મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવતું. તેમજ શહેરમાં લોકોને વૃક્ષારોપણ માટે કોર્પોરેટરોના માધ્યમથી વિનામુલ્યે ટ્રી-ગાર્ડ પણ આપવામાં આવતું.જેના અનુસંધાને શહેરમાં વૃક્ષારોપણ થતું.પરંતુ નિયમિત જતન ન થવાથી સંતોષકારક પરિણામ મળતું ન હતું .જેના અનુસંધાને મેયર પ્રદીપ ડવે ચાલુ વર્ષે ટ્રી ગાર્ડ બનાવવા બદલે સામાજિક સંસ્થાઓ મારફત ટ્રી-ગાર્ડ, ખાડા, વૃક્ષ અને પીવાના પાણી સાથે ઉછેર સાથેની જવાબદારી નક્કી કરી વૃક્ષારોપણ કરવાનો વિચાર પદાધિકારીઓ અને પાર્ટીના હોદેદારશ્રીઓ સમક્ષ રજુ કરતા જેને આવકારતા ચાલુ વર્ષે સામાજીક સંસ્થાના માધ્યમથી શહેરમાં વૃક્ષારોપણ કરવાનું આયોજન કરેલ. જેના અનુસંધાને તા.૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને સદભાવના વૃધ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે સઘન વૃક્ષારોપણ માટે ‘ગો ગ્રીન’ રથનો પ્રારંભ. મૈયર ડો.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી,પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેનશાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાગ બગીચાના ચેરમેન અનિતાબેન ગોસ્વામી વિગેરેના વરદ હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેલ. સઘન વૃક્ષારોપણ અંતર્ગત હાલમાં ત્રણેય ઝોનના મુખ્યમાર્ગો જેવા કે,ડિલક્સ ચોકથી ગ્રીન લેન્ડ ચોકડી,સંતકબીર રોડ, સોરઠીયા વાડી સર્કલથી કોઠારીયા ગામ સુધી, ઢેબર રોડ ત્રિકોણ બાગથી હાઇવે બ્રિજ સુધી, મવડી બ્રિજથી રામધણ સુધીના મુખ્યમાર્ગ વિગેરે માર્ગો પર વૃક્ષારોપણ કરાશે. જેમાં સંસ્થા દ્વારા ખાડો, વૃક્ષ, ટ્રી-ગાર્ડ, નેટ, ખાતર તેમજ સંસ્થા દ્વારા નિયમિત પાણી પીવડાવામાં આવશે. શહેરના અન્ય રસ્તાઓ પણ તબક્કાવાર આવરી લેવામાં આવશે.ગ્રો-ગ્રીન રાજકોટનો પ્રારંભ, તંત્ર ટ્રી ગાર્ડ સાથે વૃક્ષ વાવી જશેફાઈકર્સ, બોરસલી, પારીજાત, પીપળા, વડલા, બોટલબ્રુસ, રાવણી, ખાટી આંબલી વિગેરે પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે. મેયર પ્રદિપ ડવએ જણાવેલ કે, શહેરના અમુક માર્ગો પર માર્ગની આગવી ઓળખ ઉભી થાય તે પ્રકારના વૃક્ષો જેવા કે, બોટલબ્રુસ, ફાઈકર્સ જેવા વૃક્ષ વવાશે.આજે વિશ્વ આખું ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણની ચિંતા કરી રહ્યું છે. આજના સમયમાં પર્યાવરણનું જતન થાય અને શુદ્ધ ઓકિસજન મળે અને કાર્બનમાં ઘટાડો થાય તે દિશામાં કામગીરી કરવી જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા આ માટે પ્રયત્ન કરી રહેલ છે. કાર્બન ઘટાડવા શહેરની સ્ટ્રીટ લાઈટો એલ.ઈ.ડી. લાઈટમાં પરિવર્તિત, રૂફટોપ સોલાર, સાઈકલ શેરિંગ પ્રોજેક્ટ, વૃક્ષારોપણ વિગેરે હાથ ધરવામાં આવેલ છે. શહેરને હરિયાળું, સ્વચ્છ બનાવવા તમામ નગરજનો જાગૃત થાય અને તંત્રને સહકાર આપવા પદાધિકારીઓએ અપીલ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *