જીવદયા શ્રેષ્ઠીઓએ જીવદયાના પ્રશ્નો અંગે વિચારવિમર્શ કર્યો

જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યંત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ-ચારાની ઉપલબ્ધતા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા માટે ગૌશાળા મહાસંઘ, મહારાષ્ટ્રની સંચાલક ટીમની મીટીંગ સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહના નિવાસસ્થાને એક મીટીંગ યોજાઈ.
આ મીટીંગમાં ગૌશાળા મહાસંઘના રજીસ્ટ્રેશન તેમજ આગામી તા. ૨૦ મી માર્ચના રોજ મરાઠવાડા ગૌશાળાઓના ટ્રસ્ટીઓનું સંમેલન વિશાળ સંખ્યામાં યોજવા તથા ગૌશાળા મહાસંઘ મહારાષ્ટ્રની છેલ્લા ૬ મહિનાના કાર્ય તથા ૨૪ જિલ્લાઓની ગૌશાળાઓના સર્વે થઈ ગયા અંગેની માહિતી આપવામાં આવી હતી તથા મહાસંઘ દ્વારા આગામી સમયમાં શું યોજનાઓ બહાર પાડવામાં આવશે તથા સમગ્ર મહારાષ્ટ્રના જીવદયાપ્રેમીઓને એકસત્રમાં જોડવા માટેના પ્રયત્નો અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગમાં વિશ્વ હિન્દુ પરીષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી મીલીન્દજી પરાંડે, ગૌશાળા મહાસંઘના અધ્યક્ષ મહેન્દ્રભાઈ સંગોઈ, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ, ધરમપુરના રતનભાઈ લુણાવત, સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહ, વિજયભાઈ વોરા, જયેશભાઈ શાહ તથા ડો. સુનીલ સુર્યવંશી વિગેરે ઉપસ્થિત રહયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *