ્લા : બનાસકાંઠા)ના ગૌસેવકો લીલાધરભાઇ ઠકકર (મો.૯૮૨૪૦૩૧૧૦૧), પ્રતાપભાઇ ઠકકર (મો.૯૩૭૭૭ ૯૫૭૦૨), મહેશભાઇ ઠકકર ગણાત્રા (મો.૯૭૧૪૭૩૪૦૦૦), (ટ્રસ્ટીઓ), તથા વિશાલભાઈ ઠકકર, કિરીટભાઇ શાહ સહિતના અગ્રણીઓએ વિનંતી કરી છે.
—જલારામ ગૌશાળા પરિવાર-ભાભર (જિલ્લા : બનાસકાંઠા )