રાજકોટ શહેર નાગરીક ઋણ સ્વીકાર સમિતી તથા સમગ્ર જીવદયા પ્રેમીઓ દ્વારા તા.૮ ઓકટોબરને શુક્રવારનાં રોજ પ્રમુખ સ્વામી હોલ, અક્ષર મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સાંજે ૫૦૦ થી ૭-૦૦ કલાકે ગુજરાત અને સમગ્ર વિશ્વના અબોલ જીવો માટે સદા કાર્યરત રાજકોટના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યકત કરવા અને તેમનાં ઋણ સ્વીકારઅર્થે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જયારથી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી થયા હતા ત્યારથી સમગ્ર ગુજરાતના અહિંસા પ્રેમી, જીવદયા પ્રેમી લોકોની અપેક્ષા વધી ગઈ હતી અને પોતાની ૫ વર્ષની પણ ઝડપ, નિર્ણયોની દૃષ્ટિએ ૨૦-૨૦ ઈનીંગમાં વિજયભાઈએ સંતોષવામાં મહદ અંશે સફળ રહયાં છે. આ પહેલા કયારેય ગુજરાતમાં જીવદયા ક્ષેત્રે આટલા બધા મહત્વનાં નિર્ણયો નથી લેવાયા.
ગુજરાત અને ભારતમાંથી જીવતા પશુઓની ક્રૂર નિકાસ અટકે તે માટે અત્યંત મહત્વનું યોગદાન, સમગ્ર ભારતમાં અત્યંત કડક ગૌવંશ હત્યા પ્રતિબંધક ધારો વિધાનસભામાં પસાર કરાવ્યો અને તેનું સફળ અમલીકરણ, પશુઓની હેરફેર માટે અત્યંત કડક કાયદા અને તેનાથી ગેરકાયદેસર હેરફેર અટકાવવામાં મદદ સફળતા, ઘવાયેલા પશુ પક્ષીઓની ત્વરીત સારવાર માટે રાજયવ્યાપી “કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ પ્રોજેકટ”, વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ ના ઐતિહાસીક સમિટમાં થનારા કરોડો રૂપીયાના એગ પાઉડરના એમ.ઓ.યુ. ને ત્વરીત નિર્ણય લઈ રદ કર્યો, સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર મકર સંક્રાંતિએ ઘવાતા નાના નાના અબોલ પક્ષીઓના ત્વરીત બચાવ માટે રાજય સ્તરનું ‘કરૂણા અભિયાન’ શરૂ કરાવ્યું, ભારતીય વંશની ઉતમ ઔલાદનાં નંદી મહારાજના સંવર્ધન માટે નંદીઘર યોજના શરૂ કરાઈ, ખેતરોમાં ભટકતા રોજ અને નીલગાયના બચાવ માટે સુંદર યોજના, અવારનવાર અને જરૂરીયાત મુજબની અબજો રૂપીયાની સબસીડી દુષ્કાળ, અતિવૃષ્ટિ, કોરોના કાળમાં ગૌશાળા, પાંજરાપોળોને અપાઈ ૧૦૦ કરોડનું ‘પાંજરાપોળ ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ’ પણ આપ્યું જીવદયાનું કામ લઈને આવેલા સૌ કોઈપણને, ક્યારેય પણ તરત મળવાનું, રજુઆત શાંતીથી અને પૂરતો સમય આપી શકય અને ત્વરીત પગલાંઓ ભરી પૂર્ણ કરાવવાની, ગાય આધારીત ખેતીને પ્રચંડ મહત્વ, સારી સબસીડીઓ શરૂ કરાવી ગૌ સેવામાં ઉતમ સહયોગ અને આવાં કેટલાય જીવદયા ગૌસેવા સત્કર્મો, કૃષિ યુનિવર્સિટીમાં, વેટરનરી કોલેજોમાં વયોવૃધ્ધ પશુઓ, બીન ઉત્પાદક પશુઓની હરરાજી અટકાવી તેમનાં જીવન માટે સલામત એવી પાંજરાપોળોમાં શિફટ કરવા અંગે માર્ગદર્શન વિજયભાઈએ આપ્યું હતું.
વિજયભાઈનું સૌ જીવદયાપ્રેમીઓ વતી અભિવાદન કરાશે, સૌ ગૌશાળાઓ-પાંજરાપોળો, જીવદયા સંસ્થાઓનાં સંચાલકો, જીવદયા પ્રેમીઓને તા. ૮ ઓકટોબરને શુક્રવારનાં રોજ પ્રમુખ સ્વામી હોલ, અક્ષર મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સાંજે ૫-૦૦ થી ૭-૦૦ કલાકે ઉમટી પડવા જાહેર આમંત્રણ ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણી અને રાજેન્દ્રભાઈ શાહ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં મુકેશભાઈ બાટવીયા, બકુલભાઈ રૂપાણી, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, ધીરેન્દ્ર કાનાબાર, સમસ્ત મહાજનનાં યોગેશભાઈ (રાજુભાઈ) શાહ, શ્રીજી ગૌશાળાનાં રમેશભાઈ ઠકકર, પ્રભુદાસ તન્ના, કિશાન ગૌશાળાનાં ચંદ્રેશભાઈ પટેલ, અર્હમ ગ્રુપનાં તુષારભાઈ મહેતા, સેતુરભાઈ દેસાઈ, જીવદયા ઘરનાં યશભાઈ શાહ, જીવદયા ગ્રુપના પ્રકાશભાઈ મોદી, અમિતભાઈ દેસાઇ, હેમાબેન મોદી, જય માતાજી અબોલ જીવ સેવા મંડળના દોલતસિંહ ચૌહાણ, મનુભાઈ બલદેવ, મનુભાઈ પ્રજાપતિ, રાજુભાઇ લાખાણી, ભરતભાઇ બોરડીયા, હિરેનભાઈ કામદાર, રમેશભાઈ દોમડિયા સહીતનાની ટીમે હાકલ કરી છે.
રાજકોટ શહેર નાગરીક ૠણ સ્વીકાર સમિતી દ્વારા એક જાજરમાન અને ગરીમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિજયભાઈની ગુણાનુવાદ સભા નથી પરંતુ એમની ઋણાનુવાદ સભા છે. કાર્યક્રમ બાદ સાથે ભોજનની વ્યવસ્થા છે. આ કાર્યક્રમમાં બુફે, મોમેન્ટો કે ભેટ સોગાદ ન લાવવા વિનંતી કરાઈ છે. કાર્યક્રમનાં પ્રારંભે ૩૦ મીનીટ ધીરૂભાઈ સરવૈયા હાસ્ય રસ પીરસશે.
રાજકોટ શહેર નાગરીક ઋણ સ્વીકાર સમિતી, (મુકેશભાઈ દોશી, ગુણવંતભાઈ ડેલાવાળા અને સાથી ટીમ) તથા સમગ્ર જીવદયા પ્રેમીઓ દ્વારા તા. ૮ ઓકટોબરને શુક્રવારનાં રોજ પ્રમુખ સ્વામી હોલ, અક્ષર મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સાંજે ૫-૦૦ થી ૭-૦૦ કલાક દરમ્યાન પ્રખર જીવદયા પ્રેમી વિજયભાઈ રૂપાણીનાં ઋણ સ્વીકાર સમારોહનાં કાર્યક્રમની વિશેષ વિગતો માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩) ૫૨ સંપર્ક કરવા સૌ જીવદયા પ્રેમીઓને જણાવાયું છે.

