જયેશભાઈ શાહ (જરીવાલા)ને તેમની અવિરત સમાજ સેવા બદલ મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર(સમાજ રત્ન એવોર્ડ) પ્રાપ્ત થયો. જયેશભાઈ શાહ (જરીવાલા) સમાજ સેવા તરફ કાયમી અગ્રેસર રહ્યા છે. તેમની સમાજ પ્રત્યેની આ અવિરત નિષ્ઠા અને ખંત બદલ મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમને સન્માનિત કરવામાં આવ્યા.
જયેશભાઈ શાહ (જરીવાલા) તેમજ આદી જીન ગ્રુપ દ્વારા લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળા/પાંજરાપોળમાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ-અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ છે અને આ સેવા અવિરત ચાલુ જ રાખવામાં આવે છે. ખેડૂતનાં અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીનાં દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી આદી જીન સંસ્થા વતી લેવામાં આવે છે. તેમનાં દ્વારા છેલ્લા 20 વર્ષ દરમ્યાન અંદાજે 90,000 થી વધુ જીવોને અભયદાન આપવામાં આવ્યું છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. 12,000/- રાખી તે પ્રમાણે પાંજરાપોળમાં પણ આવક ઉભી કરવામાં આવે છે. પશુને જરૂરીયાત મુજબ વૃક્ષારોપણ, ઘાસચારો વાવેતર દ્વારા ખેડૂતોને મદદરૂપ થાય છે. જેના દ્વારા પર્યાવરણ સુધારવામાં પણ અગ્રેસર રહ્યા છે.
ઘણા વર્ષોથી ચાલતો જ નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પ આ વર્ષે પણ રાખેલો જેમાં વલસાડ જીલ્લામાં નાનામોટા તાલુકા કપરડા રાખેલ હતાં જેમાં 50 ગામોના લગભગ હજારોની સંખ્યામાં સારવાર તેમજ 100થી વધુ પશુઓને સર્જરી કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ દરમ્યાન ગુજરાત રાજયમાં પાંજરાપોળમાં પશુઓની સંખ્યા વધતા તેમને શેડ બનાવી આપવા, પાણીનો અવેડો વગેરે આ વર્ષ દરમ્યાન 16 નવા શેડ બની ચુકેલ છે. જેમાં 2000થી વધુ પશુઓનો સમાવેશ થયો. માનવ સેવામાં મુંબઈની મોટી મોટી હોસ્પિટલમાં દવાઓની સેવા, ટીફીન સેવા અને જરૂરીયાત મુજબનાં મેડીકલને અને લેબોરેટરીને લગતા સાધનોની પણ સહાય આપે છે.
કોલ્હાપુર મહારાષ્ટ્રનાં પૂર્વ મંત્રી ભર્મું અન્ના પાટીલે આદિ જીન ટ્રસ્ટનાં જયેશભાઈ શાહ (જરીવાલા)ને તેમની અવિરત સમાજ સેવા બદલ સમાજ રત્ન એવોર્ડ દ્વારા સન્માનિત કર્યા. આ અંગે જયેશભાઈ જણાવે છે કે આ એમનાં માટે તેમજ આદિ જીન ટ્રસ્ટનાં સમગ્ર પરિવાર માટે અત્યંત ગર્વપૂર્ણ બાબત છે. આ તકે તેઓ ખુબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે તેમજ ભવિષ્યમાં પણ પોતાનાં સેવાભાવી સાથી મિત્રો સાથે મળીને આવી જ રીતે અવિરત સમાજ સેવાનાં કાર્યો કરશે અને સમાજને ઉજળું બનાવવામાં પોતાનો ફૂલ નહી તો ફૂલની પાંખડી જેટલો સહયોગ અવશ્ય આપી શકશે તેવી આશા સેવી રહ્યા છે. અત્રે ઉલેખ્ખનીય છે કે રાજકોટની શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન સંસ્થાનાં સથવારે રહી સંસ્થાનાં ધીરુભાઈ કાનાબાર, મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર દ્વારા સુચવવામાં આવેલા વિવિધ ગૌશાળા-પાંજરાપોળો માટે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ખાતે શેડ, અવેડો-ચબુતરો, ગમાણ, ઘાસચારો સહીતનાં અનેક વિધ સત્કાર્યો માટે પણ અંદાજે 25 લાખ રૂપિયાની રકમ જયેશભાઈ શાહ (જરીવાલા)(મો૯૯૨૦૪૯૪૪૩૩). છેલ્લા દોઢેક વર્ષમાં ફાળવવામાં આવી છે.
