આપણા જીવનનાં ૩ મંત્રો હતા રોટી, કપડા અને મકાન જે બદલાયને હવે જળ, જમીન અને વૃક્ષો થયા છે. મનુષ્યે વિકાસ માટે ખૂબ મોટી દોડ કરી છે જેના વિનાશ રૂપે આજે જળ અને જમીન અને પર્યાવરણ બગડયા છે જે માટે આપણે ખેતરમાં નાંખવામાં આવતા રાસાયણીક ખાતરો અને પેસ્ટીસાઈડ દવાઓ જેના હિસાબે આ બધુ બગડ્યુ છે અને તેની અસર માનવ જીવન, પશુ પક્ષી અને પર્યાવરણ ઉપર ખૂબ મોટી થઈ છે જેને સુધારવા માટે દરેક મનુષ્ય આ બધુ શુધ્ધ રાખવા માટે ઝેરી રસાયણોથી દુર રહેવા માટે નીચે મુજબ સુધારણા કરવી પડશે.

(૧) ખેતીમાં વપરાતા ખાતરો અને રાસાયણીક દવાઓનો નહીવત ઉપયોગ કરીને ગાય આધારીત ઓર્ગેનીક ખેતી અને ગૌમૂત્ર આધારીત પેસ્ટીસાઈડ દ્વારા ઉતમ ખેતીના પરીણામો મળી રહ્યાં છે જે માટે મા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ખૂબ મોટી ઝુંબેશ ચાલી રહી છે અને સાથે સાથે સરકાર પશુપાલકોને તેમજ ગાય આધારીત ઓર્ગેનીક ખેતી કરતા ખેડૂત મિત્રોને આર્થિક પ્રોત્સાહન અપાઈ રહયું છે જેનો ઉપયોગ પ્રગતિશીલ ક્રિશાનમિત્રોએ આ દિશામાં કામ કરીને તેના મીઠા ફળ પણ મળી રહયાં છે ખેતીમાં ઉત્પાદન વધ્યુ છે. ખેતરોમાં આપણા માટે જીવતા મિત્ર જીવાણુઓ અને પશુ–પક્ષીઓ, મધમાંખી, ચકલીઓ જેવા મદદરૂપ થઈ રહયાં છે અને તેના હિસાબે પર્યાવરણમાં બહુ મોટો ફાયદો મળ્યો છે. જમીન સુધરતા વરસાદનું પાણી જમીનની અંદર ઉતરે છે પાણીના તળ ઉંચા આવતા ગરમી ઘટે છે અને પાકને પાણી ઓછું જોઈએ છે.

(૨) સૌરાષ્ટ્રની ધરા પથરાળ જમીન હોવાથી પાણી બચાવવાની અલગ-અલગ વ્યવસ્થા કરવાની જરૂરીયાત છે. આપણે ત્યાં ૩૫ થી ૪૦ ફૂટ પાણી સ્તર હતું, નદીઓ બારેમાસ વહેતી હતી જે સ્તર આજે ૫૦૦ થી ૧૨૦૦ ફૂટે પહોંચી ગયું છે પાણીના સ્તરને ઉપર લાવવા માટે દરેક નાગરીકોએ પોતાના ઘરે પાણી કાઢવાનો બોર છે તેવી જ રીતે રીચાર્જ બોર ફરજીયાત કરવો જોઈએ જે સરકારની પણ ગાઈડલાઈન છે. દરેક ખેતરમાં ખેત તલાવડી, નદીમાં ડેમ, ચેકડેમ બનાવવા અને ઉંડા કરવા જેના હિસાબે વરસાદના પાણીનો સંગ્ર કરી શકાય જે થકી પાણીના તળ ઉંચા આવશે જેના થકી પર્યાવરણ પશુ-પક્ષી, માનવ જીવન અને ખેતીમાં ખૂબ જ ઉપયોગી થશે. સુખી સંપન્ન માણસો ધનથી, સારા વિચારો લોકો મનથી અને બધા લોકો તનથી પાણી બચાવવાના આયોજનમાં મદદરૂપ થાય અને વરસાદી પાણી બચાવીને હરીયાણું ગુજરાત બનાવીએ એ માટે સીનો સહીયારો પ્રસાસ, સૌનો સાથ સૌનો વિકાસ

(૩) વૃક્ષારોપણ આજ સુધી આપણે વૃક્ષને પર્યાવરણ જતન પુરતુ જ સીમીત માનીએ છીએ પરંતુ આપણે જાણવું જોઈએ વૃક્ષ પશુપક્ષીઓના રહેઠાણ, ખોરાક, ફળટ, પર્યાવરણની સાથે આરોગ્યદાતા, જ્ઞાનદાતા પણ છે જેમ કે ભગવાન મહાવીર અને ભગવાન બુધ્ધને કેવળજ્ઞાની પ્રાપ્તિ એક વૃક્ષની નીચેજ થઈ છે. આપણા સાધુ–સંધો, ઋષીમુનીઓ, તપસ્વીઓ પણ પોતાનું કઠોર તપ વૃક્ષની નીચે જ કરે છે. રાજા રજવાડાના બાળકો પણ ગુરૂકુળમાં વૃક્ષની છત્રછાયામાં જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો આપણે પણ સારા વરસાદ માટે, વૃક્ષના પાંદડા અને ડાળીઓ નવી જમીનનું નિર્માણ અને ખાતર અને રેતી બનાવે છે, પર્યાવરણ માટે અને શાંત અને સુખી જીવન માટે એક વૃક્ષ વાવીને તેનું જતન કરીને ભવિષ્યમાં બાળકોને સારુ જીવન આપવા માટે નિમીત બનીએ અને એક પણ વૃક્ષ ન કપાઈ તે માટે પણ પ્રયત્નશીલ રહીએ.

(૪) આપણા જરૂરીયાત ઘરની છે જે અત્યારસુધી ગોબર, માટીના લીપણ દારા જરૂર પુરતા બનાવવામાં આવતા હતા જે ગરમી–ઠંડીને પ્રોટેકટ કરતા હતા અને માનવ જીવન અને પશુપક્ષીને સાતા આપતા અને જેના હિસાબે માનવ મન શાંત, નિર્મળ, વિકારવિન, દયામય અને કરૂણાસભર, નિરોગી અને પ્રભુ ભક્તિમાં લીન રહેતુ હતું. જેથી જીવનમાં આશા—અપેક્ષાઓ ઓછી રહેતી હતી અને બીજાને હંમેશ માટે મદદરૂપ થતા હતા જેની સામે આજે જરૂર કરતા મોટા મકાનો બનવા લાગ્યા છે અને સીમેન્ટ, રંતી અને લોખંડના વપરાશના હિસાબે આખો દિવસ ગરમ રહે છે. તેને ઠંડુ કરવા માટે એ.સી. જેવા મશીનો વસાવવા પડે છે પાણીનો વપરાશ વધે છે અને રાત પડે આ મકાનો ગરમી છોડતા હોવાથી પર્યાવરણ પણ ગરમ હોય છે જે માનવ માટે વિકાર પેદા કરે છે અને હજી કંઈક મેળવી લેવાની ભાવનાના હિસાબે મન વિકારોથી ભરપુર અપેક્ષાઓ, આશાઓ અને કંઈક વધુ લઈ લેવાની ભાવના સાથે જીવી રહયાં છે. તો મકાન પણ આપણે જરૂર મુજબ જ બનાવીએ તેવી પ્રાર્થના.

– રમેશભાઈ ઠકકર (મો.૯૯૦૯૯ ૭૧૧૧૬)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *