
ઉચ્ચ શૈક્ષણિક કારકીર્દી (એલએલએમ, એમજેએમસી, એમબીએ, પીએચડી) જેવી ડીગ્રીઓ ધરાવતા વરિષ્ઠ એડવોકેટ ડો.માધવ દવે, શિશુ અવસ્થાથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિબદ્ધ કાર્યકર તરીકે સામાજીક જીવનમાં યોગદાન આપીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને જાગૃત રહીને તેમાં પણ પ્રદેશ સુધીની જવાબદારી સંભાળીને હાલમાં ભારતીય જનતા પાર્ટીના આર્થિક સેલ પ્રદેશ કન્વીનર તેમજ રાજકોટ શહેર ભાજપ ના મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે. રાજકીય ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃતિઓમાં પણ પુર્ણ યોગદાન આપી રહ્યા છે. એનીમલ હેલ્પલાઇન, કરૂણા ફાઉન્ડેશન, અસ્મિતા ફાઉન્ડેશન, અભિનવ સોશ્યલ ગ્રુપ, વિવેકાનંદ યુથ કલબ સાથે સંકળાયેલા છે. રાજકોટ નાગરીક સહકારી બેંકમાં ડાયરેક્ટર, પોલીસ સલાહકાર સમિતિના સભ્ય, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ટ્રસ્ટી, રાજકોટ શહેર સમસ્ત બ્રહ્મસમાજના કારોબારી સદસ્ય એડવોકેટ ડો. માધવ દવેનો જન્મદિન છે. જન્મદિવસ નિમિતે ભાજપના વરિષ્ઠ આગેવાનો તથા મિત્રોની શુભેચ્છા મો.૯૮૨૫૩ ૫૫૮૦૭ ઉપર મળી રહી છે.