જયરઘુવિર વેવીશાળ માહિતીકેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા આગામી તા.૫/૬/૨૦૨૨ ને રવિવારના ના રોજ રાજકોટ ખાતે પાંચમાં અને કેન્દ્રનો આઠમો પરીચય મેળાનું શ્રી કેસરીયા લોહાણા મહાજન વાડી (એ.સી.હોલ) કાલાવાડ રોડ ખાતે સુંદર આયોજન કરેલ છે. તેના દિકરા-દિકરીઓના ફોર્મ ભરવાનું ચાલુ છે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા.૨૦-૫-૨૦૨૨ સુધીની છે. તો દિકરા દિકરીએ તથા તેના વડીલોએ નોંધ લેવી અને આ આયોજન સફળ બનાવવામાં સૌરાષ્ટ્ર ગુજરાત તથા મુંબઈના તમામ મહાજન શ્રેષ્ઠીઓ તથા મેરેજ બ્યુરો ચલાવતા સંચાલકો તથા દરેક રધુવંશી આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહયા છે. તેવું જય રઘુવિર વેવીશાળ માહિતી કેન્દ્રના આયોજક નરેન્દ્રભાઈ પુજારાની યાદીમાં જણાવવામાં આવે છે. નોંધઃ વિશેષ કોન્ટેક નરેન્દ્રભાઈ પુજારા (૯૯૭૯૨ ૧૯૦૪૮) ઉપર કરવો.

