
‘આમ આદમી પાર્ટી’ રાજકોટ શહેર અને વોર્ડ નં. ૭ ના સંયુક્ત ઉપક્રમે દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રાષ્ટ્રીય શાળા યુવક મંડળ દ્રારા સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પ તથા આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન

પ્રવર્તમાન સીઝનમાં રક્તની જરૂરીયાત ઉભી થઈ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમૂલ્ય માનવ જીદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આમ આદમી પાર્ટી’ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રકતદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્સાહીત કરાશે. આમ આદમી પાર્ટી’ રાજકોટ શહેર અને વોર્ડ નં. ૭ ના સંયુકત ઉપક્રમે દેશળદેવ એજયકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રાષ્ટ્રીય શાળા યુવક મંડળ દ્વારા સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પ તથા આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. વોર્ડ નં. ૭ વિસ્તાર તેમજ રાજકોટ શહેરનાં આર્થિક રીતે નબળા પરીવાર માટે તા.૨૭ માર્ચ, રવીવાર, સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા દરમ્યાન લુહાર બોર્ડીંગ, રાષ્ટ્રીય શાળા સામે, રાજકોટ ખાતે કેન્દ્ર સરકાર તરફથી મળતી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત રાજકોટ શહેર મંત્રી પરેશભાઈ શીંગાળાનાં અધ્યક્ષ સ્થાને રાજકોટ શહેર સંગઠન મંત્રી કાનાભાઈ ચૌહાણ તેમજ વોર્ડ નં. ૭ ના પ્રમખ જયેશભાઈ મજેઠીયાની દેખરેખ હેઠળ મહારકતદાન કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ લેવા વોર્ડ નં. ૭ અને આજુબાજુના વિસ્તારના લોકોને વિનંતી કરાઈ છે. આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવકના દાખલો મામલતદાર કચેરીનો (૨૦૧૯ પછીનો), રેશનકાર્ડ, આધારકાર્ડ જરૂરી ડોકયુમેન્ટ સાથે રાખવા ફરજીયાત છે. આ કેમ્પમાં શ્રી આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, રાજકોટ શહેર પ્રમુખ શિવલાલભાઈ બારસીયા સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. આ કેમ્પને સફળ બનાવવા માટે પરેશભાઈ શીંગાળા, જયેશભાઈ મજેઠીયા, કાનાભાઈ ચૌહાણ, પ્રશાંતભાઈ શેઠ સહીતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ કેમ્પની વિશેષ માહિતી માટે પરેશભાઈ શીંગાળા (મો. ૯૮૯૮૪૯૩૬૪૮) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.