રામભાઇ મોકરિયા એ મુખ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી , વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી, સૂચનો કર્યા અને માર્ગદર્શન આપ્યું.

ગૌ ધન,ભેંસમાં લમ્પી સ્કીનનો રોગ શરૂ થયો છે. સારવાર કરવાથી આ રોગને કાબૂમાં લઈ શકાય છે. આ રોગથી કોઈપણ વ્યકિતને ડરવાની જરૂરી નથી કારણ કે આ રોગ માત્ર પશુઓમાં જ જોવા મળે છે. લમ્પી સ્કીન ડીસીઝ એ એક ગંભીર રોગ થઈ શકે (જો પુરતી સારવાર ન મળે તો) તે પ્રકારનો વાયરલ રોગ છે. જે ગાય અને ભેંસમાં વધુ જોવા મળે છે. આ રોગનો ફેલાવો ખાસ કરીને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જે પશુને આ રોગ થયો છે તે બીજા પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે ખાસ કરીને જંતુઓ અને મચ્છરથી વધુ ફેલાવો થાય છે.
આ રોગના મુખ્ય લક્ષ્ણો ચામડીમાં ગાંઠ થવી. ઉચ્ચ તાવ આવવો, નબળાઈ આવવી, પશુઓ ખાવા-પીવાનું છોડી દેવું. લાળ પડવી, ચામડી પર અલ્સર પડવા.
ગુજરાત રાજ્યમાં લમ્પી રોગનાં કેસો પ્રતિદિન વધતાં જાય છે આ સાથે જ ગૌ વંશનાં મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. રાજ્યમાં જ્યારે લમ્પી વાઇરસે ભરડો લીધો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગૌ વંશને તાત્કાલીક 100% વેક્સીનેશન થાય, વર્તમાન સંજોગોમાં વેટરનરી ઇમરજન્સી જાહેર કરવામાં આવે , રાજ્યમાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સંખ્યા વધારવામાં આવે , ઉપરાંત આ સમગ્ર રાજ્યની પાંજરાપોળ – ગૌશાળાઓ ને નિયત ઠરાવ મુજબ કાયમી સબસીડી તાત્કાલિક ચુકવવામાં આવે તે માટેની રજૂઆત ભાજપનાં લીગલ સેલ પ્રદેશ સહ સંયોજક અનિલભાઈ દેસાઈ, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ -એનિમલ હેલ્પલાઇન,રાજકોટનાં ટ્રસ્ટી અને ગૌશાળા પાંજરાપોળ ફેડરેશનનાં લીગલ એડવાઈઝર કમલેશભાઈ શાહ, એનિમલ વેલ્ફેર બોર્ડનાં મિતલ ખેતાણી અને પ્રતિક સંઘાણી એ રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરિયાને રૂબરૂ મળીને કરી હતી , રામભાઇ મોકરિયા દ્વારા ત્વરિત હકારાત્મક પ્રતિભાવ આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , મુખ્ય સચિવ પંકજ કુમારને ટેલિફોનિક રજૂઆત કરી આ પરિસ્થિતિમાં જરૂરી પગલાં લેવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રીશ્રી એ પણ આ અંગે સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *