ગૌશાળા—પાંજરાપોળને આર્થિક સહાયની ઘોષણા કર્યા બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને અભિનંદન આપતા મિતલ ખેતાણી



રાજયની તમામ પાંજરાપોળ/ગૌશાળાને કાયમી, દૈનિક પ્રતિ પશુ પ્રતિદીન સબસીડી આપવામાં આવે તેવી ઘણા વર્ષોથી માંગ ગૌશાળા—પાંજરાપોળોની હતી. પાંજરાપોળ ગૌશાળામાં અત્યારે સતત અબોલ જીવોની સંખ્યા વધતી જતી હોય. પાડા, વાછડા, ખૂબ મોટા પ્રમાણમાં આવી રહયાં છે, દાનની આવક ઘટી રહી છે. મોંઘવારી વધતી ગઈ છે. ગુજરાતની તમામ ગૌશાળા—પાંજરાપોળની વર્ષો જુની રજૂઆતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે ૫૦૦ કરોડ અને નિઃસહાય (રખડતાં) ગૌમાતા, ગૌવંશ માટે ૧૦૦ કરોડ જાહેર કરવા અને સંપૂર્ણ દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ માટે ૨૧૩ કરોડ ની જોગવાઈ તથા પાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચનાની જાહેરાત બજેટમાં કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે જોગવાઈ રૂા. ૧૦૦ કરોડ, ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણમુકત ખેતી માટે પ્રોત્સાહીત કરવા જોગવાઈ રૂા. ૩૨ કરોડની જાહેરાત કરવામાં આવી છે. બજેટની જોગવાઈઓ અંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને અભિનંદન એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણીએ પાઠવ્યા છે.