વૈશ્વીક સંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ , ભારતનાં જાણીતા ઉદ્યોગપતિ પ્રવિણભાઇ કોટકનો તા.૨૧ ના રોજ જન્મદિવસ.

સમગ્ર વિશ્વના ૩૦ લાખ જેટલા રઘુવંશીઓની પ્રતિનીધીત્વ કરતી ૧૨૫ વર્ષ જુની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ અધ્યક્ષ , ભારતના જાણીતા બિલ્ડર , ઇસ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવિણભાઇ કોટકનો તા.૨૧ના રોજ જન્મદિવસ છે . પ્રવિણભાઈ કોટકનું જીવન અને કવન સુગંધીમય રહયું છે . વ્યવસાયની સફળતા સાથે તેઓ સામાજીક , સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે સતત સક્રિય રહયાં છે . જ્ઞાતિએ સોંપેલું કામ હોય કે સરકારે સોંપેલી ગુજરાત રાજય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તરીકેની જવાબદારી હોય , તેમણે પોતાની કર્મનિષ્ઠતા , મહેનત , જવાબદારી , સંપર્કો અને સંબંધોથી શ્રેષ્ઠ પરિણામો મેળવ્યા છે . રાષ્ટ્ર વિશ્વના એક અંગ તરીકે રાષ્ટ્ર / વિશ્વની એકતા , પ્રગતિ અને સમૃધ્ધિને સુસંગત રહી , લોહાણા જ્ઞાતિની સમાજિક , આર્થિક , નૈતિક , આધ્યાત્મિક , ઔધોગીક , શારીરિક , માનસિક , કેળવણી , વિષયક તેમજ સર્વ ઉદેશીય પ્રગતિ સાધવાના ઉપાયો યોજવાનો અને તેને અમલમાં મૂકવા શકય તેટલા પ્રયત્નો કરવાનો , જ્ઞાતિ ઉત્કર્ષ અને અભ્યુદય માટેનાં સર્વ કાર્યો હાથ ધરવાનો અને જ્ઞાતિમાં એકીકરણ , ભાતૃત્વભાવ , સંપ અને સંગઠનની વૃધ્ધિ કરવા જરૂરી જણાય તે સર્વે પ્રવૃતિઓ હાથ ધરવાનું મુખ્ય ધ્યેય પ્રવિણભાઇ કોટકનું રહ્યું છે .
પાંચ વર્ષ સુધી સમગ્ર વિશ્વનાં લોહાણા મહાજનો , રઘુવંશીઓની પ્રતિનિધિત્વ કરતી શ્રી લોહાણા મહાપરીષદનુ નેતૃત્વ સંભાળ્યા બાદ પ્રવિણભાઈ કોટકે જ્ઞાતિહિત , સમાજહિતના અનેક સદકાર્યો કર્યા હતા. સમગ્ર વિશ્વમાંથી થેલેસેમીયા નાબૂદી અભિયાનને વેગવંતો બનાવવામાં તેમણે ખૂબ અદકેરો ફાળો આપ્યો છે . પૂ . મોરારીબાપુ , પૂ . રમેશભાઈ ઓઝા , રામદેવજી મહારાજ , પૂ . રવીશંકરજી સહિતના અનેક સંતશ્રીઓના કૃપાપાત્ર , પ્રિતીપાત્ર પ્રવિણભાઈ અત્યંત પ્રેમાળ , વિવેકી વ્યકિતત્વ ધરાવે છે .
પ્રવિણભાઇ કોટકને શુભેચ્છા આપવા મોઃ ૯૮૭૯૨૦૬૬૬૧.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *