સૌરાષ્ટ્રનાં જાણીતા લેન્ડ ડેવલોપર્સ સમાજ શ્રેષ્ઠી, સદકાર્યમાં સદા અગ્રેસર અને સૌરાષ્ટ્રની અનેકવિધ સેવાકીય, સામાજીક, સાંસ્કૃતિક, શૈક્ષણીક, ધાર્મિક, જ્ઞાતિ સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા જયંતિભાઈ કેશવભાઈ પરસાણા (નમન ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લીમીટેડ અને રીષી ઈન્ફ્રાસ્ટ્રકચર
પ્રાઈવેટ લીમીટેડનાં સંચાલક) તેમજ શ્રીમતી ભારતીબેન જયંતિભાઈ પરસાણા ની પરસાણા પરીવારમાં આવતાં દરેક શુભપ્રસંગોની સેવામય ઉજવણી કરતાં જયંતિભાઈ કેશવભાઈ પરસાણા, શ્રીમતી ભારતીબેન જયંતીભાઈ પરસાણા તેમજ સુપુત્રો રીષી જયંતિભાઈ પરસાણા, નમન જયંતિભાઈ
પરસાણા,પરીવાર દ્વારા ઉત્તરાયણ નાં પવિત્ર પર્વ નિમીતે સમગ્ર ભારતમાં નિઃશુલ્ક પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ– એનીમલ હેલ્પલાઈનને જીવદયાનાં સત્કાર્યમાં બે લાખ એકાવન હજાર રૂપીયાનું માતબર અનુદાન અર્પણ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મકર સંક્રાતિના શુભ અવસર પર શાસ્ત્રોકત અનુસાર તે દિવસે દાન કરવાનું અનેરૂ મહત્વ હોય છે, મકર સક્રાંતિ નિમીતે કરેલું દાન અક્ષય દાન કહેવામાં આવે છે. આ દિવસે કરેલું દાન જીવનભરમાં કયારેય ક્ષીણ થતું નથી. એવા પવિત્ર વિચાર સાથે છેલ્લા ૪૩ વર્ષોથી સમગ્ર ગુજરાતમાં સેવાના કાર્યોમાં અગ્રેસર એવા પરસાણા પરીવારના જયંતીભાઈ પરસાણા પરીવારે આ વર્ષે નકકી કરેલ કે દર વર્ષે રાજકોટની અનેકો સેવા સંસ્થાઓમાં પરસાણા પરીવાર અનુદાન આપીએ છીએ તો આ વર્ષે સમગ્ર ભારતમાં નિઃશુલ્ક પશુ સારવાર ક્ષેત્રે છેલ્લા ૧૮ વર્ષથી ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ– એનીમલ હેલ્પલાઈનને જીવદયાનાં સત્કાર્યમાં અઢી લાખ રૂપીયાનું માતબર અનુદાન અર્પણ કરેલ હતું.
હિન્દુ શાસ્ત્ર પ્રમાણે દેવી ભાગવત, ભાગવત, ગીતાજી, રામાયણ જેવા દરેક ગ્રંથોની અંદર અને આપણા ઋષીમુનીઓના કહેવા અનુસાર ૧૬ પ્રકારના દાનો જે કરવા યોગ્ય છે તે તમામ દાન મનુષ્યોએ પોતાના જીવનને અંદર કરવા જોઈએ જે દાનોમાં સોનું, ચાંદી, પીતળ, કાસા, જસત, સ્ટીલ, બીડ, વસ્ત્ર, કન્યાદાન, અન્નદાન, મેડીકલ, શિક્ષણક્ષેત્રે જેવા તમામ દાનો જયંતીભાઈ પરસાણા (મો.૯૮૨૪૮ ૬૬૩૧૧) દ્વ્રારા છેલ્લા ૪૩ વર્ષો દરમ્યાન યથાશકિત પ્રમાણે પરિપૂર્ણ કરેલ છે.