ચુકાદાનો સારાંશ

આ ચુકાદો ગોચર જમીનને જાહેર જનતા અને સ્થાનિક વહીવટીતંત્રના અનધિકૃત કબજામાંથી મુક્ત કરીને રહેણાંકના ઉપયોગમાં રૂપાંતરિત કરવા સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે જમીનને કેટલાક નિયમો અને શરતો સાથે મુક્ત કરવાનું વિચારણામાં લીધું છે, કારણ કે જમીન પર અનધિકૃત રીતે કબજો કર્યો છે તે લોકો અનામત વર્ગના છે અને તેઓ ગરીબ પણ છે. માનનીય કોર્ટે કહ્યું હતું કે “અનધિકૃત રીતે કબજો કરનારા તમામ લોકો સમાજના ઓછી આવક ધરાવતા વર્ગના છે અને વર્ષોથી ત્યાં રહે છે અને તેથી જ્યાં સુધી રાજ્ય અને તેના સત્તાવાળાઓ દ્વારા તેની નીતિ અનુસાર તેમને વૈકલ્પિક રહેઠાણ આપવામાં ન આવે ત્યાં સુધી તેમને તાત્કાલિક હટાવવાનો આદેશ કરવો યોગ્ય રહેશે નહીં.” જ્યારે અરજદારે બંધારણીય જોગવાઈઓના દુરુપયોગ અને ઉલ્લંઘનનાં કારણો રજૂ કરીને ગેરકાયદેસરતાને વાજબી ઠેરવી હતી.
અરજદારે જણાવ્યું હતું કે “ઉક્ત પરિસરમાં સરકાર આંગણવાડી, શાળા ચલાવે છે. એક સહકારી મંડળી ડેરી ચલાવે છે અને એક હનુમાનજીનું મંદિર છે. તે બહુ જૂની અને જાણીતી વાત છે કે, ગોચર જમીનનો ઉપયોગ ફક્ત તે હેતુઓ માટે જ થઈ શકે છે કે જેના માટે મંજૂરી આપવામાં આવી છે. જો અનુમતિપાત્ર વપરાશકર્તાથી વિપરીત અન્ય કોઇ વપરાશકર્તા હોય, પછી તે રાજ્ય દ્વારા અથવા કોઈપણ તૃતીય પક્ષ દ્વારા તેનો વપરાશ થતો હોય, તો એવું ચાલી શકે નહીં અને વ્યક્તિઓના પુનર્વસનની ખરેખર જરૂર નથી.” માનનીય સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે “દબાણ કરનારાઓએ પશુઓને રાખવા માટે કાયમી બાંધકામો કર્યાં છે કે કાચા બાંધકામ કર્યા છે તે અંગે ચોક્કસ વિવાદ છે, પરંતુ તે ગમે તે હોય, ગોચર જમીન માટે જે મંજૂરી આપવામાં આવી છે તેના વિપરીત વપરાશકર્તા ન હોઈ શકે. આ ચરાઈની જમીન છે. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર દ્વારા આજથી મહત્તમ ત્રણ મહિનાની અંદર યોગ્ય પગલાં લઈને જમીનને તેના ઉપયોગ અનુરૂપ લાવવા માટે એક આદેશ જારી કરવામાં આવે છે. ઉપરોક્ત દિશાનિર્દેશ સાથે પ્રતિવાદી આદેશને રદ કરવામાં આવે છે અને અપીલને તદનુસાર મંજૂરી આપવામાં આવે છે.” કાયદાકીય સલાહકારની કાનૂની સલાહની રાહ જોવાય છે.

સુનાવણી અને હુકમનું વર્ણન

1) ભારતની સર્વોચ્ચ અદાલત ફોજદારી અપીલ અધિકારક્ષેત્ર સિવિલ 2021ની અપીલ નં. 5135(એસએલપી (સિવિલ) નંબર 14222/2019માંથી ઉદભવેલી) રમેશભાઈ વિરાભાઈ ચૌધરી અપીલકર્તા (એસ) વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય,
2) અરજદાર 12.04.2019ની તારીખના ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ભાંડુ, મહેસાણાની ગ્રામપંચાયત સરકારની ગૌચર જર્મીન પરના અનધિકૃત કબજાને હટાવવાની માગ કરતી ભારતીય બંધારણના અનુચ્છેદ 226 હેઠળ દાખલ કરાયેલી પીઆઈએલ પર દ્વારા પસાર કરાયેલા આદેશને પડકારવા માગે છે.
3) સોગંદનામું મેળવ્યા બાદ એવા કારણસર અરજી ફગાવી દેવામાં આવી હતી કે જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે જે લોકો અનધિકૃત રીતે કબજો કરી રહ્યા છે તેઓ સમાજના ઓછી આવક ધરાવતા વર્ગના છે અને વર્ષોથી ત્યાં રહે છે અને તેથી જ્યાં સુધી રાજ્ય અને તેના સત્તાવાળાઓ દ્વારા તેમની નીતિ અનુસાર વૈકલ્પિક આવાસ આપવામાં ન આવે ત્યાં સુધી તેમને તાત્કાલિક હટાવવાનો આદેશ આપવો યોગ્ય નથી.
4) નોટીસ જારી થવા પર, પ્રતિવાદી નંબર 6, પંચાયતના સરપંચ દ્વારા કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવામાં આવી છે.
5) એક પ્રાથમિક રજૂઆત કરવામાં આવી છે કે, અરજદારનો ભાઈ પણ ગોચર જમીન પર કબજો કરનારી વ્યક્તિઓ પૈકી એક છે, પરંતુ તેનો અર્થ માત્ર એટલો છે કે, તેની સાથે એ જ વર્તાવ કરવો પડે જેવો કબજો કરનારી અન્ય કોઈપણ વ્યક્તિ સાથે કરવામાં આવે છે.
6) અમારા મતે હકીકત એ છે કે સર્વે કરવામાં આવ્યો તેમાં, 72 વ્યક્તિઓએ વાંધાજનક સર્વે નં. 1938/1, 198/2 અને 1939વાળી ગોચર જમીનમાં દબાણ કર્યું હોવાનું જણાયું છે. આ વ્યક્તિઓમાંથી, ત્રણ વ્યક્તિઓ અનુસૂચિત જાતિની શ્રેણીમાં સામેલ છે અને બે વ્યક્તિઓ સામાજિક-આર્થિક રીતે પછાત વર્ગની છે.
7) સંબંધિત અનુસૂચિત જાતિની વ્યક્તિઓને અગાઉથી જ અન્ય સરકારી યોજના, આંબેડકર આવાસ યોજનાનો લાભ મળ્યો હોવાનું કહેવાય છે, અન્ય કબજેદારો તેની બાજુમાં આવેલી ખેતીની જમીનોની સાથે અન્ય સ્થળોએ રહેણાંક મકાનો ધરાવે છે અને તેથી તેઓ કોઈ વૈકલ્પિક આવાસ મેળવવા માટે હકદાર નથી, વિવાદિત જમીનનો ઉપયોગ તેમનાં ઢોરો માટે આશ્રયસ્થાનો બનાવવા કરવામાં આવી રહ્યો છે અને રહેણાંક હેતુઓ માટે ઉપયોગ થઇ રહ્યો નથી. હકીકતમાં 07-08-2019ના રોજ, 29 વ્યક્તિઓએ નિવેદન આપ્યું હોવાનું કહેવાય છે કે, તેઓ જમીન પર પશુઓને રાખી રહ્યા છે, જ્યારે અન્ય વ્યક્તિઓ દેખાયા ન હતા. આમ ઉપર જણાવ્યા મુજબ, ફક્ત ત્રણ વ્યક્તિઓ જ વૈકલ્પિક આવાસ માટે હકદાર છે. તેમાંથી એક વ્યક્તિ પૂજારી તરીકે ધાર્મિક પૂજા કરતી હોવાનું જણાવવામાં આવ્યું છે અને અન્ય બે વ્યક્તિઓ સામાજિક-આર્થિક પછાત વર્ગની કેટેગરી હેઠળની અને ગરીબી રેખા હેઠળ આવતી હોવાનું કહેવાય છે.
8) ગોચરની જમીનના ઉપયોગકર્તાના સંદર્ભમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર આ જગ્યામાં આંગણવાડી, શાળા ચલાવી રહી છે. એક સહકારી મંડળી ડેરી ચલાવે છે અને એક હનુમાનજીનું મંદિર છે. તે કહેવું યોગ્ય છે કે ગોચર જમીનનો ઉપયોગ ફક્ત તે હેતુઓ માટે જ થઈ શકે છે જેના માટે તેને મંજૂરી આપવામાં આવી છે, જો અનુમતિપાત્ર વપરાશકર્તાથી વિપરીત અન્ય કોઇ વપરાશકર્તા હોય, પછી તે રાજ્ય દ્વારા અથવા કોઈપણ તૃતીય પક્ષ દ્વારા તેનો વપરાશ થતો હોય, તો એવું ચાલી શકે નહીં. વર્તમાન કિસ્સામાં વ્યક્તિઓના પુનર્વસનની ખરેખર આવશ્યકતા નથી, કારણ કે નિયમો મુજબ ફક્ત ત્રણ વ્યક્તિઓ જ વૈકલ્પિક જગ્યા માટે હકદાર છે.
9) અલબત્ત, કબજેદારોએ ઢોર રાખવા માટે કાયમી બાંધકામ અથવા કાચા બાંધકામ કર્યાં છે કે કેમ તે અંગે કેટલાક વિવાદો છે, પરંતુ તે જે હોય તે, ગોચરની જમીન ચરાઈ જમીન છે અને તેનાથી વિપરીતના વપરાશકર્તા દ્વારા તેનો ઉપયોગ થઇ શકે નહીં.
10) ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર દ્વારા આજથી મહત્તમ ત્રણ મહિનાની અંદર યોગ્ય પગલાં લઈને જમીનને તેના ઉપયોગને અનુરૂપ લાવવા માટે એક આદેશ જારી કરવામાં આવે છે. ઉપરોક્ત દિશાનિર્દેશ સાથે પ્રતિવાદી આદેશને રદ કરવામાં આવે છે અને અપીલને તદનુસાર મંજૂરી આપવામાં આવે છે.
ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને ન્યાયાધીશ એમએમ સુંદરેશ દ્વારા 6 સપ્ટેમ્બર, 2021 , નવી દિલ્હી
સંદર્ભ: માનનીય સુપ્રીમ કોર્ટના 6 સપ્ટેમ્બર 2021નો ચુકાદો.

-ગિરીશભાઈ શાહ (મો. 9820020976)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *