સમગ્ર રાજયમાં મકર સંક્રાંતિપર્વ ખુબ જ હર્ષોલ્લાસથી ઉજવાય છે અને પારંપારિક રીતે આકાશ આખું ઉડતી પતંગોથી મઢાઈ જાય છે. મકરસંક્રાતિનાં પાવન પર્વ નિમિતે લાખો પતંગો આકાશમાં ઉડતી હોય છે. લોકો અજાણતાં જ ચાઇનીઝ દોરા/કાચનાં પાકા માંજા, પાયેલાં દોરાનો ઉપયોગ પતંગ ઉડાડવામાં કરી પક્ષીઓનાં જીવનનો અંત લાવવામાં નીમીત બને છે. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર પર, ઝાડ પર, અગાસી ઉપર, બિલ્ડીંગો પર, છત પર, ટી.વી. એન્ટેના ટાવર વિ. પર અનેક જગ્યાએ લટકતાં દોરા તેમજ કપાયેલા ફાટેલાં પતંગો જોવા મળે છે જે અબોલ વિહરતાં પક્ષીઓ માટે ફાંસીનાં ગાળીયા સમુ કાર્ય કરે છે. આ દોરા તાત્કાલીક હટાવી લેવા સંવેદનાસભર અપીલ અને અબોલ જીવોના પ્રાણદાનમાં ઉપયોગી થવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્રભાઇ કાનાબાર, પ્રતિકભાઇ સંઘાણી, રમેશભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ સહિતનાઓએ વિનંતી કરી છે. આવા ગાળીયા હટાવીને ૧ (એક) કિલો પતંગની દોરીના ગુચ્છા જે મિત્રો એનીમલ હેલ્પલાઈન–કરૂણા ફાઉન્ડેશનની ઓફિસે જમા કરાવશે તેને માનદ પુરસ્કાર રૂપે ૧૦૧ રૂપીયા અપાશે. ગુચ્છા તા.૧૯/૦૧/૨૦૨૨ ને બુધવારે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, ‘સત્યમ’, ૩–ટાગોરનગર, કાલાવડ રોડ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલની સામે, કોટેચા ચોક, રાજકોટ ખાતે જમા કરાવવાના રહેશે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *