ગ્લોબલ લોહાણા મીટ દ્વારા તા.૯ જાન્યુઆરી-૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે હાઈપ્રોફાઈલ નિઃશુલ્ક, રધુવંશી યુવક-યુવતીઓ (ડોકટર્સ, એન્જીનીયર્સ, સી.એ., એન.આર.આઈ.) માટે જ આયોજન કરવામાં આવ્યું છે. રઘુવંશી સમાજના ઉચ્ચશિક્ષીત લગ્નોત્સુક દિકરા-દિકરીઓ માટે આશાપુરા ફાર્મ, વાય.એમ.સી. કલબની સામે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે સવારે ૯-૦૦ થી રાત્રીના ૯–૦૦ દરમિયાન, તા.૯ જાન્યુઆરી, રવિવારના રોજ યોજાયેલા આ પરીચય મેળામાં સમગ્ર રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી યુવક–યુવતીઓને આશીર્વાદ–શુભકામના પાઠવશે. આ પરીચય મેળામાં ભાગ લેનાર ઉમેદવારે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધીમાં સંપૂર્ણ વિગત સાથે વેબસાઈટ www.sagpansarathi.com પર તદન ફી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં ઉમેદવારે પોતાનો બાયોડેટા તથા જરૂરી ડોયમેન્ટ અપલોડ કરવાના રહેશે. આ પરીચય મેળાનું સૌજન્ય સુરેશભાઈ રણછોડભાઇ ઠકકર અને શુભેચ્છા ઉમંગભાઈ ઠકકરની મળેલ છે. આ પરીચય મેળાની વિશેષ માહિતી માટે એન્જીનીયર સુભાષભાઈ ઘેલાણી (મો.૯૮૨૫૦ ૧૦૮૦૭), મનુભાઈ મીરાણી-રાજકોટ (મો.૯૪૨૮૪ ૬૬૬૬૩), ડો. નરેશભાઈ સૂચક (મો.૮૭૫૮૩ ૭૧૭૧૭) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *