ગાયના દુધનું જેટલું મહત્વ છે તેટલું જ ગૌમૂત્રનું પણ મહત્વ છે. પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાયનું દૂધ, તેનું ઘી, તેનું છાણ વગેરે વસ્તુઓ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. એટલું જ નહીં પરંતુ ગાયનું ગૌમૂત્ર પણ આપણા સ્વાસ્થ્ય માટે એટલું જ લાભદાયી છે. ગાયનું મૂત્ર આપણને રોગમુક્ત બનાવે છે. આપણા દેશમાં ગાયો ઘણા બધા પ્રકારની જોવા મળે છે પરંતુ દેશી ગાયનું ગૌમૂત્ર શ્રેષ્ઠ હોય છે. તેના મૂત્રમાં વધારે માત્રામાં ઔષધીય ગુણો જોવા મળે છે.
પ્રાચીનકાળથી જ ગૌમૂત્રનો ઉપયોગ એક ઔષધી તરીકે કરવામાં આવે છે. ગૌમૂત્ર જીવાણુનાશક હોય છે અને તેમાં નાઇટ્રોજન, કોપર, ફોસ્ફેટ, પોટેશિયમ અને યુરિક એસિડ જેવા મહત્વનાં અનેક ઘટકો રહેલા હોય છે. જે ઘણા રોગોને દૂર કરી આપણું શરીર સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નિયમિત રીતે ગૌમૂત્રનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને લોહી શુદ્ધ થાય છે. તે મગજ અને હૃદય બંનેને શક્તિશાળી બનાવે છે. જો કે ક્યારેય ગર્ભવતી હોય તેવી મહિલાએ ગાયનું મૂત્ર પીવું ન જોઈએ.આ ઉપરાંત એક સ્વસ્થ વ્યક્તિ એ 45 ગ્રામ, તેમજ બીમાર વ્યક્તિએ 100 ગ્રામ ગૌમુત્રનું સેવન કરવું. તેનાથી વધારે સેવન કરવું નહીં. જો વધુ સેવન કરો તો શરીરને નુકસાન પણ થઈ શકે છે.
ગાયનું ગૌમૂત્ર હંમેશા કાચ અથવા માટીના વાસણમાં જ લેવું જોઈએ ત્યારબાદ તેને સ્વચ્છ કપડાંથી ત્રણવાર ગાળી લેવું અને એક કપના ચોથા ભાગ જેટલા ગૌમૂત્રનો સેવન સવારે ખાલી પેટ કરવું જોઈએ.
કેન્સર કરક્યુમીન નામના તત્વની ઉણપ થી થાય છે. આ તત્વ ગૌમૂત્રમાં ભરપુર માત્રામાં હોય છે. તેથી તે ગળાનું, પેટનું તથા અન્નનળીનું કેન્સર મટાડવામાં મદદ કરે છે. ટી.બી.ના દર્દી માટે પણ ગૌમૂત્ર લાભદાયી છે. જો કોઈ વ્યક્તિને ટીબી હોય તો ડોઝ દ્વારા નવ મહિનામાં ખતમ થઈ જાય છે. જ્યારે ગૌમૂત્રના નિયમિત સેવનથી તેને ત્રણ થી છ મહિનામાં દૂર કરી શકાય છે.
આપણા શરીરમાં સલ્ફર તત્વની ઉણપથી આપણને ત્વચા સંબંધી અલગ અલગ રોગો થતા હોય છે. જો ગૌમૂત્રનું નિયમિત સેવન કરવામાં આવે તો ત્વચા સંબંધી કોઈપણ રોગ દૂર કરી શકાય છે. આ ઉપરાંત ત્રિફળા અને ગૌમુત્રનું એકસાથે સેવન કરવાથી એનિમિયાની સમસ્યાને દૂર કરી શકાય છે.
આ ઉપરાંત વાત, પિત્ત અને કફ ત્રણેય નિયંત્રિત કરવા માટે માત્ર એક ગૌમૂત્ર જ કાફી છે. નિયમિત પણે ખાલી પેટ ગૌમુત્ર નું સેવન કરવાથી વાત, પિત્ત અને કફ આ ત્રણેય સમસ્યાઓનું નિવારણ લાવી શકાય છે.
ગૌમૂત્રનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરની વધારાની ચરબીને ઓગાળી નાખે છે અને આપણને સ્લીમ તથા સુંદર બનાવવામાં પણ મદદરૂપ થાય છે. તે માટે ચારથી પાંચ ટીપાં ગૌમૂત્ર લેવું. તેમાં બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરવું અને મિક્સ કરીને તેનું નિયમિત રીતે સવારે ખાલી પેટે સેવન કરવું. તેનાથી પેટ ઘટે છે અને શરીરની ચરબી પણ ઘટાડે છે.

-મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *