- ગાય માતા જે જગ્યા એ ઊભી રહી ને ખુશીથી શ્વાસ લઈ શકે ત્યાં વાસ્તુદોષ પુરો થઈ જાય છે.
- જે જગ્યા એ ગાય માતા ખુશીથી ભાંભરે એ જગ્યાએ દેવી દેવતા ફુલો વરસાવે છે
- ગાય માતા ના ગળામાં ટોકરી અવસ્ય બાંધવી ગાયના ગળામાં બાંધેલી ટોકરી વગાડવાથી ગાયમાતા ની આરતી થાય છે
- જે માણસ ગાય ની સેવા પુજા કરે છે તેના ઉપર આવનારુ બધુ દુ:ખ ગાય માતા હરી લે છે
- ગાયમાતા ની ખરી માં નાગદેવતા નો વાસ હોય છે,જે જગ્યાએ ગાય માતા ફરે છે તે જગ્યા એ સાંપ અને વિંછી કયારેય આવતા નથી
- ગાય માતા ના છાણમાં લક્ષ્મીજી નો વાસ હોય છે
- ગાય માતા ની એક આંખ મા સુર્ય અને બીજી આંખ માં ચંદ્ર દેવ નો વાસ હોય છે
- ગાય માતા ના દુધ માં સોનેરી તત્વો મળી આવે છે જે રોગો ની ક્ષમતા તાકાત નો નાશ કરીનાખે છે
- ગાય માતા ની પુંછડી માં હનુમાનજી નો વાસ હોય છે. કોઈ પણ વ્યક્તિ ને ખરાબ નજર લાગે તો ગાય માતા ની પુછડી માથે ફેરવવા થી ઝાડો નાખવાથી નજર ઊતરી જાય છે
- ગાય માતા ની પીઠ ઊપર એક કુંધ આવેલી હોય છે એ કુંધ ઊપર સુર્યકેતુ નામ ની નાળી હોય છે રોજ સવારે ગાય માતા ની કુંધ ઊપર હાથ ફેરવવાથી રોગો નો નાશ થાય છે
- એક ગાય માતા ને ચારો ખવડાવાથી કરોડો દેવી દેવતાઓ ને ભોગ ચડે છે આ સૃષ્ટી પર ગાય માતાનું અસ્તીત્વ અને પુજન છે ત્યાં સુઘીજ સૃષ્ટિનું અસ્તીત્વ છે આવી પણ દ્રઢ માન્યતા છે
- ગાય માતા ના દુધ, ધી, માખણ, દહી, છાણ, ગૌ મુત્ર થી બનાવેલ પંચગવ્ય હજારો રોગો ની દવા છે આના સેવન થી અસાધારણ રોગ મટી જાય છે
- જે માણસ ની ભાગ્ય રેખા સુતી હોય એ માણસે એની હથેળી માં ગોળ રાખી ગાય માતા ની જીભ થી ચટાડે ગાય માતા નીજીભ થી હથેળી પર રાખેલ ગોળ ને ચાટવા થી એ માણસ ની ભાગ્ય રેખા ખુલી જશે
- ગાય માતા ના ચારેય પગની વચ્ચેથી નીકળી ને પરીક્રમા કરવાથી મનુષ્ય ભય મુક્ત થઈ જાય છે
- ગાય માતા ના ગર્ભ માં થી મહાન વિદ્વાન ધમઁ રક્ષક ગૌ કર્ણ મહારાજ પૈદા થયા હતા
- ગાય માતા ની સેવા માટે આ પ્રુથ્વી પર દેવી દેવતાઓયએ અવતાર લીધો હતો
- જયારે ગાય માતા વાછરડા ને જન્મ આપે ત્યારે પેહલુ દુધ નિ:સંતાન સ્ત્રીને પીવડાવાથી તેને સંતાન પ્રાપ્તિ થાય છે
- સ્વસ્થ ગૌ માતા નુ ગૌ મુત્ર ને રોજ બે તોલા પ્રમાણ સાફ કપડામાં ગાળી ને પીવાથી બધા રોગ મટીજાય છે
- ગાય માતા પ્રેમ ભરી નજરથી જેને જોવે એના ઊપર ગાય માતા ની કૃપા અપાર થઈ જાય છે
- કાળી ગાય ની પૂજા કરવાથી નવ ગ્રહ શાન્ત રહે છે જે ધ્યાનપુર્વક ગાય ની પુજા કરે છે એમને શત્રુ દોષ થી છુટકારો મલે છે
- ગાય એક હરતું ફરતું મંદિર છે. આપણા સનાતન ધમઁ માં ગાય માતાના દર્શન એ તેત્રીશ કરોડ દેવીદેવતાઓ ના દર્શન બરાબર છે, રોજ મંદિરે જઈ શકતા નથી પણ ગાય માતા ના દશઁન થી બધા દેવોના દશઁન થઈ જાય છે
- કોઈપણ શુભ કાર્ય અટકેલુ હોય, વારે ઘડીએ કરવાથી સફળતા ન મળતી હોય તો ગાય માતા ના કાનમાં કહેવા થી અટકી ગયેલુ કામ પુરુ થઈ જશે
- ગાય માતા બધા સુખોની દાતાર છે
– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)
ગૌમાતા અંગે ધાર્મિક, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
