યુવા સેવાભાવી અગ્રણી મિતલ ખેતાણીના સુપુત્ર માનસ ખેતાણીનો તા.૨૭ ના રોજ ચૌદમાં વર્ષમાં મંગલ પ્રવેશ.
જાહેર જીવનના વરિષ્ઠ, સહકારી અગ્રણી સ્વ.નરોતમભાઈ ખેતાણી તેમજ ગં.સ્વ.હરદેવીબેન ખેતાણીનાં પુત્ર, યુવા સેવાભાવી અગ્રણી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં મીડીયા ટીમનાં મેમ્બર તેમજ ગુજરાત સરકારનાં એનિમલ વેલફેર બોર્ડનાં કોર કમીટી મેમ્બર મિતલ ખેતાણી અને ડીમ્પલ ખેતાણીનાં પુત્ર ચિ. માનસ તા. ર૭ ના રોજ ચૌદમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયાં છે. દરેક જન્મદિવસની જેમ આ વખતે પણ અનેકવિધ સત્કાર્યો, જીવદયા પ્રવૃતિઓ સાથે માનસનાં જન્મદિનની ઉજવણી થઈ રહી છે. માનસ પોતે પોતાની બાળ મંડળી સાથે નજીકનાં વિસ્તારોમાં પક્ષીઓને ચણ, કીડીઓને કીડીયારું, કૂતરાઑને દૂધ રોટલી, ગાયોને ઘાસ, માછલીઓને લોટની ગોળી, ખીસકોલીઓને મકાઈ તેમજ આસપાસનાં વિવિધ ઘરોમાં ચકલાનાં માળા, બર્ડ ફીડર લગાડી, પક્ષીઓનાં રામ પાતર મુકી, ગૌમાતાની પાણી પીવાની કૂંડીઓ મુકશે અને સાથમાં જ ઉંમરો, પીપળો જેવાં પક્ષી, પર્યાવરણને ફાયદાકારક, માનવતાને ઉપયોગી ઓકિસજન વર્ધક ૧૪ વૃક્ષોનું વાવેતર કરી જન્મદિનની સેવામય ઉજવણી કરશે.માનસ મિતલ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯