જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ સમાજમાં ચક્ષુદાન દેહદાન અને અને અંગદાન ના ક્ષેત્રે નોંધનીય સેવા કરી રહ્યું છે ત્યારે આજે ખૂબ જ ઓછા જોવા મળતા ચર્મ દાન ક્ષેત્રમાં પોતાની સેવા શરૂ કરી છે. પી ડી માલવિયા કોલેજ ની પાછળના વિસ્તારમાં રહેતા મુક્તાબેન નેણસીભાઇ કક્કડ નું અવસાન થતાં તેના સુપુત્રો શ્રી મધુભાઈ વિમલભાઈ મનહરભાઈ એ પોતાના માતૃશ્રીના ચક્ષુદાન કરવા માટે જનકલ્યાણ ટ્રસ્ટનો સંપર્ક કર્યો. પરોપકારી પરિવારજનોને સ્કીન ડોનેશન અંગે વાત કરતા તેઓ સ્કિન ડોનેશન પણ કરવા સહમત થયા જેથી રેડક્રોસ સંસ્થામાં ચાલતી સ્કિન બેંક નો સંપર્ક કરી તેનું સ્કીન ડોનેશન પણ કરવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં માત્ર એક જ એવી સ્કિન બેંક રાજકોટમાં કાર્યરત છે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન શ્રી ઉમેશ મહેતા, કિશોરભાઈ દવે, અનંતભાઈ રાજા તેમજ સ્કિન બેંકના ડો.નિધીબેન અરૂણભાઇ વગેરે સદૃગત ની પ્રાર્થના સભામાં રૂબરૂ જઈ તેમના પરિવારજનોને સર્ટીફીકેટ તથા શોક સંદેશ આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આ 186 ચક્ષુદાન તેમજ પ્રથમ સ્કીન ડોનેશન થયેલ છે તેમ ઉમેશ મહેતા (૯૪૨૮૫૦૬૦૧૧) ની યાદીમાં જણાવાયું છે