જલ હૈ તો કલ હે” કાર્યક્રમમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ચેક ડેમ રીપેરીંગ તેમજ નાનામોટા ડેમો બનાવીને પાણીને બચાવવાનું ભગીથર કાર્ય કરતા ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા તેમજ દિનેશભાઈ પટેલની તા.૦૫/૦૬/૨૦૨૩ ને સોમવારના બપોરે ૧-૩૦ ક્લાકે મુલાકાત પ્રસારીત થશે. દિલીપભાઈ સખીયા તથા દિનેશભાઈ પટેલ “જલ હે તો કલ હે’ વિષય પર પોતાનું અનભવ સિધ્ધ માર્ગદર્શન, તકનીકી કૌશલ્ય અંગે સૌને માર્ગદર્શન આપશે.
ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં હોય, તુટેલા હોય કે માટીના કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય તે ફરી રીપેર કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને ફળદ્રુપ માટી ડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમની ક્ષમતા વધારવામાં આવે છે અને ખેડૂતોને ડેમમાંથી નીકળેલી ફળદુપ માટી આપી પાક ઉત્પાદન પુષ્કળ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારના સમયમાં ફક્ત રાજકોટ જીલ્લામાં જ ૩૦૦૦ થી વધુ અને સૌરાષ્ટ્રમાં ૫૦ હજારથી વધુ ચેકડેમો જર્જરીત અને તુટેલી હાલતમાં છે તેમજ ઘણા ડેમોમાં માટીથી ભરાઈ ગયેલ અને ખૂબ જ છીછરા થઈ ગયેલ હાલતમાં છે. જે ચેકડેમોને દાતાઓના સહયોગથી સંસ્થા દ્રારા રીપેર કરવામાં આવે
છે.
ગીરગંગા ટ્રસ્ટનું દિલીપભાઈ સખીયા (પ્રમુખ) તથા દિનેશભાઈ પટેલ, રમેશભાઈ ઠકકર, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, ભુતપભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા, લક્ષ્મણભાઈ શીંગાળા, ભરતભાઈ, માધુભાઈ પાંભર, મહેન્દ્રભાઈ કાલરીયા, રતીભાઈ ઠુંમર સુંદર સંચાલન કરી રહયાં છે.
આ અંગેની વિશેષ માહિતી માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા મો. ૯૪૨૭૨ ૦૭૮૬૮ તથા દિનેશભાઈ પટેલ (મો.૯૮૨૪૨ ૩૮૭૮૫) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *