ભેંસના દૂધના જીવનભરના ઉપયોગ બદલ, શું તેનું જીવન બચાવી આ ગરીબ પ્રાણીનું ઋણ નહિ ચૂકવીએ?

o ગુજરાત એનીમલ પ્રીઝર્વેશન એકટ-૧૯૫૪ માં ગૌવંશની જેમ ભેંસવર્ગની કતલ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. પરંતુ શરતોને આધીન છૂટ આપવામાં આવી છે.
o ભેંસવર્ગની ગેરકાયદે કતલ માટે ૧ વર્ષ સુધી જેલ અને રૂા.૧૦,૦૦૦/- ના દંડની જોગવાઈ વર્ષ ૧૯૬૦ માં કરાઈ છે. જેમાં ૬૧ વર્ષ પછી પણ વધારો કરાયો નથી. તે ઉપરાંત સાદી જેલની જોગવાઈ છે. કઠોર જેલની જોગવાઈ નથી.
o ગૌવંશ પ્રાણીની જેમ ભેંસવર્ગની કતલ માટે લઘુત્તમ શિક્ષા અને દંડની જોગવાઈ કરાઈ નથી. કતલ માટે ભેંસવર્ગને લઈ જતા પકડાય ત્યારે પોલીસ કતલ સબંધી કાયદા લગાવવાને બદલે ફકત પ્રાણી ક્રૂરતાનો ગુનો નોંધે છે. તેથી આરોપીને ગંભીર શિક્ષા થતી નથી.
o રેગ્યુલેટેડ કતલખાનામાં ભેંસની કતલના અઠવાડિક લઘુત્તમ કવોટા જાહેર થયા છે,જે ભેંસ માટે છે. પરંતુ ભેંસમાં પાડા અને પાડીનો સમાવેશ કરી તેની બેફામ કતલ થાય છે.
o ભેંસવર્ગની એકથી વધુ વખત કતલ માટે ‘પાસા’ લાગુ પડે છે. પરંતુ પોલીસ તંત્ર આ હકીકતથી મોટાભાગે અજાણ છે. તેથી ગુનાહીતોને ભાગ્યે જ ‘પાસા’ લાગુ કરવામાં આવે છે.
o ભેંસના ટ્રાંસપોર્ટેશન માટે ગૌવંશની જેમ પરમિટની જોગવાઈ કરવામાં આવી નથી. રાત્રીના સમયે કતલના હેતુસર ભેંસના ટ્રાંસપોર્ટેશન ચાલુ રહે છે. જયારે ગૌવંશના ટ્રાંસપોર્ટેશન પર પ્રતિબંધ છે.
o બકરી ઈદ નિમિત્તે ભેંસ–પાડા-પાડીની કુરબાની આપવા પર પ્રતિબંધ છે. સિવાય કે લેખિત સરકારી પરવાનગી લેવામાં આવી હોય. ૧૫ વર્ષથી ઓછી ઉંમરની ભેંસની કુરબાની આપી શકાતી નથી.
o ભેંસ–પાડા કે પાડીની જાહેર રસ્તા પર, શેરીઓમાં કે મહોલ્લામાં દેખાય તે રીતે કુરબાની આપી શકાતી નથી. તે ઉપરાંત જોર સુલેશ શાંતિનો ભંગ થાય તે રીતે પણ કુરબાની આપી શકાતી નથી તથા તેને શણગારીને સરઘસ પણ કાઢી શકાતું નથી.
o ઉપરોકત જોગવાઈથી પોલીસ તંત્ર સંપૂર્ણપણે અજાણ છે અને કુરબાની આપી શકાય છે તેવી ગેરસમજથી હજારો ભેંસ–પાડા-પાડીની ગેરકાયદે કુરબાની અપાતી રહે છે. લેખિત પરવાનગી માંગવમાં આવતી જ નથી.
o પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ (લાઈવસ્ટોક માર્કેટ રેગ્યુલેશન્સ)-૨૦૧૭ અમલમાં છે અને તે હેઠળ કેટલ માર્કેટના રેગ્યુલેશન કરવાના થાય છે. પરંતુ તેનો અમલ આજ સુધી ન થતાં રાજયમાં અનેક ગેરકાયદે કેટલ માર્કેટ ચાલી રહયા છે અને ઉત્તર પ્રદેશ સહિત બીજા રાજયોમાં ભેંસ–પાડા-પાડીને કતલ માટે મોકલી આપવામાં આવે છે.
o ભેંસના કતલના હેતુસર થતા ગેરકાયદે ટ્રાંસપોર્ટેશન બદલ વાહનને જપ્ત કરવા અને સરકાર દાખલ (કોન્ફીકેશન)ની જોગવાઈ કરાઈ નથી. ગોવંશ માટે આવી જોગવાઈ છે.
o ભેંસવર્ગના પ્રાણીને અન્ય રાજયોમાં મોકલવા પર કાનૂની પ્રતિબંધ નથી
o જે રાજ્યોમાં ભેંસની કતલ પર કોઈ પ્રતિબંધ નથી તેવા રાજયોમાં પણ ભેંસના ટ્રાંસપોર્ટેશન પર પ્રતિબંધ મૂકાયો નથી.
o રાજયના જે રેગ્યુલેટેડ કતલખાનામાં ભેંસની કતલને મંજૂરી અપાઇ છે ત્યાં ભેંસના માંસ પર સ્ટેમ્પીંગ કરવામાં આવતું નથી, તેથી બજારમાં વેચાતું ભેંસનું માંસ કાનૂની કે ગેરકાનૂની કતલખાનામાંથી આવ્યું છે તે સ્પષ્ટ થતું નથી.
o ભેંસવર્ગના પ્રાણી બ્રીડીંગ માટે ઉપયોગી હોય તેની કતલ કરવા પર કાયદામાં પ્રતિબંધ છે, પાડા બ્રીડીંગ માટે વર્ષો સુધી ઉપયોગી છે. તેમ છતાં તેની કતલ માટે પરવાનગી આપવામાં આવે છે. તેથી લાખ્ખો પાડાની કતલ થતી રહે છે.
o ગુજરાત મોટર વેહીકલ રૂલ્સ-૧૯૮૯ ના રૂલ-૧૨૩ નીચે આર.ટી.ઓ. સર્ટિફિકેટ આપે છે જે વાહનમાં પ્રાણીની કેપેસીટી દર્શાવે છે. છતાં પોલીસ તેને ટ્રાંસપોર્ટની પરવાનગી સમજી એફ.આઈ.આર. રજીસ્ટર કરતી નથી.
o કાયદામાં ભેંસવર્ગના પ્રાણીની કતલ માટે લઘુત્તમ ઉમર જાહેર કરાઈ નથી. તેથી નાની ઉમરના પ્રાણીને ૧૬ વર્ષના દર્શાવી કતલને પાત્ર બનાવી દેવાય છે.
o કતલ માટે લઈ જવાતા ભેંસવર્ગના પ્રાણી કે ભેંસનું માંસ પકડાય ત્યારે સંડોવાયેલ કતલખાનાને પોલીસ શોધી શકતી નથી. તેથી બેફામ કતલ ચાલુ રહે છે.
o ગુજરાત હાઈકોર્ટે ભાવનગર પાંજરાપોળના કેસમાં પ્રતિબંધ હોવા છતાં ગ્રામ પંચાયત ભેંસવર્ગના પ્રાણીની માલિકીના ગેરકાયદે સર્ટિફિકેટ આપે છે તેથી ગેરકાયદે કતલને પ્રોત્સાહન મળે છે.
o પ્રાણીના ટ્રાંસપોર્ટેશન સમયે કાયમી પાર્ટીશન ધરાવતા વાહન અને આર.ટી.ઓ. નું “સ્પેશ્યલ લાયસન્સ” હોવું જરૂરી છે. આજ સુધી કાયમી પાર્ટીશનવાળા કોઈ વાહન જોવા મળતાં નથી. તેથી ભેંસની કતલ માટે ગેરકાયદે ટ્રાંસપોર્ટેશન ચાલતા રહે છે.
o અત્યારની સ્થિતિએ અમદાવાદમાં-૧, સુરતમાં-૨, રાજકોટમાં-૧ મળી ત્રણ શહેરના ફકત–૪ રેગ્યુલેટડ કતલખાનામાં ભેંસની કતલની સરકારી પરવાનગી આપવામાં આવી છે. રાજયના બાકી તમામ જિલ્લા/શહેરો/વિસ્તારોમાં કોઈ પરવાનગી જ નથી તેમ છતાં ભેંસવર્ગની બેફામ ગેરકાયદે કતલ ચાલતી રહે છે. ત્રણ શહેરો સિવાયના વિસ્તારોમાં ભેંસનું માંસ મારકેટમાં કઇ રીતે વેચાય છે ? વિચારજો.
o ભેંસ–પાડા કે પાડીની કુરબાની આપવા પર ગુજરાત પ્રાણી, પક્ષી બલીદાન પ્રતિબંધ અધિનિયમ-૧૯૭૨ ની જોગવાઈ મુજબ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાયદાનો ઉપયોગ કરી તેની અપાતી બલી રોકવી જોઈએ.

Animal welfare foundation
(Registration No.E/2412/Gandhinagar)
Voice for
Animal Protection, Rights & welfare
Block No. H-10/5B, Parimal Apptt., Sector: 7-B,
Gandhinagar -382 007. Mobile 99097 18245

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *