ભારતની આઝાદીને 75 વર્ષ પુરા થયા છે ત્યારે સમગ્ર દેશ વિવિધ સામાજિક, આર્થિક અને રાજકીય કાર્યક્રમો દ્વારા આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યું છે. આઝાદી પહેલા ભારત ‘સોને કી ચીડીયા’ કહેવાતું હતું. અખંડ ભારતને આ નામ ફક્ત એમનેમ જ નહતું અપાયું તેની પાછળ ઘણા કારણો જવાબદાર હતા. કૃષિપ્રધાન ભારત તે સમયે ઘણું સમૃદ્ધ હતું. આજે જયારે ગાય આધારિત ખેતી અને ઓર્ગેનિક ખેતીના કન્સેપ્ટ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા બાદ તેનું હાનિકારક પરિણામ જાણ્યા પછી પ્રચલિત થયા છે ત્યારે ફરીથી એ યાદ કરવું રહ્યું કે આ તો આપણી સંસ્કૃતિ જ હતી. વધુ પડતા ટેકનોલોજીનાં ઉપયોગને કારણે ઉત્પાદનોમાં આપણે ક્વોન્ટીટી તો મેળવી શક્યા પણ ક્વોલીટીની ખામી રહી ગઈ. ઓર્ગેનિક ખેતી અને ગાય આધારિત ખેતી કોઈ આજકાલની પ્રવૃત્તિ નથી. આ પ્રાચીનકાળથી ચાલી આવે છે અને તે શુદ્ધ, સમૃદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. આજે 75 વર્ષ પછી દુષિત પર્યાવરણનાં પરિણામો સહ્યા બાદ ફરી આ દિશામાં આગળ વધવું રહ્યું જે માટે જે તે બાબતની સાચી સમજ હોવી અતિઆવશ્યક છે. 

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બીઝનેસ વુમન કમિટી દ્વારા “કાઉ બેઝડ ગ્રીન ઈકોનોમી ઓફ ઇન્ડિયા” વિષય પર કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ રાષ્ટ્રીય કામધેનું આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ.વલ્લભભાઈ કથીરીયા માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પ્રમુખ હેમંત શાહ તેમજ અધ્યક્ષ કુસુમ કૌલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 23 ડિસેમ્બર, 2021 ગુરુવારનાં રોજ સાંજે 4 વાગ્યે, “ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી”નાં ઓડીટોરીયમમાં યોજવામાં આવશે. ગૌ આધારિત અર્થવ્યવસ્થા દ્વારા પ્રધાનમંત્રીશ્રીના ‘આત્મ નિર્ભર’ ભારત અને “મેઈક ઈન ઈન્ડિયા” આંદોલનને વેગ મળશે. ગાય આધારિત કૃષિ આવા અનેક ગૌ સેવાના વિવિધ આયામો જેમકે આખા ભારતમાં નિઃસહાય (રખડતી) ગાયો, પશુઓનો પ્રશ્ન વિકટ બન્યો છે. આ સમસ્યાના સમાધાન માટે દેશના દરેક તાલુકામાં ગૌ અભ્યારણ્ય, ગૌઆશ્રય ધામ, ગૌશાળા જેવા નામોથી અને સરકારના વિવિધ વિભાગો અને યોજનાઓનું સમન્વય કરી તેમજ સામાજીક, સેવાભાવી, ધાર્મિક સંસ્થાઓને સાથે લઈને પી.પી.પી. મોડલ, જનભાગીદારીનાં માધ્યમથી ગૌધામનું નિર્માણ સ્થાનીક સ્તરે જ કરવામાં આવે. જયાં સ્થાનીક મહિલાઓ, યુવાનો જોડાય અને રોજગારી પ્રાપ્ત કરે. તેમજ ગૌમૂત્ર, ગોબરના વેંચાણ થકી આવક પણ મેળવે અને સાથોસાથ આ ગૌશાળા પણ લાંબા ગાળે સ્વાવલંબી બને. વધુમાં આ ગૌધામમાં આશરો આપાયેલ રખડતી ગાયોને પુરતા પ્રમાણમાં આરોગ્યવર્ધક ખોરાક, સારવાર આપીને ફરીથી તેમને તંદુરસ્ત બનાવવામાં આવે અને જે ગાયો તંદુરસ્ત બને તેમને ફરીથી કૃષિ, પશુપાલન વિગેરે કાર્ય માટે સમાજને ભેટ આપવામાં આવે. આવા કેન્દ્રોમાં સારી નસલના ધણખુંટ પણ પ્રાપ્ત થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી  અનેક બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *