
- 21 જૂને યોગ દિવસ ઉજવવા માટે એક વિશિષ્ટ કાર્યક્રમ દ્વારા પ્રાણાયમ અને શવાસન વિશેની જાણકારી આપવાનું આયોજન
કૃપાલુ યોગ આશ્રમ દ્વારા કેવલ બાગ, કીલાચંદ રોડ, કાંદિવલી (વેસ્ટ) ખાતે સવારે શાર્પ 6:45 કલાકે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતા યોગ સાધનાના આ કેન્દ્રમાં કિરીટભાઈ યોગી છેક આઈ. સી. કોલોની, બોરીવલીથી આવે છે પરંતુ એક મિનિટ પણ મોડા નથી પડ્યા કે તેમને ક્યારેય બગાસું પણ નથી આવ્યું. લગભગ 35,000થી વધુ લોકોને આ વિદ્યાનું સચોટ માર્ગદર્શન આપીને કિરીટભાઈએ જે સેવા કરી છે તે માત્ર અનુકરણીય જ નહીં પરંતુ અનુમોદનીય પણ છે. છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી તેઓ ઓનલાઈન ક્લાસ ચલાવી રહ્યા છે જેમાં 125થી અધિક યોગસાધકો ભાગ લઈ રહ્યા છે. હવે કેવલ બાગ, ફ્લાય ઓવર પાસે, કાંદિવલી (વેસ્ટ) ખાતે ઓફલાઈન ક્લાસીસ પણ ચાલુ થઈ ગયા છે. નિત્ય સવારે સુંદર મજાની સામુહિક પ્રાર્થના દ્વારા 6:45 કલાકે શરૂ થતાં આ કેન્દ્રમાં 7:15 સુધી ક્રમબદ્ધ આઠ પ્રાણાયામ દ્વારા ધીરે ધીરે યોગના અષ્ટાંગ યોગના આઠમા અંગની સમાધિ સુધી સાધકોને લઈ જવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવે છે અને અંતમાં સુંદર મજાની ધૂનના સંપૂટ વચ્ચે થતાં આ પ્રાણાયમથી અનેક ભાઈ-બહેનોના ડાયાબિટીસ, હાઈ અને લો બ્લડપ્રેશર, કિડની, શરદી, શ્વાસ, એસીડીટી, સ્થૂળતા, અપૂરતી ઉંઘ વગેરે રોગો જેને આધુનિક વિકાસના રોગો કહે છે તેવા અનેક રોગોથી લોકોને મુક્ત કર્યાં છે. પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ દવા લેતો હોય છે. આ દવાવાદના દોઝખમાંથી કાયમી છૂટકારો મેળવવા કૃપાળુ યોગ સેન્ટરમાં છેલ્લા 35 વર્ષથી યોગાચાર્ય કિરીટભાઈ ભટ્ટ દ્વારા જેમાં 150થી વધારે સંખ્યામાં ભાઈ-બહેનો આવે છે જેમાં ત્રાટક વિલપાવર વધારવા માટેના આસનો, કપાલભાતી, ઈએનટીના રોગોને દૂર કરવા નેકી ક્રિયા, ત્રાટક પંચપ્રાણાયમ, આંખનું તેજ વધારવાની ક્રિયા, અગ્નિસાર, સૂર્યભેદન, ચંદ્રભેદન, પાવર યોગ, સૂર્યભસ્ત્રિકા, ચંદ્રભસ્ત્રિકા તથા યુગલભિસ્ત્રકા અને મન બુદ્ધિ શરીરનું સમન્વય સાધવાની અનેક વિશિષ્ટ ક્રિયાઓ દ્વારા યોગસાધકોએ આ પારંપારિક વિદ્યાનો લાભ લઈને અનેકવિધ શારીરિક – આધ્યાત્મિક ફાયદાઓનો અનુભવ કર્યો છે. ત્યારબાદ 20 મિનિટ જીવનોપયોગી વાતોનો રસથાળ પીરસવામાં આવે છે અને છેલ્લે અડધો કલાક મુખ્ય પાયાના તાડાસન આદિ 10 આસનો, વજ્રાસન અને પદ્માસનોના 10 – 10 આસનોની સિરીઝ તેમ જ સૂર્યનમસ્કાર વગેરે વારાફરતી શીખવવામાં આવે છે. કિરીટભાઈનું સુત્ર છે કે યોગને શરણે જશે તેને રોગ નહીં થાય. (મમ યોગાય નમઃ ન રોગાય મમઃ) અને આજની દવાવાદની આડઅસરના જમાનામાં યોગના સામાન્ય સિદ્ધાંતોની સમજ પણ અનેક લોકોને તન-મનની વ્યાધિમાંથી ઉગારે છે અને તે દ્વારા ધનને પણ બચાવે છે. પાતંજલ ઋષિ દ્વારા રચેલ અષ્ટાંગ યોગની સમજ દ્વારા હતાશા, નિરાશા, ડિપ્રેશન અને નકારાત્મકતાને દૂર કરવા મનની ભીતર કેવી રીતે ઉતરવું તેમ જ નાડી અને મુદ્રા વિજ્ઞાનની સમજ એ આ યોગ વર્ગની વિશિષ્ટતા છે. ભરુચની બાજુમાં ઓરી ખાતે આ યોગ અંગેના આશ્રમની સ્થાપના કરનાર ગુરુદેવ શ્રી નરેન્દ્ર બ્રહ્મચારીની પાસેથી કૃપલવાનંદ મહારાજના વારસાને આગળ ધપાવવાની શુભ શરૂઆત કિરીટભાઈ યોગીએ લક્ષ્મીનારાયણ મંદિરથી કરેલી. ત્યારબાદ આનંદવન આશ્રમમાં ઘણો સમય પોતાની સેવા આપ્યા બાદ છેલ્લા કેટલાય વર્ષોથી કેવલ બાગ ખાતે આ કેન્દ્રમાં નિયમિત અભ્યાસ કરાવે છે. આ કેન્દ્રમાં આવતા યોગસાધકોએ આ વર્ષને યોગનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે વિશિષ્ટ કાર્યક્રમો અને શિબિર દ્વારા અનેક વિદ્વાન વકતાઓને દર મહિને બોલાવીને યોગસાધકોને જ્ઞાન અને માહિતી મળે તે માટે દર મહિને વેકેશનમાં ચાર દિવસની શિબિર ગોઠવી જે લોકો યોગનો લાભ નથી લઈ શકતા તેને માટે પણ પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવે છે. સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે યાદશક્તિ વધે તે માટે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે અવારનવાર સ્કૂલોમાં જઈને પ્રશિક્ષણ આપવામાં આવે છે.યોગની જાણકારી મેળવેલા લોકો પોતાની પાછલી ઉંમરમાં શાંતિ – સમાધિથી પોતાનું જીવન ગુજારી શકે તે માટે ઉમરગામમાં મામાચી વાડીના શિર્ષક હેઠળ કિરીટભાઈએ જગ્યા લઈને ત્યાં પણ પોતાની સેવા આપવાનો નિર્ધાર કર્યો છે. દર રવિવારે છેલ્લા પાંચ વર્ષથી કિરીટભાઈ ધ્યાન શિથિલીકરણ, કાર્યોત્સર્ગ અને સબકોન્શિયસ માઈન્ડ સાથે કેવી રીતે ડિલિંગ કરવું તેનું અદભૂત માર્ગદર્શન છેલ્લાં 250થી વધારે રવિવારીય શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં પહેલા થિયોરેટિકલ અને ત્યારબાદ ધ્યાનના પ્રેક્ટિકલ વર્ગો કરવામાં આવે છે. જેમાં અર્ધજાગૃત મન સાથેની ટેકનિકો જે કિરીટભાઈની વિશેષતા છે.
આ વર્ષે 21 જૂને યોગ દિવસ ઉજવવા માટે એક વિશિષ્ટ કાર્યક્રમ દ્વારા પ્રાણાયમ અને શવાસન વિશેની જાણકારી આપવામાં આવશે અને સ્ટ્રેસમાંથી મુક્ત થવા માટેની કેટલીક વિશિષ્ટ માર્ગદર્શિકાઓ પણ પૂરી પાડવામાં આવશે. આ શિબિરમાં વિશેષ મહેમાન, અનેક વિદ્વાનો તેમ જ રોટરી ક્લબના અનેક નામાંકિત લોકો પધારશે. આ શિબિરમાં મર્યાદિત જગ્યા બાકી છે તેથી રસ ધરાવનારોએએ યોગસાધક સમીરભાઈનો 9821046229 અથવા 918169736008 પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.