ગૌમાતા હંમેશા ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો આધાર રહી છે. ‘ગૌ ટેક – 2023’ એ એક ઐતિહાસિક પ્રયાસ છે જેમાં ગાય-કેન્દ્રિત અને ગાય આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ વર્ગના લાખો લોકો ભાગ લેશે. આ આયોજન 24મી મે થી 28મી મે દરમિયાન રેસકોર્સ, રાજકોટ, ગુજરાત ખાતે કરવામાં આવશે. અહી સૌ એક પરિસરમાં એકસાથે આમંત્રિત કરવામાં આવશે.

‘ગૌ ટેક – 2023’ ની વિસ્તૃત માહિતી આપવા માટે ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈકોનોમી(જી.સી.સી.આઈ)નાં અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ભારત સરકારના પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણી, શ્રીજી ગૌશાળા અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈનનાં રમેશભાઈ ઠક્કર, વિજયભાઈ ડોબરીયા, અપૂર્વભાઈ જોષી, ગિરીશભાઈ દેવળિયા સાથે રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરીયાના નીવાસ સ્થાને પ.પૂ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાથે મુલાકાત કરવામાં આવી હતી. પ.પૂ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ગાયનું મહત્વ વધારવા અંગે ‘ગૌ ટેક – 2023’નું જે આયોજન થયું છે તે બદલ આશિર્વાદ પાઠવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *