ગૌમાતા હંમેશા ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો આધાર રહી છે. ‘ગૌ ટેક – 2023’ એ એક ઐતિહાસિક પ્રયાસ છે જેમાં ગાય-કેન્દ્રિત અને ગાય આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ વર્ગના લાખો લોકો ભાગ લેશે. ગાયનાં પંચગવ્ય નિર્મિત શેમ્પૂ, સાબુ અને ગૌમૂત્ર વડે બનાવેલ સૌંદર્ય પ્રસાધનો, દવા સહિત ગાય આધારિત ઉત્પાદનો વિશેની જાણકારી અને સમજ આ એક્સ્પોમાં આપવામાં આવશે. હાલમાં ગાયની સારવાર માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. ગૌમાતાની ચિકિત્સામાં વધારો થાય અને ગાયને આધુનિક સારવાર મળી રહે તે માટે અને ગાયની દવા બનાવતી કંપનીઓ, સ્વાવલંબી ગૌશાળાઓ – પાંજરાપોળોમાં સ્વાવલંબન વધે તે માટે “ગૌ ટેક – 2023” માં દેશનાં સૌથી મોટા એક્ઝિબિશનનું આયોજન થવા જઈ રહ્યું છે. ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈકોનોમી(જી.સી.સી.આઈ)ની ટીમ દ્વારા રાજકોટના કલેકટર પ્રભવ જોશી સાહેબની મુલાકાત લેવામાં આવી હતી. ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈકોનોમી(જી.સી.સી.આઈ) દ્વારા આગમી 24 થી 28 મેં રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આયોજિત થનાર ‘ગૌ ટેક એક્સ્પો – 2023’નું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. રાજકોટના કલેકટર પ્રભવ જોશી સાહેબે જણાવ્યું હતું કે ‘ગૌ ટેક એક્સ્પો – 2023’ નો આ પ્રયાસ શહેરમાં રખડતા પશુઓ માટે તેમજ ગામડાઓમાં ઉપલબ્ધ કુદરતી સંસાધનોનાં યોગ્ય ઉપયોગ વિષે લોકોમાં જાગૃતતા લાવશે. તેમને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કલેકટર પ્રભવ જોશી સાહેબે પોતાના વ્યક્તિગત તેમજ શક્ય તમામ સહયોગની ખાતરી આ ઉમદા સત્કાર્ય માટે આપી હતી.  મુલાકાત સમયે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈકોનોમી(જી.સી.સી.આઈ)નાં સ્થાપક, પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય કામધેનું આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ‘ગૌ ટેક એક્સ્પો – 2023’નાં આયોજન સમિતિનાં અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરા, ભારત સરકારના પશુ પાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સદસ્ય અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈકોનોમી(જી.સી.સી.આઈ)નાં જનરલ સેક્રેટરી મિત્તલ ખેતાણી, વિનુભાઈ કાછડીયા, રમેશભાઈ ઠક્કર, રમેશભાઈ કોઠારી, હરેશ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *