ગુજરાત સરકારનાં વર્ષ–૨૦૨૩–૨૦૨૪ ના બજેટમાં કૃષિ, પશુપાલન અને પ્રાકૃતિ ખેતી સંલગ્ન શિક્ષણ, વિસ્તરણ તથા સંશોધન અંતર્ગત લેબ ટુ લેન્ડના એપ્રોચ સાથે કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનીક એગ્રીકલ્ચરલ યુનિવસિીટી કાર્યરત છે. આ યુનિવર્સિટીઓમાં માળખાકિય સગવડોનાં વિકાસ, શૈક્ષણીક કાર્ય અને સંશોધન માટે ૧૧૫૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, પશુપાલન ક્ષેત્રે ગૌશાળા, પાંજરાપોળોને અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના અને ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે ૧૦૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય માટે ૬૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા ૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ–૧૯૬૨ ની સેવાઓ મો ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તથા રાજયમાં ૧૫૦ નવા પશુ દવાખાના શરૂ કરવા માટે ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે..
જળ, જમીન, જગંલ, જનાવર ની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ, મિતલ ખેતાણી ગૌસેવા–જીવદયા ક્ષેત્ર અનેકવિધ જાહેરાતો કરવા બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
તથા પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *