
ઉમીયા એમ્પોરીયમ દ્વારા સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પ
દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોનાં જીવન બચાવવાની અમૂલ્ય તક
શિયાળાની ઠંડીની સિઝનમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તમામ બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત
પ્રવર્તમાન શિયાળાની ઠંડીની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે. ઉમીયા એમ્પોરીયમ, ઉમીયા ટ્રેડર્સ, ઉમીયા એપેરલ્સ દ્વારા સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, બી–૧૨, યોગીનગર, શેરી નં.ર કોર્નર, અમૃતા હોસ્પીટલ પાછળ, રૈયા સર્કલ નજીક, રાજકોટ ખાતે તા. ૧૮/૧૨/૨૦૨૧, શનીવારના રોજ રાત્રીના ૮–૩૦ થી ૧૦–૧૦ વાગ્યા સુધી રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. સંસ્થાઓ, આ સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપનાં સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. અત્યારની કોરોના કાળની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. શિયાળાની ઠંડીની સીઝનમાં ૨કતદાન કેમ્પો સાવ ન્યુનતમ થવાના છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રકતદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્સાહીત કરાશે. સંપર્ક કરવા વિનંતી છે. વિશેષ માહિતી માટે અને કેમ્પનાં આયોજન માટે હોસ્પીટલ સેવા મંડળ (મોઃ ૯૮૯૮૬ ૧૩૨૬૭) પર સંપર્ક કરવા જણાવાયું છે.
“રકતદાન જીવનદાન”