કરૂણા ફાઉન્ડેશન એનીમલ હેલ્પલાઈન દ્વારા રસ્તે રઝળતા, નીરાધાર પશુ, પંખીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. છેલ્લા 18 વર્ષથી કરુણા ફાઉન્ડેશન દ્વારા મૂંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઈલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં 7,00,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ વિનામૂલ્યે, નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા, 10 (દસ) એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 9000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સઘન સારવાર કરવામાં આવે છે. સંસ્થા દ્વારા વિશ્વનું સૌપ્રથમ એવું પશી-પક્ષીઓ માટેનું રોજીંદુ “હરતુ ફરતુ અન્નક્ષેત્ર” ચલાવવામાં આવે છે. જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ, વિવિધ ચબૂતરાઓમાં પક્ષીઓને ઋતુ અનુસાર 300 કિ.ગ્રા. ચણ દરરોજ આપવામાં આવે છે. 15 જેટલા વિસ્તારોમાં રોજ 160 લીટર દુધ અને 70 કિલો લોટની રોટલીનું ભોજન, 700 થી વધુ શ્વાનોને પીરસવામાં આવે છે. નાના જીવને પણ ખોરાક મળી રહે તે માટે દરરોજ કિડીઓને 20 કિ.ગ્રા. કીડીયારૂ પુરવામાં આવે છે. કાગડા-કાબર ને અનુકુળ ફરસાણ પીરસાય છે. લોટની 50 કિ.ગ્રા. ગોળી બનાવી દરરોજ માછલીને આપવામાં આવે છે. સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં, વિશ્વમાં હેલ્પલાઇન ચાલુ થાય તેવું સંસ્થાનું ધ્યેય છે. સંસ્થાનાં પ્રમુખ તરીકે મિતલ ખેતાણી, ટ્રસ્ટીઓ ધીરૂભાઇ કાનાબાર, ઘનશ્યામભાઇ ઠકકર, સેક્રેટરી પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ,ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ મહેતા સેવા આપે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંસ્થાને અનેક એવોર્ડસ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે.

જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણક પ્રવચન શ્રેણી અંતર્ગત સ્વરૂપ ચૌદશના કરૂણા ફાઉન્ડેશન રાજકોટનાં ટ્રસ્ટી પ્રતિકભાઇ સંઘાણી, એડવોકેટ રવિભાઇ સેજપાલ વગેરેનું સન્માન કરાયું હતું. સાવરકુંડલાનાં વતની હાલ કાંદીવલી સ્થિત સ્વ.જૈનીશ કિરીટભાઇ મગીયાની સ્મૃતિમાં અબોલ જીવોની સેવા માટે દેવલાલી સ્થિત પૂ.વિમળાબાઇ મ.સ. પ્રેરિત એનિમલ હેલ્પલાઇન એમ્બ્યુલન્સની અર્પણ વિધિ પૂ.ધીરગુદેવના માંગલિક બાદ ગ્રામજનોએ કરેલ હતી.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *